વિચારણીય

ક્યાંક વાંચેલું પણ ખૂબ જ વિચારવા જેવું. આપણે ટી વી ઉપર અમિતાભ બચ્ચન , ઐશ્વર્યા રાય , શિલ્પા શેટ્ટી , હૃતિક રોશન , જહોન અબ્રાહમ , તથા આવા ઘણા ઉદાહરણો આપી શકાય, જે ઓમાંથી કોઈક સાબુની તો કોઈક બ્રેકફાસ્ટની તો કોઈક Deo ની તો કોઈક હેલ્થ અંગેના પીણાની જાહેરાત કરતા રહેતા હોય છે અને આપણે બધા પળનોય વિચાર કર્યા વગર તેનો અમલ કરવા લાગીએ છીએ.

પણ જો તમારો કોઈ મિત્ર કે સગુ- વહાલું કોઈ નવો બિઝનેસ શરૂ કરશે તો આપણે એક રૂપિયાની વસ્તુ નહી ખરીદીએ, એટલું જ નહી ઉપરથી એવું કહીશું કે હું વિચારીશ અથવા પ્રોડક્ટ ખૂબ મોંઘી છે. કેમ આપણે એ લોકોને સપોર્ટ આપીએ છીએ કે જેમને આપણે ઓળખતા સુધ્ધાં નથી અને જેમની પાસે અઢળક રૂપિયા છે.

જ્યારે આપણી પાસે હજારો કારણો છે એમને સપોર્ટ નહી કરવાના જેમને આપણે ઓળખીએ છીએ અને જેઓ આપણી જેમ સામાન્ય જીવન જીવે છે. જ્યારે તમે તમારા એવા ઓળખીતાઓને મદદ કરો છો ત્યારે તમે તમારા જેવા જ કોઈકને આગળ આવવામાં અને આત્મનિર્ભર બનવાનો મોકો આપો છો. તેથી તમારા વિચારો બદલો, તમારા મિત્રો અને ઓળખીતાઓને સૌથી પહેલા પ્રમોટ કરો તે સમયની માંગ છે એવું નથી લાગતું ?

સુરત – સુરેન્દ્ર દલાલ (આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.)

Related Posts