સુશાંત સિંહ રાજપૂતના કેસમાં આ હોઇ શકે છે CBIનો અંતિમ ચૂકાદો

મુંબઇ (Mumbai): અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના (Late Sushant singh Rajput) કેસમાં મોટા સમાચાર આવ્યા છે. 14 જૂન 2020ના રોજ 34 વર્ષીય ટેલેન્ટેડ અભિનેતાએ મુંબઇમાં પોતાના બાન્દ્રા સ્થિત ફ્લેટમાં આપઘાત કરીને જીવન ટૂંકાવ્યુ હોવાના સમાચાર આવ્યા હતા.આ સમાચાર આવતા જ આખો દેશ અને બોલીવુડ સહિત સુશાંતા ચાહકો સ્તબ્ધ થઇ ગયા હતા. 5 ઑગસ્ટથી સુશાંતના કેસની તપાસ કરી રહેલી CBI પોતાના આખરી તારણ પર આવી ગઇ હોવાના સમાચાર આવી રહ્યા છે.

The Unfinished And Heartbreaking Story Of Sushant Singh Rajput

મળતી માહિતી મુજબ કહેવાઇ રહ્યુ છે કે AIMMSના રિપોર્ટ પછી હવે CBIએ પણ સુશાંતના કેસમાં બધા સંભવિત પાસાઓની તપાસ કરી લીધી છે અને હવે તે કેન્દ્રને પોતાનો આખરી રિપોર્ટ સોંપવા તૈયાર છે. સુશાંતના પરિવાર અને તેના ચાહકોને જાણઈને આઘાત લાગશે એવા સમાચાર છે. જાણવા મળ્યુ છે કે CBIએ પોતાના આખરી રિપોર્ટમાં આ કેસમાં કોઇ ફાઉલ પ્લે (foul play) થયો નથી એવુ જણાવ્યુ છે. એટલે કે CBI એ પણ સુશાંતનું મોત આત્મહત્યાથી જ થયુ છે, એવુ તારણ કાઢયુ છે. આ સમાચારની પુષ્ટિ થઇ નથી.

Sushant Singh Rajput's Sister Shweta Singh Kirti Returns To Twitter,  Instagram

જણાવી દઇએ કે બુધવારથી સુશાંતની US- અમેરિકામાં રહેતી બહેન શ્વેતા સિંહ કિર્તી (Shweta Singh Kirti) ના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર અકાઉન્ટ સોશિયલ મિડીયા પરથી ગાયબ થઇ ગયા છે. શ્વેતા સિંહ કિર્તી સુશાંતના કેસ માટે સોશિયલ મિડીયા પર ખાસ્સી એક્ટિવ હતી. અને તેના ઘણા બધા ફોલોઅર્સ પણ હતા. AIMMSના રિપોર્ટમાં સુશાંતની મોત આત્મહત્યાથી થઇ હોવાના સમાચાર આવ્યા પછી તેના પરિવારને ફક્ત CBI પાસે આશા હતી. જો કે હવે CBI પણ આ કેસને આત્મહત્યા તરીકે જાહેર કરી દેશે, તો તેમની બધી આશા પર પાણી ફરી વળશે.

Disha Salian Called Sushant Singh Rajput Hours Before Her Demise, Reveals  Activist – ODISHA BYTES

જણાવી દઇએ કે ઘણા લોકોનું કહેવુ છે કે સુશાંતનો પરિવાર તેને મળનારા/મળેલા 15 કરોડ પાછળ હતુ. જો કે પરિવારે અન્ય દાવાોમાં કહ્યુ હતુ કે સુશાંતના જીવ ને ઘણા સમયથી જોખમ હતુ. અને મુંબઇ પોલીસે આ ફરિયાદ ધ્યાન પર લીધી નહોતી. સુશાંતના મોત પછી બોલિવુડ મોટા પાયે હચમચી ગયુ છે. મોટામોટા લોકોના નામ આ કેસમાં સંડોવાયા હતા. ખાસ તો આ કેસમાં આદિત્ય ઠાકરેની (Aaditya Thackeray) સંડોવણી હોવાના સમાચાર હતા, એટલે આ કેસને દબાવી દેવાયો હોય એવુ કહેવાય રહ્યુ છે. વાસ્તવિકતા શું છે એ કોઇ જાણતુ નથી. પણ પરિસ્થતિઓ ઘણી દિશામાં ઇશારા કરે છે. એક ટેલેન્ડ સ્ટારની મેનેજરનું (Disha Salian) કોઇક દિવસે (8-9 જૂનની રાત્રે) 14મા માળેથી પડવાથી મોત થાય. આ મોતની આતમહત્યા કે હત્યા હોવા અંગે શંકા અને તેના છ જ દિવસની અંદર એ સ્ટાર પણ રહસ્યમય સંજોગોમાં કોઇ જાણ વગર અને કોઇ સ્યુસાઇડ નોટ વગર દિવસના અજવાળામાં આત્મહત્યા કરે… આ એક સંયોગ હોય એ માનવુ અઘરુ છે.

Related Posts