શહેરમાં ફરી કોરોના પ્રતિદિન 200નો આંક વટાવી રહ્યો છે, આ ઝોનમાં સંક્રમણ પીક પર

સુરત: (surat) દિવાળી બાદ શહેરમાં કોરોનાએ ફરીથી ગતિ પકડી છે. કોરોનાની શહેરમાં જાણે બીજી વેવ શરૂ થઈ હોય તેવી ભીતિ સેવાઈ રહી છે. સપ્ટેમ્બર માસમાં શહેરમાં પ્રતિદિન 200 કે તેથી વધુ પોઝિટિવ દર્દી (Positive Patient) નોંધાતા હતા તેવી જ પરિસ્થિતિ ફરીથી ઉદ્બવી રહી છે. દિવાળીના તહેવાર બાદ પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. શુક્રવારે શહેરમાં 205 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા જ્યારે શનિવારે શહેરમાં વધુ 211 પોઝિટિવ દર્દી નોંધાવાની સાથે જ શહેરમાં પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 30,156 પર પહોંચી ચુક્યો છે. તેમજ વધુ 2 મોત સાથે કુલ મૃત્યુઆંક 758 પર પહોંચ્યો છે. શનિવારે શહેરમાં વધુ 179 દર્દીઓ સાજા થયા હતા અને અત્યારસુધીમાં કુલ 28,388 દર્દીઓ ડિસ્ચાર્જ (Discharge) થયા છે. હાલમાં શહેરમાં 1768 એક્ટીવ કેસ છે.

શહેરમાં ફરી કોરોના પ્રતિદિન 200નો આંક વટાવી રહ્યો છે, આ ઝોનમાં સંક્રમણ પીક પર
  • કયા ઝોનમાં કેટલા કેસ
  • ઝોન પોઝિટિવ દર્દી
  • સેન્ટ્રલ 23
  • વરાછા-એ 23
  • વરાછા-બી 24
  • રાંદેર 29
  • કતારગામ 28
  • લિંબાયત 17
  • ઉધના 15
  • અઠવા 52
શહેરમાં ફરી કોરોના પ્રતિદિન 200નો આંક વટાવી રહ્યો છે, આ ઝોનમાં સંક્રમણ પીક પર

જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો

સુરત: સુરત જિલ્લામાં ફરી કોરોનાનો ગ્રાફ ઉપર જઇ રહયો છે. દિવાળી બાદ કોરોનાના આંકડો ઉપર જઇ રહયો છે. શનિવારે ફરી સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના વધુ નવા 51 પોઝીટીવ કેસ બહાર આવ્યા છે. આરોગ્ય વિભાગે આપેલા આંકડા જોતા ચોયાર્સી તાલુકામાં 9,ઓલપાડમાં 2, કામરેજમાં 8, પલસાણામાં 2, બારડોલીમાં 11, મહુવામાં 2, તેમજ માંડવીમાં 5 અને માંગરોલમાં 12 કેસ નોંધાયા છે.

શહેરમાં ફરી કોરોના પ્રતિદિન 200નો આંક વટાવી રહ્યો છે, આ ઝોનમાં સંક્રમણ પીક પર

શહેરમાં સંક્રમણ વધતા મનપાએ ટેસ્ટિંગ વધારી દીધા

Surat) દિવાળી બાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા મનપા કમિશનર બંછાનિધિ પાનીએ શહેરીજનોને કોવિડની તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે. ખાસ કરીને મનપા કમિશનરે (SMC Commissioner) અપીલ કરી છે કે, જ્યાં સુધી કોરોનાની દવા કે વેક્સીન નહીં આવે ત્યાં સુધી લોકો અચુકપણે માસ્ક પહેરે. કારણકે, માસ્ક કોરોનાની વેક્સીન જેવું જ કામ કરે છે. તેમ તેઓએ જણાવ્યું છે. ઘણા લોકો વાતચીત કરે ત્યારે માસ્ક ઉતારી દેતા હોય છે અને લોકો એકત્ર જમવા બેસે છે જેથી સંક્રમણ ફેલાવાની ભીતિ છે. જેથી મનપા કમિશનરે તમામ શહેરીજનોને માસ્ક (Mask) ફરજીયાત પહેરવા અપીલ કરી છે.

વધુમાં મનપા કમિશનરે શહેરીજનોને અપીલ કરી છે કે, દિવાળીની રજામાં બહાર ફરવા ગયેલા કે વતન ગયેલા લોકો પાછા સુરત ફરે ત્યારે સુરતમાં એન્ટ્રી પોઈન્ટ પર કોવિડનો ટેસ્ટ અચુક કરાવે. જે લોકો બહાર ફરવા ગયાં છે ત્યાં પણ કોઈ પ્રકારના લક્ષણ જોવા મળે તો નજીકના હેલ્થ સેન્ટર પર કોવિડ ટેસ્ટ અચુક કરાવવા માટેની અપીલ કરી છે. શહેરીજનો પોતાના સ્વાસ્થયને મોનીટરીંગ કરે તે માટે પણ જણાવાયું છે.

Related Posts