કાળી ચૌદશ, દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજની રાત્રી અમદાવાદ માટે ભારે રહી

અમદાવાદ શહેર માટે દિવાળીનો પર્વ ખૂબ જ મુશ્કેલીભર્યો રહ્યો છે. કાળી ચૌદશ, દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજની રાત્રી અમદાવાદ શહેર માટે ખૂબ ભારે રહી હતી. આ દિવસો દરમિયાન રોજના સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદ શહેરના બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતની તમામ કોવિડ -19ની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. પરિણામે કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધ્યું છે અને અમદાવાદ શહેરમાં જાણે કે કોરોનાનો રાફડો ફાટયો હોય તેમ કેસોની સંખ્યામાં વધારો થયો છે.

કાળી ચૌદશ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજની રાત અમદાવાદ માટે ખૂબ ભારે રહી હતી. આ દિવસો દરમિયાન શહેરભરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ખુબ મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હોસ્પિટલના સુત્રોના જણાવ્યા પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર ધરાવતા તમામ બેડ ફુલ થઈ ગયા છે. એક તરફ સરકારી તમામ હોસ્પિટલોમાં બેડ હાઉસફુલ થઈ રહ્યા છે, તેમ છતાં લગભગ 40 ટકા બેડ ખાલી હોવાનો વહીવટી તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. તેથી વધુ 5૦૦થી વધુ દર્દીઓ પડોશી રાજ્યના અહીં સારવાર લઈ રહ્યા હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 665 દર્દીઓ દાખલ છે.

Related Posts