SURAT

સુરત: વિદેશ એક્સપોર્ટ કરવામાં આવતા કેમિકલની ચોરી કરી રેતીનો જથ્થો મોકલવાનું કૌભાંડ ઝડપાયું

સુરત : સુરતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરત જિલ્લા પોલીસની (Surat police) ટીમે પીપોદરા ગામ બજરંગ ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટના એક ગોડાઉનમાં દરોડા (Raid) પાડ્યા હતા. તેમજ અને વિદેશોમાં એગ્રો કેમિકલની (Agrochemical) જગ્યાએ રેતીનો (Sand) જથ્થો એક્સપોર્ટ (Export) કરવાના કૌભાંડને (Scam)) ઝડપી પાડ્યું છે. પોલીસે આ સાથે કેમિકલ માફિયા સહિત બેની ધરપકડ (Arrested) કરી રૂપિયા 79.66 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મળતી માહિતી મુજબ પ્રાથમિક પુછપરછમાં ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો છે. ભરૂચની કેમિકલ કંપની દ્વારા હજીરા પોર્ટથી દરિયાઈ માર્ગે વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતો ઍગ્રો કમિકલનો જથ્થો રસ્તામાં કન્ટેનર ચાલક અને ક્લીનરની મદદથી સગેવગે કરી તેના બદલામાં રેતીનો જથ્થો ભરી મોકલી આપવામાં આવતો હતો. ચોક્કસ બાતમીના આધારે સુતર LCBએ ઓપરેશન કરી આખા નેટવર્કને ઝડપી પાડયું છે.

સુરત જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે ભરુચના જંબુસર ખાતે આવેલ પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપની દ્વારા ઓગસ્ટ મહિનામાં પાંચ કન્ટેનર મારફતે રૂપિયા 76.73 કરોડનો ઍગ્રો કેમિકલનો 115 ટન જથ્થો હજીરા પોર્ટથી દરિયાઈ માર્ગે USA અને જર્મની મોકલવામાં આવ્યો હતો. LCBની ટીમે બાતમીના આધારે પીપોદરા ગામ બજરંગ ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેમાં આવેલ ગોડાઉનમાં રેડ પાડી કેમિકલ માફીયાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે કેમિકલ માફિયાઓ પાસેથી ઍગ્રો કમિકલનો કુલ 79.65 કરોડનો જથ્થો, કેપપોર મશીન, લોખંડની ટ્રોલી, ઈલેકટ્રીક સીલાઈ મશીન મોટા ફેન, પાવડી, ખંપારી, તગારા અને મોબાઈલ મળી કુલ રૂપીયા 79.66 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં કોસંબા પોલીસના ત્રણ ગુનાઓના ભેદ ઉકેલાયા છે.

આરોપીઓના નામ

  • મનિષકુમાર જગદીશ શર્મા (ધરપકડ)
  • ચિરાગ લાલુ બગડીયા (ધરપકડ)

વોન્ટેડ આરોપીઓના નામ

  • અનુપસીંગ ગયાપ્રસાદસીંગ
  • દુર્ગેશકુમાર સુખરુ
  • સંત શરણ
  • રીન્કુસીંગ મહારાજદિન સીંગ
  • ગોવિંદ હોસીલા પ્રસાદ યાદવ
  • ચંદ્રભાન ગંગારામ મોર્યા

મળતી માહિતી મુજબ LCB પોલીસની પ્રાથમિક પુછપરછમાં ઝડપાયેલા કેમિકલ માફિયા ચિરાગ બગડીયા અને ચાલક મનીષ શર્મા દ્વારા કબુલાત કરવામાં આવી હતી, કે તેઓ એક્સપોર્ટ કરવા માટે મોકલવામાં આવેલા કેમિકલ ભરેલા કન્ટેનરને પહેલા સુરત જિલ્લામાં કામરેજના શેખપુર, વેલંજા, ઓલપાડના સાયણ, કન્સાયી, પીપોદરા ગામ સહિત અલગ અલગ જગ્યાએ ભાડેથી રાખેલા ગોડાઉનમા લઈ જતા હતા. ત્યાં કન્ટેનરમાંથી કેમિકલનો જથ્થો કાઢી લીધા બાદ રેતીનો જથ્થો ભરી કન્ટેનરને હજીરા પોર્ટ ખાતે રવાના કરતા હતા.

Most Popular

To Top