કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : હવે તમે પણ ખરીદી શકો છો જમ્મુ-કાશ્મીરમાં જમીન

નવી દિલ્હી : જો તમને જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) માં પોતાની જમીન ખરીદવા (To buy land) ઇચ્છો છો તો હવે તમે હવે ખરીદી શકો છે. કારણ કે કેન્દ્ર સરકારે (Central Government) ભારતનાં નાગરિકો માટે જમ્મુ-કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદી કરવાના તમામ દરવાજાઓ ખૂલ્લા કર્યા છે અને ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) પાસેથી ઓર્ડર પાસ કર્યો છે હવે ડોમિસાઈલ અને પીઆરસી (Domicile and PRC) વગર પણ જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકાશે. ગૃહ મંત્રાલયે મંગળવારે આ અંતર્ગત નવી સૂચના બહાર પાડી હતી. જો હવે તમે ત્યાં જમીન ખરીદી શકો છો તો સામાન્ય વાત છે કે તમે ત્યાં રહી પણ શકો છો. આમાં એક શરત મૂકવામાં આવી છે કે તમે જો ત્યાં જમીન ખરીદો છો તો તમે માત્ર ઉદ્યોગ માટે જ ખરીદી શકશો. જો કે, ખેતીની જમીન (Farmland) પર પ્રતિબંધ ચાલુ રહેશે.

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : હવે તમે પણ ખરીદી શકો છો જમ્મુ-કાશ્મીરમાં જમીન

ગૃહમંત્રાલયે તેના પ્રકાશનમાં કહ્યું હતું કે આ હુકમને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર પુનર્રચના (કેન્દ્રીય કાયદાઓનું અનુકૂલન) ત્રીજો આદેશ, 2020 કહેવામાં આવશે. આ હુકમ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. આદેશમાં જણાવાયું છે કે જનરલ ઓર્ડર એક્ટ, 1897 (General Order Act, 1897) આ હુકમના અર્થઘટન પર લાગુ પડે છે કારણ કે તે ભારતના પ્રદેશમાં લાગુ કાયદાના અર્થઘટનને લાગુ પડે છે. જણાવી દઈએ કે અગાઉ ફક્ત સ્થાનિક લોકો જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી અથવા વેચી શકતા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ હેઠળની જમીન અંગે નિર્ણય લીધો કર્યો છે.

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : હવે તમે પણ ખરીદી શકો છો જમ્મુ-કાશ્મીરમાં જમીન

ગત વર્ષે 5 ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી હતી. સાથોસાથ જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશો, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં વહેંચવામાં આવ્યા હતા. આ નિર્ણયને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. હવે કેન્દ્ર સરકારે જમીનનો કાયદામાં ફેરબદલ કર્યો છે. જમ્મુ-કાશ્મીરનાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હા (Vice Governor of Jammu and Kashmir Manoj Sinha) મુજબ, અમે ઇચ્છીએ છીએ કે ઉદ્યોગો જમ્મુ-કાશ્મીરમાં પણ સ્થાપિત થાય, તેથી વ્યાપારીઓએ અહીં જમીનમાં રોકાણ કરવાની જરૂર છે. પરંતુ ખેતીની જમીન રાજ્યનાં લોકો પાસે રહેશે. જણાવી દઈએ કે આ પહેલા જમ્મુ-કાશ્મીરનાં નિવાસી જ જમીનનાં લે-વેચ (Land sale) કરી શકતા હતી. મોદી સરકારની નવી સૂચના મુજબ હવે બહારના લોકો પણ અહીં જમીન ખરીદી શકે છે.

Related Posts