દેશમાં વધતા વ્હાઇટ કોલર ઘોટાળામાં ઉમેરો, CBIએ આ રાજ્યોમાં પાડ્યા દરોડા

નવી દિલ્હી (New Delhi): દેશમાં ભલે નોટબંધી (demonetization) થઇ હોય પણ બેંક ઘોટાળાના કેસ વધી ગયા છે. મોદી સરકારનો નોટબંધી કરવા પાછળનો હેતુ એ હતો કે દેશમાં કાળુ નાણુ ફરતુ બંધ થાય અને લાંચ, રુશ્વત અને અન્ય ઘોટાળાના મામાલાઓ ઘટે પણ એમાં ખાસ્સી સફળતા મળી હોય એવુ લાગતુ નથી. ઊલટુ દેશના અર્થતંત્ર પર આની માઠી અસર પડી અને દેશનો ગરીબ અને મધ્યમ વર્ગ પીસાયો.

હવે જ્યારે દેશમાં બેંક ઘોટાળાના અને કોઇ બેંક ફડચામાં ગઇ હોવાના સમાચાર આવે છે, ત્યારે લોકોને ખાસી નવાઇ લાગતી નથી કારણ કે હવે તો દર બે દિવસે.. ના ના…ચાલો દર બે મહિને આવુ થાય જ છે.

મોદી સરકારની સ્વિસ બેંકમાંથી કાળુ નાણુ પાછુ લાવાની જે વાત હતી એ તો લોકો હવે ભૂલી પણ ગયા છે. એક નજરે જોવા જઇએ તો દેશમાં પહેલા નાના પાયે લાંચના અને બે નંબરના ધંધા થતા હતા એના સામે હવે મોટા ઘોટાળાઓની સંખ્યા વધી છે.

એવામાં સમાચાર આવ્યા છે કે શનિવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (Central Bureau of Investigation- CBI)ની ટીમે બંગાળ, ઉત્તર પ્રદેશ (Uttar Pradesh), ઝારખંડ (Jharkhand) અને બિહાર (Bihar)- ચાર રાજ્યોમાં 45 સ્થળો પર મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરીને દરોડા પાડ્યા છે. શુક્રવારે ઇસીએલના (Eastern Coalfields) બે વરિષ્ઠ અધિકારીઓ, રેલ્વેના અજાણ્યા અધિકારીઓ અને અન્ય લોકો વિરુદ્ધ એક FIR નોંધાઇ હતી કે કુંસ્તુરિયાના કાજોરિયા કોલસા ક્ષેત્રમાંથી મોટા પાયે આ લોકોએ કોલસાનું માઇનીંગ કરાવ્યુ છે. અને કોલસાના વિશાળ જથ્થાની ચોરી થઇ છે.

ઇસીએલના બે વરિષ્ઠ અધિકારીઓ, રેલ્વેના અજાણ્યા અધિકારીઓ દ્વારા થયેલી અનિયમિતતાના મામલામાં સર્ચ ઓપરેશન શરૂ થયું હતુ, ત્યારબાદ CBIની અનેક ટીમો હાલમાં આરોપીઓ અને કંપનીઓના પરિસરની શોધ કરી રહી છે, જ્યાં ચોરેલા કોલસાનો જથ્થો મૂકાયો હશે. આ ટીમનો હેતુ કોલ માફિયાઓ શોધવાનો છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી  દિલિપ રે પર વર્ષ 1999માં ઝારખંડના ગિરિડીહ સ્થિત બ્રહ્મડિહા કોલસા ખાણની (Brahmadiha coal mine, Jharkhand) ફાળવણીમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. 26 ઑક્ટોબરે કોલોસાની ખાણના કૌભંડમાં આ પૂર્વ કેન્દ્રીય મંત્રીને 3 વર્ષની જેલ થઇ હતી.

Related Posts