IPLમાં દર્શકોને મનોરંજન ની ગેરેન્ટી, કોમેન્ટેટર કરશે હવે આ કામ

દિલ્હી : આ વખતની IPL ખરેખર ચાહકો માટે ખાસ છે. ક્રિકેટ ચાહકો (Cricket fans) માટે IPL દિવાળી જેવો તહેવાર બની જાય છે એવામાં કોરોનાકાળ વચ્ચે ચાહકોની ઉદાસી દૂર કરશે ક્રિકેટનો આ નવો અંદાજ (new approach to cricket). અંદાજ બદલવાનું કારણ કોરોના જ છે જેના લીધે આ વર્ષે ક્રિકેટ ગ્રાઉન્ડ (Cricket Ground) પર ચોગ્ગા અને છગ્ગા જતા ચીયરલીડર્સ (Cheerleaders) ચાહકોમાં ઉત્સાહ અને જોશ ભરી શકશે નહી, પરંતુ ક્રિકેટ ચાહકો માટે તેનાથી પણ જરૂરી છે કોમેન્ટ્રી. કારણ કે કોમેન્ટરોનાં અનુમાનો અને અનુભવોનાં લીધે તથા કોમેન્ટેટર (Commentator) દ્વારા દર્શકોમાં ઉત્સાહ બનાવી રાખવાની ટેક્નિક તો માત્ર કોમેન્ટેટર પાસે જ છે અને કોરોનાનો કહેર કોમેન્ટ્રી પર જોવા નહી મળશે. પહેલી વખત દર્શકો અને ચીયરલીડર્સ વગર IPL થઈ રહી છે છતાં ચાહકોમાં ઉત્સાહની કમી ખલશે નહી.જે રીતે સાઉથ આફ્રિાકા (South Africa) અને વેસ્ટઇંન્ડિઝ (West Indies) માં રમાયેલા મેચમાં ઘરે બેસીને કોમેન્ટેટરોએ કોમેન્ટ્રી કરી તે જ રીતે IPLમાં ચાહકોને કોમેન્ટ્રીની કમી ખલશે નહીં.

IPLમાં દર્શકોને મનોરંજન ની ગેરેન્ટી, કોમેન્ટેટર કરશે હવે આ કામ

IPLનું 13મું સીઝન યુએઈ(UAE)માં રમાશે અને IPL પર જ બીજા દેશોનું પણ ફોકસ એનાં માટે હોય છે કે આ લીગ દુનિયાની સૌથી મોટી અને સૌથી મોંઘી લીગ છે જ્યાં વિશ્વનાં તમામ ક્રિકેટરો મેદાને નજરે પડશે. કહેવામાં આવે છે કે ક્રિકેટનું મક્કા મદિના ઇંગ્લેન્ડ છે પણ જ્યારે ભારતમાં IPL શરૂ થઈ જાય છે તો દુનિયાને દેશનાં ક્રિકેટ ચાહકોનાં ઉત્સાહ અને જોશનાં પડઘા સંભળાય છે. આ ટુર્નામેન્ટ 19મી સપ્ટેમ્બરથી રમાશે અને 8 નવેમ્બર સુધી આ ટુર્નામેન્ટ ચાલશે. પહેલી વાર દર્શકોને કંઈક નવુ જોવા મળશે. જણાવી દઈએ કે ભારતની ફ્રેન્ચાઈજી ખેલાડીઓ સાથે યુએઈ રવાના થશે જ્યાં તમામ ખેલાડીઓ અને સ્ટાફને સુરક્ષિત વાતાવરણમાં રાખવામાં આવશે એવામાં કોમેન્ટેટર યુએઈ નહીં જશે, ઘરેથી જ કોમેન્ટ્રી કરશે.

IPLમાં દર્શકોને મનોરંજન ની ગેરેન્ટી, કોમેન્ટેટર કરશે હવે આ કામ

ICCએ બહાર પાડેલા દિશાનિર્દેશો (Guidelines) મુજબ આ વર્ષે ચીયરલીડર્સ મેદાને ડાંસ કરતા નજરે નહીં પડશે કારણ કે સોશિયલ ડિસ્ટેન્સિંગ (Social distance) નું ઉલ્લંઘન થશે તથા બોલરોને બોલ ચમકાવવા થુક લગાવવા પર રોક લગાવવામાં આવી છે. ખેલાડીઓ ટોસ વખતે એક બીજા સાથે હાથ મળાવી શકશે નહીં કે વિકેટ જશે તો એકબીજા સાથે નજીક આવીને સેલિબ્રેશન (Celebration) કરશે નહી.

IPLમાં દર્શકોને મનોરંજન ની ગેરેન્ટી, કોમેન્ટેટર કરશે હવે આ કામ

તમામ મેચો દર્શકો વગર જ થશે તથા તમામ ખેલાડીઓની 14 દિવસમાં 4 વાર તપાસ કરવામાં આવશે. BCCIનાં એક અધિકારી મુજબ ખેલાડીઓ સાથે આવનાર માલિકો અને ખેલાડીઓનાં પરિવારનાં સભ્યોને પણ સુરક્ષિત વાતાવરણમાં રહેવું પડશે. હાલ સંપૂર્ણ માહિતી મળી નથી કે ખેલાડીઓની પત્નિઓને તેમની સાથે આવવા પરવાનગી મળશે કે નહીં.

Related Posts