ચીનને ચમત્કાર દેખાડવા ભારત-અમેરિકા એક થયા, અહીં અમેરિકા પોતાનું સૈન્ય તૈનાત કરશે

અમેરિકા(America) : અમેરિકાનાં નિષ્ણાંતો(Experts) દ્વારા દાવો કર્યો છે કે ચીન(China) જેવી રીતે ભારત(India) તથા દક્ષિણ પૂર્વીય એશિયા(Esia)માં પોતાનો દબદબો કાયમ કરી રહ્યો છે તેને જોતા એવુ લાગે છે કે ચીન યુદ્ધ(War) જેવી સ્થિતિ પેદા કરી રહ્યો છે. વધતો ખતરો જોઈને અમેરિકાએ યુરોપથી પોતાની સેના ઘટાડી ચીન વિરુદ્ધ સેના મોકલવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પીયોએ ચીનને ભારત સહીત દક્ષિણ-પૂર્વ એશિયા માટે ખતરો બતાવ્યો હતો. ચીન મલેશિયા, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ જેવા બીજા પડોશી દેશો સાથે તણાવની સ્થિતિ ઉત્પન્ન કરી રહ્યો છે. તે માટે અમેરિકા યુરોપથી સેનામાં ઘટાડો કરીને એશિયામાં તૈનાત કરશે.

ચીનને ચમત્કાર દેખાડવા ભારત-અમેરિકા એક થયા, અહીં અમેરિકા પોતાનું સૈન્ય તૈનાત કરશે

માઈક પોમ્પિયોએ ગુરુવારે કહ્યું હતું કે ભારત અને દક્ષિણ-પૂર્વમાં વધતો ખતરો જોઈને અમેરિકાએ યુરોપથી પોતાની સેના ઓછી કરવાનો નિર્ણય લીધો છે. તેમને કહ્યું કે ચીન પડોશી દેશો માટે આવનાર સમયમાં ખતરો બની શકે છે. યુદ્ધની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે તે માટે તૈયાર રહેવા કહ્યું હતું. નિષ્ણાંતો મુજબ, ચીન માત્ર અમેરિકાને પારખવા માટે આ તમામ કાવતરુ કરી રહ્યો હોવાની આશંકા છે. અમેરિકાનાં નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે ચીન જે આક્રામક રીતે તણાવનો માહોલ પેદા કરી રહ્યો છે તે આવનાર સમયમાં ઘાતક સાબિત થઈ શકે છે.

ચીનને ચમત્કાર દેખાડવા ભારત-અમેરિકા એક થયા, અહીં અમેરિકા પોતાનું સૈન્ય તૈનાત કરશે

ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદ થઈ રહ્યો હતો ત્યારે ચીની સબમરીન પૂર્વ ચીન સમુદ્રમાં જાપાનના દાવા કરેલા પ્રદેશ પહોંચી હતી. જ્યારે કોરોનાએ વિશ્વનાં તમામ દેશોનું ધ્યાન ભટકાવ્યું એવામાં ચાલાક ચીન કાવતરુ રચી રહ્યું હતું. ચીન બીજા દેશોનું ધ્યાન ભટકાવીને પડોશી દેશોનાં સરહદમાં ઘૂસીને યુદ્ધ તરફ જઈ રહ્યું છે. ચીન દક્ષિણ-પૂર્વીય દેશોને દબાવવાનાં પ્રયાસો કરી રહ્યુ છે. ચીને જે રીતે સરહદો પર યુદ્ધ જેવી સ્થિતિ ઉત્પન્ન કરી છે તે માટે હવે અમેરિકા ભારતનાં પડઘે ઉભુ છે. વિશ્લેષકો દ્વારા 1979નાં વિયેતનામ યુદ્ધ પછી ચીને ભારત સમક્ષ મોટી સંખ્યામાં ગલવાન અઠડામણમાં આટલા સૈનિકો ગુમાવ્યાં છે.

ચીનને ચમત્કાર દેખાડવા ભારત-અમેરિકા એક થયા, અહીં અમેરિકા પોતાનું સૈન્ય તૈનાત કરશે

ચાઇનાએ તાઇવાન નજીક લશ્કરી પ્રવૃત્તિમાં ઝડપથી વધારો કર્યો છે. ગયા અઠવાડિયે, ચીની વિમાનો તાઈવાનના હવાઈ ક્ષેત્રમાં ઉડ્યા હતા. ઓગસ્ટમાં ડ્રેગન લશ્કરી કવાયત પણ કરવા જઇ રહ્યો છે, જે તાઇવાનના પ્રેટાસ ટાપુઓના કબજાની દિશામાં દેખાય છે. તેણે દક્ષિણ ચાઇના સમુદ્રમાં બે વહીવટી ઠીકાનાઓ પણ બનાવ્યાં છે. ગયા અઠવાડિયે 2018 પછી પહેલી વાર પૂર્વ ચાઇના સમુદ્રમાં જાપાન નજીક ચીની સબમરીન જોવા મળી હતી અને ત્યાર બાદ જાપાનને પરમાણુ સબમરીન મોકલવી પડી. ચીન લાંબા સમયથી જાપાનના સેકાકુ ટાપુઓ પર પણ દાવો કરી રહ્યું છે.

Related Posts