Gujarat

રાજ્યમાં બેકાબૂ કોરોના: દૈનિક કેસો ૧૦૦૦૦ને પાર

રાજ્યમાં કોરોનાવાયરસનો રોગચાળો બેકાબૂ બની ગયો છે અને નવા દૈનિક કેસોનો આંકડો રોગચાળો શરૂ થયો ત્યારથી પ્રથમ વખત પાંચ આંકમાં ગયો છે જેમાં આજે છેલ્લા ૨૪ કલાકમાં નવા દસ હજાર કરતા વધુ કોવિડ-૧૯ના કેસો નોંધાયા હતા. રવિવારે અપાયેલા છેલ્લા ૨૪ કલાકના આંકડામાં રાજ્યમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના નવા દૈનિક ૧૦૩૪૦ કેસો નોંધાય છે. કેસોમાં ઉછાળાને પગલે રાજયમાં હોસ્પિટલો ફૂલ થઇ જવા પામી છે અને હોસ્પિટલોમાં બેડ , ઓકસીજન બેડ , વેન્ટીલેટર , રેમડેસિવિર ઈન્જેકશનની અછત પેદા થવા પામી છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 110 દર્દીઓના મોત થયા છે.રાજયમાં કોરોનાના અત્યાર સુધીના કુલ કેસો 4,04,569ના આંક પર પહોંચી ગયા છે.

અમદાવાદ અને સુરતમાં હવે કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ વધી રહયુ છે. અમદાવાદ મનપામાં 3641 અને બીજી ક્રમે સુરત મનપામાં 1929 કેસો નોંધાયા છે. જયારે અમદાવાદ મનપામાં 27 દર્દીઓ અને સુરતમ મનપામાં 24 દર્દીઓએ કોરોના સામેના જંગમાં દમ તોડી દીધો છે.રવિવારે એક જ દિવસમાં રાજયમાં કોરોનાના નવા 10340 કેસો નોંધાયા છે. જેમાં મનપા વિસ્તારો પૈકી અમદાવાદ મનપામાં 3641, સુરત મનપામાં 1929 , રાજકોટ મનપામાં 683 , વડોદરામાં 325, જામનગરમાં 234 , ભાવનગરમાં 114, ગાંધીનગરમાં 71, અને જુનાગઢમાં 52 કેસો સહિત કુલ 7049 કેસો નોંધાયા છે જયારે રાજયના અન્ય ભાગોમાં 3291 કેસો નોંધાયા છે.રવિવારે સારાવરા બાદ રાજયમાં 3981 દર્દીઓને રજા આપવામાં આવી હતી. સારવાર દરમ્યાન છેલ્લા 24 કલાકમાં રાજયમાં 110 દર્દીઓએ દમ તોડયો છે.

જેમાં અમદાવાદ મનપામાં 27, સુરત મનપામાં 24, રાજકોટ મનપામાં 9, વડોદરા મનપામાં 8, સુરેન્દ્રનગરમાં 7, ગાંધીનગર જિ.માં 4, સુરતમાં 4, ભરૂચમાં 3, જામનગરમાં 3, જામનગર મનપામાં 3, બનાસકાંઠામાં 2, મહેસાણામાં 2, મોરબીમાં 2, રાજકોટમાં 2, સાબરકાંઠામાં 2, વડોદરામા્ં 2, અમદાવાદમાં 1, અરવલ્લીમાં 1, દ્વારકામાં 1, ગાંધીનગર મનપામાં 1, જુનાગઢમાં 1 અને ખેડામાં 1 એમ કુલ 110 દર્દીઓનું મૃત્યુ થયુ છે.હાલમાં રાજયમાં કુલ 61,647 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 329 દર્દીઓ વેન્ટીલેટર પર અને અન્ય 61318 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.રાજયમાં અત્યાર સુધીમાં 337545 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.જયારે કુલ 5377 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

રાજયમાં અત્યાર સુધીમાં કુલ 88,80,654 વ્યકિત્તઓનું પ્રથમ ડોઝનું અને 14,07,058 વ્યકિત્તઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયુ છે.આમ કુલ 1,02,88,,012 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.આજે 45થી 60 વર્ષ કે તેનાથી વધુ ઉમરના કુલ 65,901 વ્યકિત્તઓનું પ્રથમ ડોઝનું અને 43,966 વ્યકિત્તઓને બીજી ડોઝનું રસીકરણ કરાયુ છે.દર્દીઓનો રીકવરી રેટ ધટીને 83.43 ટકા નીચે ઉતરી ગયો છે.

Most Popular

To Top