રાજ્યમાં કોરોના વધુ ઘાતક બન્યો: નવા અધધ કેસ

રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન દર્દીઓનો સાજા થવાનો દર વધીને 88.04 ટકા સુધી પહોંચી ગયો છે. બુધવારે રાજ્યભરમાં કોરોનાના નવા 50,993 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે, તેની સામે નવા 1175 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે 1414 દર્દીને રજા આપી દેવામા આવી છે. સારવાર દરમિયાન રાજ્યમાં વધુ 11 દર્દીનાં મૃત્યુ થયાં છે.

આરોગ્ય વિભાગનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યમાં નવા 50993 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં નવા 1175 દર્દી નોંધાયા છે. જ્યારે 1414 દર્દી કોરોના સામેની લડાઈ જીતી ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,36,541 દર્દીએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ વધીને 155098 દર્દી નોંધાયા છે.

24 કલાકમાં નોંધાયેલા નવા 1175 કેસ પૈકી મહાપાલિકા વિસ્તારમાંથી સુરત મનપામાં 174 કેસ, અમદાવાદ મનપામાં 165, વડોદરા મનપામાં 77, રાજકોટ મનપામાં 76, જામનગર મનપામાં 60, ગાંધીનગર મનપામાં 27, જૂનાગઢ મનપામાં 20 અને ભાવનગર 14 એમ કુલ 613 કેસ મનપા વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 562 કેસ નોંધાયા છે.

સારવાર દરમિયાન 24 કલાકમાં રાજ્યમાં વધુ 11 દર્દીએ દમ તોડ્યો છે. જેમાં અમદાવાદમાં 4 દર્દી, સુરત મનપામાં 2, ગાંધીનગર જિલ્લામાં 1, પાટણમાં 1, રાજકોટ મનપામાં 1, સુરત જિલ્લામાં 1, વડોદરા મનપામાં 1 એમ કુલ 11 દર્દીનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યભરમાં કોરોનાના કારણે 3598 દર્દીએ જીવ ગુમાવ્યો છે. જે આવતીકાલે 4 હજારને પાર કરી જશે.

24 કલાકમાં રાજ્યમાં વધુ 50,993 ટેસ્ટ કરાયા છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં 51,65,670 ટેસ્ટ કરાયા છે. રાજ્યમાં 5,74,682 વ્યક્તિને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. હાલમાં રાજ્યમાં 14959 દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી વેન્ટિલેટર ઉપર 79 અને 14880 દર્દીની તબિયત સ્થિર છ

Related Posts