ગુજરાતમાં કોરોનાના કેસો 31 હજારને પાર, નવા 624 કેસ, 19નાં મોત

ગાંધીનગર:(Gandhinagar) ગુજરાતમાં(Gujarat) કોરોનાના કેસમાં રવિવારે પણ મોટો ઉછાળો આવ્યો હતો. જેમાં રવિવારે વધુ નવા 624 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેના પગલે રાજ્યમાં કોરોનાના કુલ કેસ(Case) વધીને 31 હજારને પાર કરી 31,397 સુધી પહોંચી ગયા છે. રવિવારે સારવાર દરમિયાન રાજ્યમાં 19 દર્દીનું મૃત્યુ નીપજ્યું છે. આ સાથે રાજ્યમાં કોરોનાના(Corona) કારણે મૃત્યુ આંક વધીને 1809 સુધી પહોંચી ગયો છે.રવિવારે સવારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને અમદાવાદમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વાઘેલાને દાખલ કરવામાં આવે એ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શંકરસિંહ બાપુ સાથે વાતચીત કરી તેમનાં ખબરઅંતર પૂછ્યાં હતાં.

ગુજરાતમાં કોરોનાના કેસો 31 હજારને પાર, નવા 624 કેસ, 19નાં મોત

રવિવારે રાત્રે આરોગ્ય વિભાગનાં(Health Department) સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 624 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ મનપામાં 198, સુરત મનપામાં 174, વડોદરા મનપામાં 44, રાજકોટ મનપામાં 6, જૂનાગઢ મનપામાં 4, ભાવનગર મનપામાં 3, જામનગર મનપામાં 2, ગાંધીનગર મનપામાં 1 એમ મનપા વિસ્તારમાં 432 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3,63,306 ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ 6780 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે 71 દર્દી હાલમાં વેન્ટિલેટર પર છે. રવિવારે દિવસ દરમિયાન રાજ્યમાં 391 દર્દીને સારવારમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 22,808 દર્દીને રજા આપવામાં આવી છે.રવિવારે સારવાર દરમિયાન રાજ્યમાં 19 દર્દીનાં મૃત્યુ થયાં છે. જેમાં અમદાવાદ મનપામાં 13, સુરતમાં 2, સુરત મનપામાં 1, ગાંધીનગરમાં 1, અરવલ્લીમાં 1 અને ભરૂચમાં 1 એમ કુલ 19 દર્દીનાં મૃત્યુ થયાં હતાં. આ સાથે રાજ્યમાં કોરોનાને પગલે અત્યાર સુધીમાં 1809 દર્દીનાં મૃત્યુ થયાં છે.

ગુજરાતમાં કોરોનાના કેસો 31 હજારને પાર, નવા 624 કેસ, 19નાં મોત

સુરતમાં રત્નકલાકારોનું હેલ્થ સ્ક્રીનિંગ

લૉકડાઉન બાદ જે છૂટછાટ મળતા ઉદ્યોગ શરૂ થયા છે તેમાં હીરાના ઉધોગ શરૂ થતાં જ કર્મચારી સતત સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે પહેલા 250 કરતા વધુ લોકો સંક્રમિત થયા છે અને  છેલ્લા પાંચ દિવસમાં હીરાના ધંધા સાથે સંકળાયેલા 200થી વધુ લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. હીરાના કારખાનામાં અને હીરા બજાર સાથે સંકળાયેલા લોકો સાથે તેમના પરિવારો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. સુરતમાં કોરોનાના કેસો વધતાં હવે કતારગામ વિસ્તારમાં રત્નકલાકારોનું સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 21 ટીમો દ્વારા 146 ડાયમંડ યુનિટમાં 17,105 જેટલા રત્નકલાકારને આવરી લેવામાં આવ્યા છે. આ હીરાના કારીગરો–રત્નકલાકારોને પ્રોફાઈલેક્ટિક દવાઓ પૂરી પાડવામાં આવી છે. આગામી સમયમાં તમામ ડાયમંડ યુનિટોમાં રત્નકલાકારોની તપાસ હાથ ધરવામાં આવશે.જે રીતે હીરા બજાર અને હીરાના કારખાનામાં નિયમનો ભંગ થઈ રહ્યો છે તેના કારણે સંક્રમણ વધી શકે તેવી ભીતિ છે. મનપા .ની ટીમને હીરા બજારમાં અનેક ક્ષતિઓ દેખાતા આગામી એકાદ-બે દિવસમાં હીરા બજારને 5થી 10 દિવસ માટે બંધ કરવા માટે મ્યુનિ. તંત્ર વિચારણા કરી રહ્યું છે.

Related Posts