કમલમ ખાતે કોર કમિટીની મિટીંગમાં 8 બેઠક માટે બબ્બે ઇનચાર્જની નિમણૂક

ગાંધીનગર:(gandhinagar) રાજ્યસભાની ચાર બેઠકની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકની પેટા ચૂંટણી(Election)ની તૈયારીઓ હવે પ્રદેશ ભાજપની નેતાગીરીએ શરૂ કરી દીધી છે. સોમવારે કમલમ કાર્યાલય ખાતે ભાજપ(BJP)ની બેઠકોને ધમધમાટ જોવા મળ્યો હતો. આ આઠ વિધાનસભા(Vidhansabha) બેઠક પૈકી અબડાસા વિધાનસભા બેઠક માટે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, લીંબડી બેઠક માટે મંત્રી આર.સી.ફળદુ અને નીતિન ભારદ્વાજ, કરજણ બેઠક માટે મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ તથા ડાંગ બેઠક માટે મંત્રી ગણપત વસાવા અને પૂર્ણેશ મોદીને ઇનચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા

કમલમ ખાતે કોર કમિટીની મિટીંગમાં 8 બેઠક માટે બબ્બે ઇનચાર્જની નિમણૂક

કમલમ કાર્યાલય ખાતે સોમવારે યોજાયેલી ભાજપની કોર ગ્રુપની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કોર ગ્રુપ, પ્રદેશના મહામંત્રીઓ અને પ્રદેશ અગ્રણીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીશ, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા ઉપસ્થિત રહ્યા હતા.

કમલમ ખાતે કોર કમિટીની મિટીંગમાં 8 બેઠક માટે બબ્બે ઇનચાર્જની નિમણૂક

ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, આજની આ બેઠકમાં આગામી સમયમાં યોજાનારી આઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીઓના સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ જે આઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે, તે તમામ બેઠકો માટે સરકારમાંથી એક મંત્રી અને સંગઠનમાંથી એક હોદ્દેદાર એમ બેઠક દીઠ બે-બે ઇનચાર્જની નિમણૂક કરવામાં આવી હતી. વિધાનસભા પેટા ચૂંટણીઓ અંગેની વ્યવસ્થા અને પૂર્વ તૈયારી અંગેનું પ્રદેશ સ્તરેથી સંકલન પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી કરશે.
આ આઠ વિધાનસભા બેઠક પૈકી અબડાસા વિધાનસભા બેઠક માટે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, લીંબડી બેઠક માટે મંત્રી આર.સી.ફળદુ અને નીતિન ભારદ્વાજ, કરજણ બેઠક માટે મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ તથા ડાંગ બેઠક માટે મંત્રી ગણપત વસાવા અને પૂર્ણેશ મોદીને ઇનચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઉપરાંત કપરાડા વિધાનસભા બેઠક માટે મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, મોરબી બેઠક માટે મંત્રી સૌરભ પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા, ગઢડા બેઠક માટે મંત્રી કુંવરજી બાવળિયા અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા તથા ધારી બેઠક માટે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) અને ધનસુખ ભંડેરીને ઇનચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણા અને ગઢડા બેઠક પર આત્મારામ પરમાર, ડાંગની બેઠક પર મંગળ ગાવીત, કપરાડા બેઠક પર જીતુ ચૌધરીને પણ ટિકિટ મળી શકે છે.

Related Posts