કોરોના હવાથી નથી ફેલાતો?

આપણે વાત કરીએ, ખાંસીએ કે છીંકીએ ત્યારે હવામાં લાંબો સમય રહેતા એરસૉલ માઇક્રોડ્રોપલેટ્સ- હવામાં તરતા સૂક્ષ્મ કણો વાયરસને ફેલાવવામાં બિનઅસરકારક હોવાનું એક નવા અભ્યાસમાં માલમ પડ્યું છે.

જર્નલ ‘ ફિઝિક્સ ઑફ ફ્લુઇડ્સ’માં પ્રસિદ્ધ અભ્યાસના પરિણામોમાં નોંધાયું કે બંધિયાર વાતાવરણમાં નોવેલ કોરોનાવાયરસનું એરસૉલ ટ્રાન્સમિશન એટલું અસરકારક નથી.
જો હળવા લક્ષણોવાળા કોરોનાવાયરસના વાહકે ખાંસી આવી હોય અને એ વિસ્તારમાં કોઇ થોડી મિનિટો બાદ પણ પ્રવેશે તો ચેપની શક્યતા બહુ ઓછી છે એમ નેધરલેન્ડના યુનિવર્સિટી ઑફ એમ્સ્ટરડમના સહિતના સંશોધકોએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જો વ્યક્તિ માત્ર વાત કરતી હોય તો એ શક્યતા ઓર ઓછી છે.

અમારો અભ્યાસ સૂચવે છે કે એરસૉલ ટ્રાન્સમિશન શક્ય છે પણ કદાચ બહુ અસરકારક માર્ગ નથી, ખાસ કરીને લક્ષણો વગરના કે હળવા લક્ષણોવાળા વ્યક્તિઓ દ્વારા જેઓ બહુ ઓછો વાયરલ લૉડ બહાર કાઢે છે.

લોકો ખાંસે કે વાત કરે ત્યારે જે ડ્રોપલેટ્સ બહાર નીકળે એના વિતરણને માપવા વૈજ્ઞાનિકોએ લેસર ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. એમાં ખબર પડી કે હવામાં તરતા આ સૂક્ષ્મ કણો જોખમમુક્ત નથી જ પણ એનું કદ નાનું હોવાથી મોટા ડ્રોપલેટ્સ કરતા વાયરસ ઓછા હોય છે. કોઇ સીધું આપણા પર ખાંસે, મોટેથી બોલે કે છીંકે ત્યારે મોટા ડ્રોપલેટ્સ નીકળે છે.

આ અભ્યાસના સહ લેખક ડેનિયલ બોને કહ્યું કે આના આધારે એરપોર્ટ્સ, ટ્રેન સ્ટેશન, આધુનિક ઑફિસ જેવા વેલ વેન્ટિલેટેડ સ્થળોએ જવું સલામત છે. ચેપની સંભાવના ત્યારે જ સૌથી વધારે છે જ્યારે વ્યક્તિ એવા ખરાબ વેન્ટિલેશનવાળા સ્થળે પ્રવેશે જ્યાં હમણાં જ કોઇને ખાંસી આવી હોય અને એ હવા શ્વાસમાં જાય.

Related Posts