77મા વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ચૈતન્ય તામ્હાણેની ફિલ્મ ‘ધ ડિસાઇપલ’ ને બેસ્ટ સ્ક્રિનપ્લે એવોર્ડ મળ્યો

નવી દિલ્હી (New Delhi): ભારતીય ફિલ્મમેકર ચૈતન્ય તામ્હાણે (Chaitanya Tamhane) ની ફિલ્મ ‘ધ ડિસાઇપલ’ (The Disciple) ને 77માં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં (77th Venice Film Festival) બેસ્ટ સ્ક્રિનપ્લે (Best Screen play) નો એવોર્ડ મળ્યો છે. પોતાની ફિલ્મને એવોર્ડ મળતા ચૈતન્યએ કહ્યુ હતુ કે, ‘આ ફિલ્મ લખવી મારા માટે અત્યાર સુધીનો સૌથી પડકારજનક અને પીડાદાયક પ્રયાસ હતો’. આ પહેલા ‘ધ ડિસાઇપલ’ને આ જ ફિલ્મ ફેસ્ટિવલમાં ફેડરેશન ઓફ ફિલ્મ ક્રિટીક્સ (FIPRESCI) દ્વારા ‘ઇન્ટરનેશનલ ક્રિટીક્સ એવોર્ડ’ (International Critics Award) આપવામાં આવ્યો હતો. આ પહેલા ફિલ્મ નિર્દેશક ચૈતન્ય તામ્હાણેની ફિલ્મ ‘ધ ડિસાઇપલ’ને 77માં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર માટે પસંદ કરવામાં આવી હતી.

Biennale Cinema 2020 | Biennale Cinema: main features of the 77th Venice  Film Festival

ફિલ્મ નિર્માતા ચૈતન્ય તામ્હાણે જેમની ફિલ્મ ‘ધ ડિસાઇપલ’ 19 વર્ષમાં પહેલો ભારતીય પ્રોજેક્ટ હતો જેને વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં મુખ્ય સ્પર્ધામાં પ્રવેશ કર્યો હતો, જેને શ્રેષ્ઠ સ્ક્રીનપ્લે એવોર્ડ મળ્યો હતો. અલી ફેઝલે લખ્યુ કે, ‘આજે હું ખુબ ખુબ ખુશ છું !!! ભારત સિલેબ્રેટ !!!!! #TheDisciple @la_Biennale !! ભારતમાં ફિલ્મ નિર્માતાઓ માટે તે એક મોટી જીત છે. અમને નવા યુગમાં ફરી દોરવા બદલ # ચૈતન્યતામ્હાણે આભાર. વિવેકગોમ્બર – તમે પ્રિય, એક બળ છે !!’ અનુરાગ કશ્યપ (Anurag Kashyap), રિચા ચઢ્ઢા (Richa Chadha) , અલી ફેઝલ (Ali Fazal), મનોજ બાજપેયી (Manoj Bajpayee) સહિતના ફિલ્મી દુનિયાના લોકએ ટ્વિટર પર ચૈતન્ય તામ્હાણેને અભિનંદન પાઠવ્યા હતા.

Chaitanya Tamhane's The Disciple wins big at Venice Film Festival |  Filmfare.com

ફિલ્મમેકર અનુરાગ કશ્યપે તાળીઓના ઇમોજી (emoji) વડે ફિલ્મ ફેસ્ટિવલની પોસ્ટ ટ્વિટ કરી હતી. મનોજ બાજપેયીએ લખ્યુ હતુ કે, ‘ચૈતન્ય તામ્હાણે વિવેક ગોમ્બર (Vivek Gomber) અને ‘ધ ડિસાઇપલ’ની આખી ટીમને અભિનંદન !! ભારતમાં સ્વતંત્ર સિનેમા (Independent Cinema) માટે મોટી જીત.’ રિચા ચઢ્ઢાએ કહ્યુ કે આ જીત દેશ માટે ગૌરવની ક્ષણ છે. તેણે લખ્યુ હતુ કે, ‘ભારત માટે ગૌરવની ક્ષણ! ચૈતન્ય તામ્હાણે, ગોમ્બર અને આપ સૌનો આભાર! દિલથી ખુશ છું! #TheDisciple’.

Cinemeccanica Technical Sponsor of the 77th Venice International Film  Festival - Cinemeccanica

‘SIR’માં વિવેક ગોમ્બર સાથે કામ કરી ચૂકેલી તિલોત્તમ શોમે (Tilottama Shome) લખ્યુ, ‘ધ ડિસાઇપલ- ચૈતન્ય તમ્હાણે અને વિવેક ગોમ્બર દ્વારા નિર્માણ થયેલ, @la_Biennale ખાતે શ્રેષ્ઠ પટકથા જીતે છે! શું એક પરાક્રમ છે !! ચૈતન્ય, ગોમ્બર, પૂજા, મીકાહ, નરેન, તનાજી, રાકેશ જી અને આખી કાસ્ટ અને ક્રૂ ને એક મોટી સલામી !! ધ ડિસાઇપલ- #VeniceFilmFestival.’ સ્વરા ભાસ્કરે (Swara Bhaskar) પણ ધ ડિસાઇપલની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. તેણે આ સમાચાર લખતા લખ્યુ હતુ કે, ‘ભારતીય સિનેમા માટે ગૌરવપૂર્ણ ક્ષણ! અભિનંદન ##ChaintanyaTamhane અને ટીમ #TheDisciple.’.

Related Posts