Gujarat

કોરોનાની ત્રીજી લહેર માટે ૩૪૮ CHC પર ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા માટે સર્વે શરૂ

રાજ્યના એકપણ દર્દીને ઓક્સિજનની ઘટનો સામનો કરવો ન પડે અને રાજ્યની તમામ હોસ્પિટલોમાં જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા અનેક સ્થળે ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ૩૪૮ સીએચસી (સામૂહિક આરોગ્ય કેન્દ્ર) સેન્ટર પર ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા માટે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
રાજ્યમાં ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓ માટે માર્ચ સુધીમાં એટલે કે કોરોનાની પ્રથમ લહેરમાં ૧પ૦ મેટ્રિક ટનની જરૂરિયાત રહેતી હતી જે આજે બીજી લહેરમાં ૧૧,૫૦૦ મેટ્રિક ટન સુધી પહોંચી છે.

હજુ કોરોનાની ત્રીજી લહેર આવશે તેવું નિષ્ણાંતોનું માનવુ છે ત્યારે રાજ્ય સરકારે તે પરિસ્થિતીને પણ પહોંચી વળવા માટે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. દર્દીઓને હોસ્પિટલ સુધી લઈ જવા માટે ૧૦૮ એમ્બ્યુલેન્સની જરૂરિયાતને પહોંચી વળવા માટે સંવેદન સરકારે વધુ ૧૭૫ નવી એમ્બ્યુલન્સની તાત્કાલિક ખરીદી કરીને દર્દીઓના ઉપયોગ માટે સેવામાં મૂકી દેવાઈ છે.

Most Popular

To Top