જુઓ ચીન ભારત પર કઈ રીતે સાયબર હુમલાની ફિરાકમાં છે!

ઓસ્ટ્રેલિયા(Australia)ના સરકારી અને ખાનગી ક્ષેત્ર પર ગયાં અઠવાડિયે ખૂબ મોટો સાઇબર એટેક (Cyber ​​Attack) કરવામાં આવ્યો હતો. માનવામાં આવે છે કે, આ એટેક પાછળ કોઈ દેશનો હાથ છે. ચીન સામે આંગળી ચિંધવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસ(Prime Minister Scott Morris)ને કોઈ દેશના નામનો ઉલ્લેખ કર્યો નથી. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, તપાસમાં કોઈ મોટો ડેટા ચોરાયો હોવાની વાત સામે આવી નથી. મોરિસને શુક્રવારે કૈનબરામાં મીડિયાને જણાવ્યું હતું કે, આ હુમલો સરકાર, ઉદ્યોગ, રાજકીય સંગઠન, શિક્ષા, સ્વાસ્થ્ય અને જરૂરી સેવા સહિતના ક્ષેત્રો ઉપર કરવામાં આવ્યો છે. વિશ્વનો સિનારિયો ખુબ જ ઝડપથી બદલાઈ રહ્યો છે. શું ચાલી રહ્યું છે આ બધું!? કોણ દુનિયા પર સર્વોપરી થવા માગે છે અને શા માટે, સમજવાની કોશિશ કરીયે.

જુઓ ચીન ભારત પર કઈ રીતે સાયબર હુમલાની ફિરાકમાં છે!
પહેલાં કોરોના વાઇરસ(Corona Virus) ચીનમાંથી ફેલાયો. એવું કહેવાયું કે, આ ચીનની જૈવિક શસ્ત્રો(Biological weapons)ની લેબમાંથી કોરોના વાઇરસ ફેલાયો છે.એ પછી વિશ્વના સમીકરણો બદલાવા માંડ્યાં. ચીન એકલું પડી ગયું. અમેરિકા(America)નું પ્રેશર વધી ગયું હતું. એક જ ઉપાય હતો, હવે ભારત(Inida)ને સરહદ પર ડરાવો. ભારતની સરહદ પર છમકલાં શરૂ કરતાં પહેલાં નેપાળ, તિબ્બેટ અને શ્રીલંકાને તૈયાર કર્યું. પાકિસ્તાન પહેલેથી જ ખોળે બેઠેલું છે. ઉત્તર કોરિયાનો સપોર્ટ છે. હોંગકોંગ પહેલેથી જ કબજામાં છે. ભારતને ડરાવીને પોતાના તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો અને હવે વિશ્વના દેશો પર સાયબર હુમલાઓ શરૂ થયાં છે! પહેલો ટાર્ગેટ ઓસ્ટ્રેલિયા બન્યું છે! ઓસ્ટ્રેલિયામાં સાયબર હુમલાઓ પાછળ ચીનની PLA, પીપલ્સ લિબરેશન આર્મીનું એક યુનિટ ૬૧૩૯૮ જવાબદાર છે! જેનાંથી આખી દુનિયા ગભરાઈ રહી છે!
જુઓ ચીન ભારત પર કઈ રીતે સાયબર હુમલાની ફિરાકમાં છે!

શું છે ૬૧૩૯૮ યુનિટ? એવું કહેવાય છે કે, data is the new oil મતલબ કે, ડેટા નવું ઇંધણ છે. આવાંમાં ચીન તેનાં દુશ્મનો અને હરિફોને પાડી દેવા માટે તેનાં ડેટા ચોરવામાં લાગેલું છે. આ માટે ચીનની સેના PLA પાસે બાકાયદા એક યુનિટ છે. આ યુનિટનું નામ છે, PLA યુનિટ ૬૧૩૯૮. આ યુનિટના બીજા અનેક નામ પણ છે, જેમ કે, કમેન્ટ ક્રૂ, કમેન્ટ પાંડા, એડવાન્સ પરસિસ્ટેન્ટ થ્રીટ વગેરે વગેરે.

જુઓ ચીન ભારત પર કઈ રીતે સાયબર હુમલાની ફિરાકમાં છે!

