કોરાનાના નવા લક્ષ્ણો સામે આવ્યા,હૃદય, ફેફસા અને કિડનીમાં લોહીની ગાંઠો જોવા મળી

નવી દિલ્હી (New Delhi) : જેમ જેમ કોરોનાના સંક્રમણ (Corona/ Covid-19 Crisis) નો સમય આગળ વઘી રહ્યો છે, આ ચેપ જાણે એક ‘માયાજાળ’ બનતો જાય છે. એક તરફ વૈજ્ઞાનિકો (scientists) , ડૉકટરો (doctors) અને મોટા મોટા દેશોની રિસર્ચ ટીમ (research team) આ ચેપને નાથવા માટે રસી (corona vaccine) શોધવાની નજીક છે. મોટેભાગની રસીઓ માનવ પરીક્ષણોના નવા તબક્કાઓ (human trial phases) માંથી પસાર થઇ ચૂકી છે, સરકારો (government) રસી મળી જશે એવી લોકોને ખાતરી કરાવી રહી છે. પણ બીજી બાજુ આ ચેપના કંઇક નવા અને ભયંકર લક્ષ્ણો (new symptoms of corona) જ સામને આવી રહ્યા છે.

Global corona cases cross 21.26 million; death toll at 7.59 lakh

હાલમાં ઇંગ્લેન્ડ (England/London/UK) માં કરવામાં આવેલા એક અભ્યાસ (study) માં 22 થી 97 વર્ષની વયના 10 મૃત કોરોના દર્દીઓ (dead corona patients) ના પોસ્ટમોર્ટમ (postmortem) કરવામાં આવ્યા હતા. આમાંથી બધા દર્દીઓને તાવ હતો અને ઓછામાં ઓછા બે શ્વસન લક્ષણો (respiratory symptoms) હતા, મોટાભાગના ત્રણ અઠવાડિયામાં મૃત્યુ પામ્યા હતા. આ પોસ્ટમોર્ટમમાં ખબર પડી છે કે વાયરસને કારણે મૃત્યુ પામેલા દર્દીઓના ફેફસાં અને કિડની પર ઉઝરડા (ulcer) હતા. 9 દર્દીઓના ઓછામાં ઓછા એક મુખ્ય અંગ (હૃદય, ફેફસા અને કિડની) માં થ્રોમ્બોસિસ (લોહીની ગાંઠો – Thrombosis) મળી આવ્યું છે.

15 Types of Thrombosis Explained With Illustrations

સંશોધનકારોની ટીમે માર્ચથી જૂન દરમિયાન ઇમ્પિરિયલ કોલેજ NHS ટ્રસ્ટ (Imperial College Healthcare NHS Trust) ની હોસ્પિટલોમાં પોસ્ટમોર્ટમ કર્યા હતા. આમાં 22 થી 97 વર્ષની વયના 7 પુરુષો અને 4 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દર્દીઓના મૃત્યુ પાછળના સૌથી સામાન્ય કારણો હતા હાઈ બ્લડ પ્રેશર (high blood pressure) અને ક્રોનિક (chronic) અવરોધક પલ્મોનરી રોગ (Pulmonary embolism- ફેફસાના રોગોનું એક જૂથ જે શ્વાસ લેવામાં તકલીફ પેદા કરે છે). બધા દર્દીઓને તાવ (fever) હતો અને રોગના પ્રારંભિક તબક્કે ઓછામાં ઓછા બે શ્વસન લક્ષણો હતા. જેમ કે – દુ: ખાવો અને શ્વાસ લેવામાં તકલીફ. મોટાભાગના દર્દીઓ ત્રણ અઠવાડિયામાં મૃત્યુ પામ્યા હતા.

What Causes Blood Clots? | Symptoms of Deep Vein Thrombosis (DVT)

બધા દર્દીઓમાં ડિફ્યુઝ એલ્વિઓલર ડેમેજ (Diffuse alveolar damage -DAD) હતું. એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોકસાઈડ ગેસ એક્સચેંજ અને લોહીના પ્રવાહને અસર કરતુ ડેમેજ (damage). 10 દર્દીઓમાંથી 9 દર્દીઓની સંપૂર્ણ તપાસ કર્યા પછી, જાણવા મળ્યું કે તેમના મુખ્ય અંગોમાંથી કોઈ એક પર લોહીના ગંઠાવાનું હતું. થ્રોમ્બોસિસ રુધિરાભિસરણ તંત્રમાં સામાન્ય રક્ત પ્રવાહને અટકાવે છે અને સ્ટ્રોક અને હાર્ટ એટેક (heart attack/stroke) નું કારણ બની શકે છે. સંશોધનકારોને ફેફસાં પર થ્રોમ્બીના 8 દર્દીઓ, હૃદયના 5 દર્દીઓ અને કિડનીના 4 દર્દીઓ મળ્યાં છે. રેનલ ટ્યુબ્યુલર ઇજાના પુરાવા બધા દર્દીઓમાં જોવા મળ્યા હતા. આ કિડનીની ઇજા છે અને કિડની નિષ્ફળતા અથવા નુકસાનનું કારણ બની શકે છે. કિડનીમાં લોહીનો ધીમો પ્રવાહ અને ગંભીર ચેપ એનાં મુખ્ય કારણો છે.

Diffuse Alveolar Damage, Acute Interstitial Pneumonia | Thoracic Key

સંશોધનકારોએ બે દર્દીઓના સ્વાદુપિંડ (Pancreas) માં તીવ્ર સોજા હોવાના પુરાવો શોધી કાઢયા છે, જે આંતરડા (liver) ની બીમારી ઊભી કરે છે. કોવિડ 19 ના દર્દીઓમાં આંતરડાની ખામી આ પહેલા જોવા મળી નથી. જો કે તે સ્પષ્ટ નથી થયું કે દર્દીઓના સ્વાદુપિંડ પર સોજાનું કારણ કોરોનાનો ચેપ જ હતો કે બીજું કંઈક. સંશોધનકારોને દર્દીઓમાં મ્યુકોર માયકોસિસ (Mucormycosis) નામનું દુર્લભ ફંગલ ઇન્ફેક્શન (fungal infection) પણ જોવા મળ્યુ છે. મ્યુકોર માયકોસિસ એ એક પ્રકારનો ફંગલ ચેપ છે જે શરીરના અન્ય ભાગોને અસર કરવા માટે લોહીના પ્રવાહમાં ફેલાય છે. આ પ્રકારનું ફંગલ ઇન્ફેકશન ફેફસાં (lungs) , મગજ (brain) અને કિડની (kidney), બરોળ (Spleen) અને હૃદય (heart) સુધી ફેલાઇ શકે છે.

The Corona Crisis: The Rothschilds? Bill Gates? The Search For A ...

જો તમે આ આર્ટિકલ ચૂકી ગયા હો, તો જરૂરથી વાંચો….. “મલેશિયામાં કોરોનાનો નવો પ્રકાર ‘D614G’ જોવા મળ્યો, કોરોના કરતા 10 ગણો વધુ ગંભીર હોવાના દાવા” https://gujaratmitra.in/malaysia-detects-new-coronavirus-strain-d614g-which-is-ten-times-deadlier/

Related Posts