2007થી ચીન ભારત પર સાયબર હુમલાઓ કરી રહ્યુ છે

નવી દિલ્હી (New Delhi): ભારત અને ચીન વચ્ચે લડાખમાં (Ladakh) વાસ્તવિક નિયંત્રણ રેખા (Line Of Actual Control-LAC) પર છેલ્લા 5 મહિનાથી તણાવ ચાલી રહ્યો છે. ચીની સૈન્યના આક્રમક વલણ ઉપરાંત ચીન પર હેકિંગ (hacking) મારફતે ભારતની ગુપ્ત માહિતી ચોરી કરવાના પ્રયાસના આરોપ પણ લાગ્યા છે. ત્યારે અમેરિકી સંસ્થાનના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચીની હેકર્સ વર્ષ 2007થી જ ભારતના સેટેલાઈટ કમ્યુનિકેશન નેટવર્ક (Satellite Communication Network) પર હુમલાના પ્રયાસ કરી રહ્યા હતા.

What is a cyber attack? Recent examples show disturbing trends | CSO Online

અમેરિકા સ્થિત ચાઈના એરોસ્પેસ સ્ટડીઝ ઈન્સ્ટીટ્યુટ (China Aerospace Studies Institute-CASI) જે ચીનની અવકાશ ગતિવિધિઓની માહિતી રાખતી સંસ્થા છે તેના જણાવ્યા મજુબ ભારતના સેટેલાઈટ કમ્યુનિકેશન પર વર્ષ 2017માં એક સાયબર હુમલાના (Cyber Attack) પ્રયાસ થયા હતા. આ તે હુમલાઓ પૈકી હતો જે ચીન છેલ્લા 13 વર્ષોથી કરી રહ્યું છે. ભારતીય અવકાશ શોધ સંસ્થાનનું (Indian Space Research Organisation-ISRO) પણ માનવું છે કે સાયબર અટેક કમ્યુનિકેશન માટે મોટુ જોખમ છે, જો કે હજી સુધી સંસ્થાનના સિસ્ટમ તેનાથી પ્રભાવિત થયા નથી.

સીએએસઆઈના અહેવાલ મુજબ વર્ષ 2012થી 2018 વચ્ચે ચીને કેટલીક વખત ભારતીય નેટવર્ક પર સાયબર હુમલો કરવાના પ્રયાસ કર્યો હતો. વર્ષ 2012માં ચીનના નેટવર્ક આધારિત કમ્પ્યુટર હુમલાનું નિશાન જેટ પ્રોપલ્શન લેબોરેટ્રી (jet propulsion laboratory -JPL) હતી. ચીન આ હુમલા મારફતે જેપીએલના નેટવર્ક પર નિયંત્રણ / કંટ્રોલ કરવા માગતું હતું. અહેવાલમાં ચીન દ્વારા કરાયેલા અન્ય સાયબર હુમલા અંગે પણ જણાવવામાં આવ્યું છે.

આ સિવાય ભારતમાં સ્થિત ઓછામાં ઓછા 72 સર્વરો (servers) કથિત રૂપે ભારતીય વપરાશકર્તાઓનો ડેટા (Indian Users’ Data) ચીનને (China) મોકલી રહ્યા છે અને આના કેન્દ્રમાં ચીની ટેકનોલોજી જૂથના ક્લાઉડ ડેટા સર્વરો અલીબાબા (Alibaba) છે, એમ ગુપ્તચર સૂત્રોએ (Spy Agency) જણાવ્યુ હતુ. અધિકારીઓના મતે ચાઇનીઝ કંપની અલીબાબાના ક્લાઉડ ડેટા સર્વરો (Cloud data server) વ્યવસાયોમાં વ્યાપકપણે લોકપ્રિય છે કારણ કે તેઓ યુરોપિયન સર્વરો (European Servers) કરતા સસ્તા દરે સેવાઓ આપે છે. જો કે તેઓ ભારતમાંથી “ડેટા ચોરી” (Data Stealing) કરવા માટે મોટે ભાગે જવાબદાર છે, અને તેમના ઘરેલુ દેશ, ચીનને ડેટા મોકલતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

Related Posts