કોરોનાએ દિવાળીના સરકારી વ્યવહારો પર અસર ન કરી…!

આ વખતે કોરોનામાં એવું લાગતું હતું કે એક બાજુ મંદીને બીજી બાજુ કોરોના ગાંધીનગર સચિવાલયથી શરૂ કરી ને ગુજરાતની દરેક સરકારી કચેરીઓમાં વ્યવહાર સ્વરૂપી ગિફ્ટમાં ભારે ઓટ આવશે,પણ જો તમે દિવાળી ના દિવસો શરૂ થયા એ દિવસથી ગાંધીનગર સચિવાલયમાં કે અન્ય સરકારી કચેરીઓ માં જરાય કોરોના હોય એવું લાગ્યું નહિ, સચિવાલય અને કચેરીઓમાં જે રીતે ભેટસોગાદોની આપ-લે અને વ્યવહારો શરૂ થઇ ગયા કે દેખાયા એ જોતાતો પહેલી નજરે એવું જ લાગ્યું કે કોરોના ક્યાંય છે જ નહિ,એમાંય આ લખાય છે એ તો પ્રારંભિક દિવસોની વાત છે હજી તો કચેરીઓ ચાલુ જ રહેશે એટલે તમે વિચારો કે ઘસારો કેટલો વધી જશે ? હવે ઘણા બધાને એવું થશે કે આવું કેમ થાય છે ?

તો જો તમે ગાંધીનગર કામ કરવા નથી ટેવાયેલા કે કામ નથી કર્યું તો તમને ખ્યાલ હોવો જોઈએ કે જો તમારું કોઈ કામ ઝડપથી પતાવે કે તેમાં કોઈ નકારાત્મક માર્કિંગના રોડા ના નાખે અથવા બિન જરૂરી રીતે તમારી ફાઈલ દબાવીના રાખે અને ઝડપથી કામ પતાવી આગળ ધકેલે તે માટે જે તે અધિકારીઓને કે તેમના સ્ટાફને સાચવી લેવાનો ઉત્તમ સમય એટલે દિવાળી, અને તમે જો દિવાળી સમયે આ વ્યવહાર ન સાચવ્યો હોય તો શક્ય છે બેસતા વર્ષે તમારે જે તે કચેરીના ધરમ ધક્કા ખાવા પડે,એટલે હાલ ગાંધીનગરમાં કામ માં પણ તેજી છે અને વ્યવહાર રૂપી ગિફ્ટ માં પણ તેજી છે. અને આ બધા વચ્ચે કોરોના ક્યાંય ગાયબ છે.

Related Posts