દિલ્હીમાં કોરોના કહેર: છેલ્લા 24 કલાકમાં 118 દર્દીઓનાં મોત

નવી દિલ્હી: દેશમાં હાલ કોરોનાનો કહેર (Corona Pandemic) શાંત નજરે પડી રહ્યો છે પરંતુ જે રીતે રાજધાની દિલ્હીમાં કોરોનાનો કહેર યથાવત છે તે દિલ્હીવાસીઓ માટે ચિંતાનો વિષય છે કારણ કે દિલ્હીમાં કોરોના બેકાબૂ થઈ ચૂક્યો છે, કોરોનાના કેસો (Corona Case) માં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં કુલ 6608 કેસો નોંધાયા જ્યારે 8775 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. આ સાથે રિકવર (Corona Patients Recover) થયેલા દર્દીઓની સંખ્યા કુલ 4 લાખ 68 હજારને વટાવી ચૂકી છે. કોરોના કેસોને મામલે દિલ્હી દેશમાં સાતમાં ક્રમે છે જ્યારે એકદિવસીય નોંધાયેલા કેસ મામલે રાજધાની ટોચ પર છે. ગત રોજ નોંધાયેલા મોતનો આંકડો 118 છે જે ભયભીત કરનારો છે અને અત્યાર સુધી 8159 મોત નોંધાઈ ચૂકી છે.

દિલ્હીમાં કોરોના કહેર: છેલ્લા 24 કલાકમાં 118 દર્દીઓનાં મોત

ગત રોજ રાજધાનીમાં કુલ 62 હજારથી વધુ કોરોના ટેસ્ટ (Corona Test) કરાયા હતા જ્યારે અત્યાર સુધી 57 લાખ 15 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધી કુલ 5 લાખ 17 હજાર કેસ દિલ્હીમાં નોંધાયા છે. રાજધાનીમાં રિકવરી રેટ (Recovery Rate) 90.5 ટકા છે જ્યારે મૃત્યુદર 1.6 ટકા છે. દિલ્હીમાં કોરોનાના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. તથા તેને નિયંત્રિત કરવું મુશ્કેલ થઈ રહ્યું છે. શુક્રવારે જારી થયેલા આંકડાઓ અનુસાર 1400થી વધુ એક્ટિવ કેસ (Active Case) છે. રાજધાનીમાં 15 અને 16 નવેમ્બરનાં આંકડાએ થોડી ઘણી રાહત આપી હતી પરંતુ ત્યાર બાદ સતત ચાર દિવસથી કોરોના કેસમાં વિસ્ફોટ જોવા મળી રહ્યો છે.

દિલ્હીમાં કોરોના કહેર: છેલ્લા 24 કલાકમાં 118 દર્દીઓનાં મોત

છેલ્લા સાત દિવસમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો 15 નવેમ્બરે 3235 કેસ, 16 નવેમ્બરે 3797, 17 નવેમ્બરે 6396, 18 નવેમ્બરે 7486, 19 નવેમ્બરે 7546 અને 20 નવેમ્બરે 6608 કેસો નોંધાયા હતા. દિલ્હીમાં કોરોનાની વધી રહેલી જીવલેણ અસરને પગલે તેના માટે સાવચેતી અને બચાવનાં પગલાઓ બનાવાઈ રહ્યા છે. તથા સારવાર માટે હોસ્પિટલોમાં આઈસીયુ અને બીજી સુવિધાઓ પર કામ શરૂ છે. દિલ્હીમાં દિલ્હીમાં કેસો તો વધી જ રહ્યા છે પરંતુ સાથે કોરોનાથી થનાર મોતનાં આંકડામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

દિલ્હીમાં કોરોના કહેર: છેલ્લા 24 કલાકમાં 118 દર્દીઓનાં મોત

આ કારણોસર, દિલ્હીના સ્મશાન ઘાટ પર મૃતદેહોને બાળવા માટેની રાહ જોવામાં આવી રહી છે, તેથી કબ્રસ્તાનોની સ્થિતિ પણ આવી જ છે. વધી રહેલા કેસોને પગલે દિલ્હી સરકારે કોરોનાને નિયંત્રિત કરવા માટે હવે કડક દિશાનિર્દેશો જાહેર કરી તેને અમલ કરવાનું કામ શરૂ કરી દીધુ છે. હવે દિલ્હીમાં જે પણ લોકો બેદરકાર બનશે તેના પર 2000નો દંડ વસૂલવામાં આવશે. આ દંડ પહેલા 500 હતો પરંતુ વધી રહેલા કેસોને જોતા તંત્રએ આ નિર્ણય લીધો છે. હવે જે પણ માસ્ક નહીં પહેરશે, સોશિયલ ડિસ્ટેન્સિંગનું ભંગ કરશે તથા બેદરકારી બતાવશે તેને પેનલ્ટી ભરવી પડશે.

Related Posts