વ્યાપારીકરણ બનેલ નવરાત્રી પર્વની ઝાકમઝોળ શેરી-પોળ પૂરતી સિમિત બનશે : ચણીયાચોળી અને ઇમીટેશન જ્વેલરીનો ધંધો ઠપ્પ

 (પ્રતિનિધિ) આણંદ, તા.૧૫  ગુજરાતની અસ્મીતા એટલે નવરાત્રી પર્વનો ગરબો છેલ્લા ત્રણ દાયકાથી વ્યાપારીકરણ બનેલ નવરાત્રી પર્વ આ વર્ષના કોરોના મહામારીના કારણે પર્વની ઝાકમઝોળ શેરી પોળ પૂરતી સીમીત બનવા પામશે. જેના કારણે ચણીયાચોળીથી માંડીને અન્ય આભુષણોના બજાર પર મંદીનો માર પડવા પામે તેવી ચિંતા વેપારી વર્તુળમાં ઉભી થવા પામી હોવાનું જાણવા મળેલ છે.

પ્રા વિગતો અનુસાર આણંદ શહેર જિલ્લમાં આ વર્ષે કોરોના વાયરસના સંક્રમણને લઈને નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાનું નક્કી કર્યું છે. જેને લઈને ચણીયાચોળી અને ઈમીટેશન જવેલરીના વેપારીઓ પર આ નિર્ણય જાણે કે પડતા પર પાટુ હોય તેવી સ્થિતિ સર્જાર્વા પામેલ છે. આણંદમાં એક દુકાન દીઠ પાંચ લાખની ચણીયાચોળી તેમજ ઈમીટેશન જવેલરી દરરોજ એક લાખના વેચાણ પર રોક લાગી જવા પામેલ છે. કોરોના વાયરસ સંક્રણ જે રીતે ફેલાઈ રહેલ છે તેને ધ્યાનમાં લઈને આણંદ શહેર લ્લિમાં મોટા ગરબા આયોજકો દ્વારા આ વર્ષે નવરાત્રી મહોત્સવ નીં ઉજવવાનું નક્કી કરેલ છે.

  જો નવરાત્રી મહોત્સવ ઉજવાય તો મોટાપાયે કોરોનાનું સક્રમણ વધવાની પુરેપુરી શકયતા છે જેને લઈને માત્ર શેરી ગરબાઓ અને તે પણ નિયમ સંખ્યામાં જ યોજાય તેમ છે આવા સંજોગોમાં ચણીયાચોળી અને ઈમીટેશન જવેલરી ની કોઈ ખરીદી નહીં તેમ લાગ રહેલ છે. નવરાત્રી મહોત્સવા એક માસ પહેલા યુવતીઓ દ્વારા મનગમતી ચણીયાચોળી ઈમીટેશન જવેલરી સહિત મેકઅપના સાધનોની ધુમ ખરીદી શરૂ થઈ જતી હતી જેને લઈને વેપારીઓ દ્વારા ભાતભાતની ચણીયા ચોળી વિવિધ પ્રકારની ઈમીટેશન જવેલરીનો સ્ટોક કરીને વેચાણ ચાલુ કરી દેતા હોય છે પરંતુ આ વખતે દુકાનોમાં પણ ચણીયાચોળીનો સ્ટોક હોય તેમ લાગતુ નથી ચણીયાચોળીના  વેપારીઓના જણાવ્યા મુજબ કોરોના સંક્રમણ અને તેને લઈને અપાયેલા લોકડાઉનથી આમેય ધંધો ઠપ્પ છે.

રાજય સરકાર દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવવા માટેના સંકેત આપ્યા પછી જ કાંઈક આશાનું કીરણ જોવા મળેલ હતું પરંતુ કોરોનાના સંંક્રમણને લઈને મોટાભાગના ગરબા આયોજકોએ આ વર્ષે ગરબા યોજવાની ના પાડી દીધી હોવાથી ચણીયાચોળીનું વેચાણ બિલકુલ થવા પામ્યું નથી. કારણ કે અત્યાર સુધીમાં તો દુકાન દીઠ પાંચ લાખની ચણીયાચોળીનો વેપાર થતો હતો. 

અમેરીકા બ્રીટન સહિતના દેશમાં યોજાતી નવરાત્રીને લઈને અહીંયાથી ચણીયાચોળી ખરીદી કરીને પાર્સલો દ્વારા મોકલી આપવામાં આવતી હતી તે તમામ ધંધો વેપાર એકદમ ઠપ્પ થઈ જશે .

બીજીબાજુ ઈમીટેશન જવેલરીનો ધંધા સાથે સંકળાયેલા વેપારીઓના જણાવ્યા મુજબ દર વર્ષે નવરાત્રી મહોત્સવને લઈને એક મહિના પહેલાથી જ યુવતીઓ દ્વારા ઈમીટેશન જવેલરીની ખરીદી ચાલુ કરી દેવાતી હતી જેમાં નેકલેસ ઓકસોડાઈઝ બેંગલ્સ ગળાનો સેટ ટ્રેડવારીક બેંગલ્સ બાજુબંધ બલૈયા નથણી પાયલ વગેરેની ધુમ  ખરીદી રહેતી હતી પરંતું આ વખતે નવરાત્રી મહોત્સવ નહીં યોજાય તેને લઈને ઉકત તમામની ખરીદી કોઈ કરતું ન હોઇ કોરોનાના કાળમાં વેપારીઓ ઉપર પડતા પર પાટુ સમાન છે.

આમ છતાં શેરી તથા પોળના ગરબા અગાઉનાવર્ષોની માફક રંગત પકડે તો મંદી તથા રોજગારી પરની અસર નહીંવત બનવા પામેની શકયતા પણ જોવામાં આવી રહી છે આમ છતાં હજુ નવરાત્રી પર્વને આ વર્ષના અધિક માસના કારણે એક માસ ઉપરાંતનો સમય બાકી છે. ત્યારે પર્વ પૂર્વ સ્થિતિ કોરોના અંતર્ગત સામાન્ય બનવા પામે તો ગરબા મેદાનો ગરબા માટે સજ્જ પણ થવા પામે તેવી ચર્ચા જોવા મળવા પામતી હોવાનું જાણવા મળેલ છે.

Related Posts