એક મોટી સફળતા મેળવવા નાના-મોટા બધાનો ‘સહયોગ કરો’!

રામાયણ(Ramayana)નો જાણીતો પ્રસંગ છે કે લંકા પહોંચવા રામ નામ પથ્થર પર લખી સમુદ્રમાં નાખવામાં આવ્યા તે પથ્થર સમુદ્રમાં ડૂબવાને બદલે તર્યા અને પુલ બની ગયો.અને તેની પર ચાલીને ભગવાન રામ(Lord Rama) વાનરસેના સાથે લંકા(Lanka) પહોંચ્યા.પથ્થર પર રામનામ લખવાથી પથ્થર હળવાફૂલ બની તરવા લાગે છે તો મિત્રો, આપણે હ્રદયમાં રામનામ લખી સઘળી ચિંતા ભગવાનને ચરણે મૂકી હળવા ફૂલ બની જઈએ તો જીવન તરી જશું.

એક મોટી સફળતા મેળવવા નાના-મોટા બધાનો ‘સહયોગ કરો’!

આ સમુદ્ર પર પુલ બાંધતી વખતનો ઓછો જાણીતો પ્રસંગ છે નાની ખિસકોલી(Small Squirrel)નો …. જયારે વાનરો મોટા મોટા પથ્થર પર રામ નામ લખી સમુદ્રમાં નાખી પુલ બનાવતા હતા,ત્યારે નાનકડી ખિસકોલી પોતે પોતાનાથી ઉપાડી શકાય તેવા નાના નાના પથ્થર પર નાના અક્ષરે રામ નામ લખી સમુદ્રમાં નાખતી હતી.એક વાનરનું ધ્યાન આ ખિસકોલી પર પડ્યું.તેને નાના નાના પથ્થર રામ નામ લખી સમુદ્રમાં નાખતી જોઇને વાનર તેની મજાક ઉડાડવા હસવા લાગ્યો અને બોલ્યો, ‘અરે, મૂર્ખ ખિસકોલી તું રહેવા દે, આ નાના નાના પથ્થરોથી થોડો પુલ બંધાશે.અમે જો કેવા મોટા મોટા પથ્થર નાખીએ છીએ.તું રહેવા દે;આ નાના નાના પથ્થરોથી પુલ બંધાતાં વર્ષો લાગી જશે.’ બીજા બધા વાનરોએ પણ આ સાંભળ્યું અને બધા નાનકડી ખિસકોલી પર હસવા લાગ્યા.

એક મોટી સફળતા મેળવવા નાના-મોટા બધાનો ‘સહયોગ કરો’!

દૂરથી ભગવાન રામ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા.તેઓ ત્યાં આવ્યા અને વાનરોને કહ્યું, ‘આમ કોઈની મજાક ન ઉડાડો.જેમ તમે તમારો સહયોગ(Collaboration) આપો છો તેમ ખીસકોલી તેનો સહયોગ આપે છે.અને દરેકનો સહયોગ મહત્ત્વનો હોય છે.તમને ખબર છે તમે જે મોટા મોટા પથ્થરો નાખો છો તે બે મોટા પથ્થરોને એકબીજા સાથે જોડી રાખવાનું કામ આ ખિસકોલીએ ફેંકેલા નાના નાના પથ્થરો કરે છે.જો તે નાના પથ્થર ના ફેંકત તો તમારા ફેંકેલા મોટા પથ્થર એકબીજા સાથે જોડાયેલા ન રહેત સમજયા, કોઈનું કામ, કોઈની મદદ નાની નથી હોતી.’ વાનરોને શરમ આવી. તેમણે પોતાની ભૂલ માટે માફી માંગી અને ખિસકોલીનો આભાર પણ માન્યો.ભગવાન રામે સમજાવ્યું કે કોઈનો પણ નાનામાં નાનો સહયોગ પણ મહત્ત્વનો હોય છે.

એક મોટી સફળતા મેળવવા નાના-મોટા બધાનો ‘સહયોગ કરો’!

આપણે જીવનમાં યાદ રાખવું કે ભલે આપણે મોટાં કામ ન કરી શકીએ, જે નાનાં કામ કરી શકીએ તે કરવાં જોઈએ.જે રીતે શક્ય બને તે રીતે આપણો સહયોગ આપવો જોઈએ.ઘણી વાર આપણે એમ સમજીને કોઈ મદદ નથી કરતા કે આપણી નાનકડી મદદથી કોઈને શું ફરક પડશે.પણ આપણે માત્ર આપણે શું મદદ કરી શકીએ તેની પર ધ્યાન આપવું.ભલે નાનકડી મદદ હોય તે થોડો તો સહયોગ કરશે જ.માટે આપણા જીવનમાં આપનાથી જે બને તે સહયોગ આપતાં રહેવું. તેની અસર અને મહત્ત્વ પર ધ્યાન ન આપવું.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts