રાજ્યમાં કોરોના વધુ જીવલેણ બન્યો: 23નાં મોત

કેસો વધવાની દૃષ્ટિએ ગુજરાતનો 12મો ક્રમ

દેશમાં આજે નવા સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. જેમાં નવા 11147 કેસો નોંધાયા છે. જયારે આંધ્રમાં 10,167, ત્રીજા ક્રમે કર્ણાટકમાં 6128 કેસો નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં 12મા ક્રમે 1153 કેસ નોંધાયા છે. રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા સતત કોરોના ટેસ્ટ વધુ કરવામાં આવી રહ્યા છે. જેમાં શુક્રવારે રાજ્યમાં કુલ 26,704 ટેસ્ટ કરવામાં આવ્યા છે. શુક્રવારે નવા 1153 કેસ સામે 833 દર્દી સાજા થઈ ગયા છે.

જેના પગલે રાજ્યમાં દર્દીઓ સાજા થવાનો દર વધીને 73.09 સુધી પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 64,777 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજની તારીખે રાજ્યમાં 4,83,569 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

હાલમાં રાજ્યમાં 14090 દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી 81 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 14009 દર્દીની સ્થિતિ સ્થિર છે. શુક્રવારે વધુ 833 દર્દીને રજા આપવા સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 44,907 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

Related Posts