શહેર ભાજપ પ્રમુખ નિયુકતીની લટકેલ તલવાર વચ્ચે મહાપાલિકા જંગના પડઘમ

દાવેદારોમાં અસમંજસતા ત્રિકોણીયા જંગના આસાર

(પ્રતિનિધિ) વડોદરા, તા.૧૫ સર સયાજીરાવ ગાયકવાડે સંસ્કારી નગરી વડોદરા માટે ભાવિને ધ્યાનમાં રાખી સુચારૂ આયોજન કર્યા હતા.

પરંતુ બદલાતા સમયની સાથે સાથે રાજકીય પ્રવેશ થતાં જ સંસ્કારી નગરીનો સ્માર્ટ સીટીના ઓથા હેઠળ વિકાસ દો દેખાય. પરંતુ એ વિકાસ  નીચે ભ્રષ્ટાચાર ના પોપડા પણ વકરવા પામ્યા છે. ત્યારે આગામી નવેમ્બર માસમાં મહાપાલિકાનો ચૂંટણી જંગના પડઘમ શરૂ થઈ ચૂકયા છે. ભાજપ દ્વારા પુનઃ એકવાર સત્તા મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. તો બીજીબાજુ કોંગ્રેસ દ્વારા પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન છવાયેલ ભ્રષ્ટાચારના પોપડા પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં કુખેથી કરોડોના ખર્ચે વિશ્વામીત્રી નદીના સુચારૂ આયોજનમાં વકરેલ ભ્રષ્ટાચાર આવાસોની ફાળવણીના મુદ્દે નિષ્ફળતા તો ગેરકાયદે બાંધકામમાં વહીવટી ખેલ જેવા મુદ્દા સાથે શાસકપક્ષ ને ઘેરવાના ખેલ રચી સત્તા મેળવવા માટેના પ્રયાસ કરાશે.

ત્યારે આ બધા વચ્ચે મહા પાલિકા ચૂંટણી જંગના પડઘમ શરૂ થઈ ગયા હોય હજુ સુધી છેલ્લા નવ માસ થી શહેર ભાજપ પ્રમુખની નિમણુંક પર તલવાર લટકવા પામેલ હોય ચૂંટણી જંગમાં દાવેદારી કરનારાઓમાં રજૂઆત મુદ્દે અસમંજસતા ઉભી થવા પામેલ છે. જો કે કેટલાક દાવેદારો એ પોતાના ગોડફાધરોના શરણ પર પહોંચી ગયા હોવાનું જાણવા મળેલ છે.

પરંતુ આ વખતના જંગમાં શાસકપક્ષમાં વર્તમાનમાંથી મોટાભાગના પત્તા કપાઈ જવાની શકયતા તો પણ જોવામાં આવી રહેલ છે જેના કારણે નવા ચહેરાની પસંદગી પણ અંદર ખાનેથી શરૂ થઈ ગયાનું સુત્રો દ્વારા જાણવ મળેલ છે. આગામી નવેમ્બર માસમાં ચૂંટણી જંગ યોજાવા સતે બે મુખ્ય રાજકીય પક્ષો તો મેદાનમાં ઉતરશે. પરંતુ નવા એક રાજકીય પક્ષ પણ પાલિકાના તમામ ૧૯ વોર્ડની તમામ ૭૬ બેઠકો પર ચૂંટણી જંગ લડશેનું જાણવા મળતા ચૂંટણી જંગ ત્રીકોણીયો બનવા પામશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે મહાપાલિકાના આગામી ચૂંટણી જંગમાં ત્રીજા પરીબળ તરીકે તમામ બેઠકો પર આરએસવીપી પક્ષ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવેલ છે. જે મુદ્દે આરએસવીપીના રાજેશ આયરે સાથે ટેલીફોનીક વાતચી કરતા તેઓએ જણાવ્યું હતું કે પ્રજા પરીવર્તન મંત્રીના રાજેશ આયરે સાથે ટેલીફોનીક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે પ્રજા પરીવર્તન માંગી રહેલ છે. અને અઢી દાયકામાં શહેરના વિકાસના ઓથા હેઠળ નકરો ભ્રષ્ટાચાર વકરવા પામેલ છે ની સાથે સાથે સરકારના જ ‘‘સબ કા સાથ સબકા વિકાસ’’ ના કેટલાક પ્રતિસ્પર્ધી  વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવમાં ઉપેક્ષા કરવામાં આવતા શાસકપક્ષના સનિક નેતાઓ આ મંત્રનું ખંડન કરી રહયાની લાગણી દર્શાવી પોતે ભાજપમાં જોડાનાર હોવાના અહેવાલ ને રદીયો આપી કોઈકના ઈશારે રાજકીય મુરાદ બર લાવવા કે પાલિકામાં પ્રજાના ઉઠેલ વિરોધના પગલે શાસકપક્ષ માટે આ વખતે નરેન્દ્ર મોદીરૂપી રામના નામે સત્તાની વૈતરણી પાર પાડવામાં કઠણાઈ ઉભી થવા પામેલ હોય તેવા ગતકડાં ઉભા કરવામાં આવી રહયાનું જણાવ્યું હતું. જો કે અઢી દાયકા થી વોડદરા મહાપાલિકામાં એક હથ્થુ શાસન કર્તાઓ માટે આ વખતે સત્તાપ્રાી માટે લોઢાના ચણા ચાવવાનો ખેલ બનવા પામે તેવી ચર્ચા સ્થાનિક સ્તરે ઉઠવા હોવાનું જાણવા મળેલ છે. આમ છતાં તડજોડની રાજનીતી આગામી સમયમાં ચૂંટણી જંગ પુર્વ યોજાય તેવી શકયતા વચ્ચે દેખો આગે કયા હોતા હૈ !!

Related Posts