ક્યાંથી ઓપરેટ કરે છે યુનિટ ૬૧૩૯૮? PLAના હેકિંગ યુનિટનું હેડક્વાટર શાંઘાઈના બહારના વિસ્તાર ડાટોંગ રોડ પર આવેલું છે. ૧૨ માળની એક ઈમારત છે. અહીંથી દુનિયાના વિવિધ ઈલાકાઓમાં હેકિંગને અંજામ આપવામાં આવે છે. કોણે આ યુનિટનો પીછો કરીને શોધી કાઢ્યું જાણો છો? અમેરિકાની કમ્પ્યૂટર સિક્યુરિટી ફર્મ મૈનડિએન્ટે આ યુનિટનું એડ્રેસ શોધી કાઢ્યું હતું. ૨૦૧૩માં મૈનડિએન્ટે ૬૦ પેજની એક સ્ટડી પ્રસિદ્ધ કરી હતી. તેમાં આ ઇમારત અને યુનિટ વિશે જણાવ્યું હતું. અમેરિકી સિક્યુરિટી ફર્મની આ સ્ટડીમાં શું હતું ખબર છે? આ સ્ટડીમાં જણાવવામાં આવ્યું હતું કે, અમેરિકામાં થયેલાં સેંકડો સાઇબર અટેકને ટ્રેક કરતાં તેનું આઇપી એડ્રેસ ચીનની શાંઘાઈ સ્થિત એકઆ ઇમારત સુધી પહોંચતું હતું.

હવે એ સમજીયે કે, યુનિટ ૬૧૩૯૮ ક્યાં ક્યાંથી ડેટા ચોર્યાં છે? ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ મુજબ, કમેન્ટ ક્રૂ મતલબ કે, યુનિટ ૬૧૩૯૮એ અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાંથી ડેટા હેક કર્યાં છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક પાવર ગ્રીડ, ગેસ લાઇન, વોટર સપ્લાઇ, તેલની પાઇપલાઇન, કોલ માઇન્સ, કેમિકલ પ્લાન્ટ, ટેલિકોમ કંપનીઓ, સૈન્યના કોન્ટ્રેક્ટ વગેરે મોટાભાગના ક્ષેત્રોના ડેટા ચોરી લીધાં છે. મૈનડિએન્ટના જણાવ્યાં મુજબ, ચીનના હેકિંગ યુનિટે વિશ્વની વિવિધ કંપનીઓની ટેક્‌નોલોજી બ્લ્યૂપ્રિન્ટ, નિર્માણ પ્રક્રિયા, ક્લિનિકલ ટ્રાયલ્સના રિઝલ્ટ વગેરે ડેટા ચોરી લીધાં છે. ચીનની આર્મી પર આરોપ શું મૂકવામાં આવ્યો છે, જાણો છો? આરોપ એવો મૂકવામાં આવે છે કે, ચીનનું આ યુનિટ મહત્ત્વના ડેટા ચોરી લઈને ભવિષ્યમાં પોતાની કંપનીઓ દ્વારા કરવામાં આવતી ડીલમાં તેનો ઉપયોગ કરે છે. ઉદાહરણ પણ છે!

જુઓ ચીન ભારત પર કઈ રીતે સાયબર હુમલાની ફિરાકમાં છે!

આ રહ્યું, એ પણ જાણી લો. વર્ષ ૨૦૦૯માં અમેરિકાની જાયન્ટ મલ્ટિનેશનલ કંપની કોકાકોલાએ ચીનની એક જ્યૂસ કંપની ખરીદવા યોજના બનાવી હતી. આ કંપનીનું નામ છે ચાઇના હ્યુઆન જ્યૂસ ગ્રૂપ.કોકાકોલાએ ૨.૪ બિલિયન ડોલર, મતલબ કે, લગભગ ૧૩ હજાર કરોડની ઓફર આપી હતી. આ કોઈપણ ચીની કંપની માટે સૌથી મોટી ઓફર હતી. ડીલ ચાલી રહી હતી ત્યારે ચીનની આ હેકિંગ યુનિટે કોકાકોલા કંપનીના કમ્પ્યૂટર્સને હેક કરી નેગોસિએશન સ્ટ્રેટેજીના ડેટા ચોરી લીધાં હતાં! એટલું જ નહીં, નેગોસિએશન સ્ટ્રેટેજી મતલબ કે, સૌદાબાજીની રણનીતિ જાણી લીધી હતી. જોકે, ચોરી પકડાઈ જતાં આ ડીલ કોકાકોલા દ્વારા તાત્કાલિક કેન્સલ કરવામાં આવી હતી. છેલ્લાં પાંચ વર્ષમાં ચીનના હેકિંગ યુનિટે કોને-કોને નિશાન બનાવ્યાં છે, જાણો છો? કમ્યૂટર બનાવતી કંપની ડૈલનો દાવો છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં ચીનના હેકિંગ યુનિટે અમેરિકા, યુનાઇટેડ નેશન, કેનેડા, દ.કોરિયા, તાઇવાન, વિયેટનામ સહિત દેશોને નિશાન બનાવ્યાં છે.

