દેશમાં કોરોના કેસો 50 લાખને પાર : મહારાષ્ટ્રમાં મોતનો આંકડો ચોંકાવનારો

નવી દિલ્હી : દેશમાં ઉત્તરોત્તર કોરોનાનો પ્રકોપ (Corona Pandemic) વધી રહ્યો છે એવામાં આ વર્ષનાં અંત સુધી કોરોના વેક્સીન મળી શકે તેમ નથી. પરંતુ બીજી તરફ જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યો છે તે ચિંતા વધારનાર છે. દરરોજ નવા ચોંકાવનારા કોરોનાના આંકડા સામે આવી રહ્યા છે. દેશમાં અત્યાર સુધી કુલ 50 લાખથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. આ એક ઘણો મોટો આંકડો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 91096 કેસો (Corona Cases) સાથે દેશમાં કોરોનાનો આંકડો 50 લાખને વટાવી ચૂક્યો છે. જ્યારે દેશમાં હાલ કુલ 10 લાખ જેટલા કોરોનાના એક્ટિવ કેસો (Corona Active case) છે. કોરોના મહામારીથી અત્યાર સુધી દેશમાં કુલ 82 હજારથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો ગત 24 કલાકમાં 1283 કમનસીબ દર્દીઓનાં મોત (Corona Patients Death) થયા છે. મંગળવારે 82844 જેટલા દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા હતા તો અત્યાર સુધી કુલ 39 લાખ 39 હજાર દર્દીઓએ કોરોનાને માત આપી ચૂક્યા છે.

દેશમાં કોરોના કેસો 50 લાખને પાર : મહારાષ્ટ્રમાં મોતનો આંકડો ચોંકાવનારો

વિશ્વમાં બીજા ક્રમનો સૌથી કોરોનાગ્રસ્ત દેશમાં રિકવરી રેટ (recovery rate) ની વાત કરીએ તો તે 78.5 અને મૃત્યુદર 1.6 ટકા છે. તથા અત્યાર સુધી કુલ 5 કરોડ 94 લાખ 29 હજાર 115 કોરોના ટેસ્ટ કરાયા છે જ્યારે ગત 24 કલાકમાં 11 લાખ 16 હજાર 842 ટેસ્ટ થયા છે. સૌથી વધુ કોરોનાગ્રસ્ત રાજ્યમાં મહારાષ્ટ્ર ટોચ પર છે તથા મહારાષ્ટ્રમાં બીજા તમામ રાજ્યમાં નોંધાયેલા કોરોના કેસો કરતા બમણા કોરોના કેસો (corona case) નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 20482 કેસો નોંધાયા જેની સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસો 11 લાખને વટાવી જવાની સ્થિતિએ પહોંચી છે. જ્યારે 19423 દર્દીઓ રિકવર થયા છે અને તેઓને હોસ્પિટલમાંથી રજા મળી ચૂકી છે તો 515 જેટલાં કમનસીબ દર્દીઓએ કોરોના સંક્રમણનાં લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મૃત્યુદરનો આંકડો 2.8 ટકા જેટલો છે એટલે કે પ્રત્યેક 100 દર્દીઓ પર 3 જેટલા દર્દીઓનાં મોત થઈ રહ્યા છે.

રાજ્યપોઝિટિવ કેસસાજાં થયામૃત્યુ
મહારાષ્ટ્ર10,77,3747,55,85029,894
આંધ્રપ્રદેશ5,75,0794,76,9034,972
તામિલનાડુ5,08,5114,53,1658,434
કર્ણાટક4,67,6893,61,8237,384
ઉત્તરપ્રદેશ3,17,1952.45,4174,491
દિલ્હી2,21,5331,88,1224,770
પ.બંગાળ2,05,9191,78,2234,003
તેલંગાણા1,60,5711,29,187984
બિહાર1,60,3661,45,560831
ઓડિશા1,58,6501,22,024645
આસામ1,44,1661,15,054482
ગુજરાત1,16,18396,5823,244
કેરળ1,14,03382,345466
રાજસ્થાન1,04,13886,1621,250
હરિયાણા96,12974,7121,000
મધ્યપ્રદેશ90,73067,7111,791
પંજાબ82,11358,9992,424
છત્તીસગઢ67,32733,109573
ઝારખંડ62,73748,112561
જ. કાશ્મીર55,32536,381895
ઉત્તરાખંડ33,01622,213429
ગોવા24,89819,648304
પુડ્ડુચેરી20,22615,027394
ત્રિપુરા19,69611,925207
હિ.પ્રદેશ9,9236,18282
મણિપુર7,9716,34046
અ.પ્રદેશ6,2984,53111
નાગાલેન્ડ5,2143,91510
મેઘાલય3,8642,15127
આંદમાન અને નિકોબાર3,5573,27852
લદાખ3,4192,47541
સિક્કિમ2,1191,52116
મિઝોરમ1,4689190
લક્ષદ્વીપ000
દેશમાં કોરોના કેસો 50 લાખને પાર : મહારાષ્ટ્રમાં મોતનો આંકડો ચોંકાવનારો

તે સિવાય આંધ્રપ્રદેશમાં 8846 કેસો, તમિલનાડુમાં 5697, કર્ણાટકમાં 7576, ઉત્તરપ્રદેશમાં 6841, દિલ્હીમાં 4263, પશ્રિમ બંગાલમાં 3227, બિહારમાં 1575, તેલંગાનામાં 2058, ઓડિસામાં 3645, આસામમાં 2409, ગુજરાતમાં 1349, કેરેલામાં 3215, રાજસ્થાનમાં 1760, હરિયાણામાં 2493, મધ્યપ્રદેશમાં 2323, પંજાબમાં 2382, છત્તીસગઢમાં 3450, ઝારખંડમાં 1702, જમ્મુ-કાશ્મીરમાં 1329, ઉત્તરાખંડમાં 1391, ગોવામાં 613 અને પોંડુચેરીમાં 375 જેટલા કેસો ગત 24 કલાકમાં નોંધાયા છે.

દેશમાં કોરોના કેસો 50 લાખને પાર : મહારાષ્ટ્રમાં મોતનો આંકડો ચોંકાવનારો

કોરોનાના કારણે થયેલા મોત મામલે મહારાષ્ટ્રમાં સર્વાધિક 515 દર્દીઓનાં મોત થયા છે. ઉત્તરપ્રદેશમાં 113, કર્ણાટકમાં 97, આંધ્રપ્રદેશમાં 69, તમિલનાડુમાં 68, દિલ્હીમાં 36, પશ્રિમ બંગાલમાં 59, તેલંગાનામાં 10, ગુજરાતમાં 17, કેરેલામાં 12, રાજસ્થાનમાં 14, હરિયાણામાં 26, મધ્યપ્રદેશમાં 29, પંજાબમાં 91, છત્તીસગઢમાં 15, ઝારખંડમાં 10, જમ્મુ-કાશ્મીરમાં 19, ઉત્તરાખંડમાં 9, પોંડુચેરી અને ગોવામાં 11-11 દર્દીઓનાં મોત થયા છે.

Related Posts