રાજ્યમાં કોરોના વિસ્ફોટ: નવા 778 કેસ, 17નાં મોત

ગાંધીનગર: મંગળવારે રાજ્યમાં કોરોનાના(New Covid-19 Cases) નવા કેસોનો વિસ્ફોટ થયો છે. જેમાં છેલ્લા 24 કલાક(Last 24 Hours)માં રાજ્યમાં નવા 778 કેસ(Cases) નોંધાયા છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 દર્દીનાં મૃત્યુ(Death) થયાં છે. સુરતમાં મંગળવારે પણ રાજ્યમાં સૌથી વધુ 204 કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે બીજી ક્રમે અમદાવાદ (Ahmadabad)માં 172 કેસ નોંધાયા પામ્યા છે. રાજ્યમાં બે ધારાસભ્ય બનાસકાંઠાના કોંગી ધારાસભ્ય (MLA) ગેનીબેન ઠાકોર(Geniben Thakor) અને કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા(V.D Zalawadia) પણ કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો જણાતો નથી. અગાઉ 6 જેટલા ધારાસભ્યો કોરોનાની સારવાર લઈ ચૂક્યા છે.

રાજ્યમાં કોરોના વિસ્ફોટ: નવા 778 કેસ, 17નાં મોત

મંગળવારે આરોગ્ય વિભાગનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવ હોય તેવા 778 કેસ નોંધાયા છે. જેમાં મહાપાલિકા વિસ્તાર પૈકી સુરત મનપામાં 204, અમદાવાદ મનપામાં 172, વડોદરા મનપામાં 49, રાજકોટ મનપામાં 32, ભાવનગર મનપામાં 12, જામનગર મનપામાં 8, જૂનાગઢ મનપામાં 7, ગાંધીનગર મનપામાં 5 એમ મહાપાલિકા વિસ્તારમાં 482 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,77,064 જેટલા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં 4,25,830 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોના વિસ્ફોટ: નવા 778 કેસ, 17નાં મોત

હાલમાં રાજ્યમાં કુલ 8913 દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 8852 દર્દીની સ્થિતિ સ્ટેબલ છે. રાજ્યમાં મંગળવારે 421 દર્દી સારવાર લઈને સાજા થઈ જતાં ઘરે રજા આપવામાં આવી છે. જે પૈકી સુરત મનપામાં 70 અને અમદાવાદ મનપામાં 150 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 26744 દર્દીને રજા આપવામાં આવી છે.

રાજ્યમાં કોરોના વિસ્ફોટ: નવા 778 કેસ, 17નાં મોત

મંગળવારે સારવાર દરમિયાન રાજ્યમાં વધુ 17 દર્દીનાં મૃત્યુ થયાં છે. જેમાં અમદાવાદ મનપામાં 4, સુરત મનપામાં 3, અમદાવાદ જિલ્લામાં 1, દ્વારકામાં 1, બનાસકાંઠામાં 2, જામનગર મનપામાં 2, મોરબીમાં 1, પાટણમાં 1,ખેડામાં 1, રાજકોટમાં 1 અને ગાંધીનગરમાં 1 એમ કુલ 17 દર્દીનાં મૃત્યુ થયાં છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 1979 દર્દીઓનું મૃત્યુ થયાં છે.

Related Posts