જુઓ ચીન ભારત પર કઈ રીતે સાયબર હુમલાની ફિરાકમાં છે!

ઓસ્ટ્રેલિયા પર માસ સ્કેલ પર થયેલાં સાયબર હુમલા પર પાછા ફરીને તો આ એક વેઇકઅપ કોલ આખી દુનિયા માટે છે.સ્ટ્રેલિયાના પીએમ મોરિસને એવું કહ્યું હતું કે, અમને ખબર છે કે, આ કોઈ દેશ તરફથી કરવામાં આવેલો હુમલો છે. તેની પદ્ધતિ સ્પષ્ટ જણાવે છે. ઓસ્ટ્રેલિયન સરકાર તેનાં પ્રતિ સચેત છે અને ચેતવણી પણ આપી રહી છે. તેમણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા તેમનાં ખાસ સહયોગી અને ભાગીદારો સાથે આ જોખમ વિશે કામ કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ એવું પણ કહ્યું, અમે માહિતી એટલાં માટે આપીએ છીએ કારણ કે લોકો જાગ્રત થાય. આ વિશે જાહેરમાં બોલીને અમે ચિંતા વ્યક્ત નથી કરી રહ્યાં, પરંતુ લોકો જાગ્રત રહે તે માટે માહિતી આપી રહ્યાં છીએ. કોરોનાની મહામારી વચ્ચે સાયબર હુમલાની વ્યાપક અસર , સ્વાસ્થ્ય સંબંધી બેઝિક જરૂરિયાતો અને જરૂરી સેવાઓ પર થઈ છે. આ સંસ્થાઓની હિંમત વધારવામાં આવી રહી છે. તેમને કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ તેમની ટેકનિકલ સુવિધાઓનો ઉપયોગ કરે.

ચીન-ઓસ્ટ્રેલિયા(China-Australia)માં લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી છે. આ સાયબર એટેક પાછળ ચીન ઉપર શંકા એટલાં માટે કરવામાં આવી રહી છે કારણકે ઘણાં સમયથી બંને દેશો વચ્ચેના સંબંધો સારાં નથી. ચીન ઓસ્ટ્રેલિયાને અમેરિકાની પૂંછડી કહે છે. ઓસ્ટ્રેલિયાએ પણ કોરોના વાઈરસ ક્યાંથી ફેલાયો છે તેની તપાસ કરવા માટે અમેરિકાને સપોર્ટ આપ્યો હતો અને તેને પણ ચીન પરશંકા છે. ઓસ્ટ્રેલિયન એમ્બેસી(Australian Embassy)એ ગયાં મહિને ચીન પર પ્રહાર કર્યા હતાં.ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બૈરી ઓ ફેરલે ગયાં મહિને કહ્યું હતું કે, બીજા વિશ્વ યુદ્ધ પછી અમુક નિયમ બન્યાં હતાં. જેનું પાલન ભારત અને ઓસ્ટ્રેલિયા કરી રહ્યાં છે, પરંતુ ચીન નહીં. તેમણે કહ્યું હતું કે, દક્ષિણ ચીન સાગરમાં ચીન હાલની સ્થિતિને એક પક્ષીય રીતે બદલવાનો પ્રયત્ન કરી રહ્યું છે, જે આ મુદ્દે બનેલી સામાન્ય સહમતિ પ્રમાણે નથી.

ચીનના મામલે આવી સ્થિતિ કંઈક આપણી પણ છે. હાલ આપણે ભલે સરહદ અને કોરોના સામે લડી રહ્યાં હોઈએ, પણ આગામી સમયમાં ચીનને આર્થિક મોરચે પછાડવાની કોશિશ કરશું ત્યારે સાઇબર વોર માટે પણ તૈયાર રહેવું પડશે. દુનિયામાં એકલું પડી ગયેલું ચીન કોઈપણ ભોગે ભારતનો શિકાર કરીને પોતાની સ્થિતિ મજબૂત કરવાની કોશિશ કરશે. ભારતની ઇન્ટેલિજન્સ એજન્સીઓએ ચેતવણી આપી દીધી છે કે, ચીન ભારતના વિવિધ ઠેકાણાંઓ પર સાયબર અટેકની ફિરાકમાં છે. આને જો આપણાં પર મોટાપાયે સાયબર અટેક થાય તો કેવી પરિસ્થિતિ સર્જાઈ એ તમે જાણો જ છો.

આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts