કોરોના: રાજ્યમાં નવા 1161 કેસ, 9 દર્દીનાં મોત

રાજ્યમાં સુરત અને અમદાવાદમાં સતત કેસો વધી રહ્યા છે. સુરત શહેર જિલ્લામાં મળીને 239 અને અમદાવાદ શહેર-જિલ્લામાં 183 કેસ થયા છે. 24 કલાકમાં રાજ્યમાં નવા 1161 દર્દી નોંધાયા છે. જ્યારે 1270 દર્દીને રજા આપવામાં આવી છે. સારવાર દરમિયાન રાજ્યમાં 9 દર્દીએ દમ તોડ્યો છે.

આરોગ્ય વિભાગનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, 24 કલાકમાં રાજ્યમાં 52,746 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેના પગલે રાજ્યમાં નવા 1161 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. સારવાર દરમિયાન સાજા થઈ 1270 દર્દી ઘરે ગયા છે. આ સાથે રાજ્યમાં 1,40,,419 દર્દીએ કોરોનાને માત આપી છે. જ્યારે રાજ્યમાં કુલ 53,22,288 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 5,49,199 વ્યક્તિને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

નવા 1161 કેસ પૈકી મનપા વિસ્તારમાં 585 અને ગ્રામ્ય વિસ્તારમાં 576 જેટલા કેસો નોંધાયા છે. મનપા વિસ્તારમાં ખાસ કરીને સુરત મનપામાં 171, અમદાવાદ મનપામાં 168, વડોદરા મનપામાં 74, રાજકોટ મનપામાં 71, જામનગર મનપામાં 50, ગાંધીનગર મનપામાં 21, જૂનાગઢ મનપામાં 18, ભાવનગર મનપામાં 12 એમ કુલ 585 કેસ નોંધાયા છે.

સારવાર દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં વધુ 9 દર્દીએ દમ તોડ્યો છે. જેમાં રાજકોટ મનપામાં 3, અમદાવાદ મનપામાં 2, સુરત મનપામાં 2, ગીર સોમનાથમાં 1, વડોદરા મનપામાં 1 એમ કુલ 9 દર્દીએ દમ તોડ્યો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3629 દર્દીએ જીવ ગુમાવ્યો છે. હાલમાં રાજ્યમાં 14,587 દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી 79 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 14,508 દર્દીની સારવાર તબિયત સ્થિર

Related Posts