ચીને સીમા પાર કરવાની કોશિશ કરી હતી, અને ચીને જ હવામાં ફાયરિંગ કર્યુ હતુ :ભારત

નવી દિલ્હી (New Delhi): પૂર્વીય લદ્દાખ (Eastern Ladakh) માં ભારત-ચીન બોર્ડર (India China Border) પર સ્થિતિ ગંભીર છે, એ આપણે બધા જાણીએ જ છીએ. પણ સોમવારે ચીને બધી હદ વટાવી દીધી ભારતીય સૈન્યએ સમાચાર આપ્યા છે કે ચીને ભારતની સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. એટલુ જ નહીં ચીને હવામાં ફાયરિંગ પણ કર્યુ. ભારત અને ચીન વચ્ચે સીમા શાંતિના કરાર મુજબ લદ્દાખમાં કોઇપણ સૈન્ય શસ્ત્રોનો ઉપયોગ કરી શકતુ નથી. એવી સમજૂતી થઇ છે. પણ જીને આજે એ નિયમોનુું પણ ઉલ્લંઘન કર્યુ છે. જો કે ચીન એવા દાવા કરી રહ્યુ છે કે ભારતીય સૈન્ય તરફથી હવામાં ફાયરિંગ કરવાની પહેલ કરવામાં આવી હતી.

પૂર્વી લદ્દાખના પેંગોંગ ત્સો તળાવના (Pangong lake) દક્ષિણ કિનારે ભારતીય સૈન્ય (Indian Army) ચુસ્તપણે સતર્ક છે. ભારતીય સૈન્યના લીધે ચીનને ત્યાંથી પીછેહટ થવુ પડ્યુ હતુ છતાં હજુ પણ ચીન સેના (PLA) તેના કાવતરાને બંધ કરતુ નજરે પડી રહ્યુ નથી. એક રિપોર્ટ અનુસાર, સેટેલાઇટ તસ્વીરથી જાણવા મળ્યુ છે કે, જ્યાં સૌથી વધુ હલચલ છે ત્યાં ચીની સૈનિકો તેમની સ્થિતિ મજબૂત કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ચીને આ વિસ્તારમાં કેટલીક જગ્યા પર હજુ વધારે સૈનિક અને ઘણા ટેન્ક પણ મોકલ્યા છે. સેટેલાઇટથી મળેલી તસ્વીરોથી જાણવા મળ્યું છે કે, ચીન આ વિસ્તારોમાં નવા સૈન્ય મથકો બનાવવામાં લાગી ગયુ છે.

ચીન દ્વારા મધ્યરાત્રિએ ઘૂષણખોરીના નિષ્ફળ પ્રયાસો બાદ ભારતીય સેનાએ LAC પર પોઝિશન બદલી

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) 5 સપ્ટેમ્બરે પોતાના ચીની સમકક્ષ જનરલ વેઇ ફેંગશેને (Wei Fenghe) કહ્યુ હતુ કે ચીને કડક રીતે લાઇન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ (LAC)ને માન આપવુ જોઇએ અને તેના પરની યથાવત સ્થિતિ એકપક્ષી રીતે બદલવાનો કોઇ પ્રયાસ કરવો જોઇએ નહીં. આ સાથે તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતુ કે ભારત તેના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતાના રક્ષણ માટે પ્રતિબધ્ધ છે એમ અધિકારીઓએ આજે જણાવ્યુ હતુ.

Image

ચૂશૂલ સેક્ટર (Chushul sector) માં પણ પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ની આક્રમકતા બાદ ભારતીય લશ્કરે લદ્દાખમાં 1,597 કિલોમીટર લાઇન ઑફ એકચ્યુઅલ કંટ્રોલ (Line Of Actual Control-LAC) પર સરહદની વ્યવસ્થાપનથી તેની પોઝિશન બદલીને ચીનના પ્લાનને નિષ્ફળ કર્યો હતો. ચીની એરફોર્સે અક્સાઇ ચીન વિસ્તારમાં કબજો કરી લીધો છે અને ભારત પર હવાઇ રીતે હુમલો કરવાની તૈયારી કરી બેઠુ છે.

Video | Arunachal to Ladakh, China Has Intruded: Can India Stay in Denial?

પણ ભારતે સામે પોતાના હવાઇ સૈન્ય સ્થિત કરી દીધા છે. ભારતીય સેના હવે લદ્દાખના દરેક સંવેદનશીલ વિસ્તારોમાં કોઈપણ ચીની આક્રમણનો સામનો કરવા અને સરહદને સંપૂર્ણ રીતે સલામત રાખવાની સ્થિતિમાં છે. ચીની આક્રમણને આ ક્ષેત્રમાં ધ્યાનમાં લેવા અને તમામ બોર્ડરનો બચાવ થાય તે સુનિશ્ચિત કરવા ભારતીય સૈન્યે પોતાની રણનીતિ બદલી હતી.

Related Posts