Home Archive by category Supplements

Supplements

એક ભાઈને ઘેર મહેમાન આવ્યા, એટલે એ ભાઈ બજારમાં જઇ શાકભાજી લઇ આવ્યા. એમાં બે દડા કોબીજના લાવેલા, પત્ની નવીસવી, પરણીને આવેલી, પતિએ કોબીજ આપીને કહ્યું, ‘લે, આનું શાક બનાવ’ પત્નીએ કહ્યું : આ શું છે? પતિએ કહ્યું : આ કોબીજ છે. પત્નીએ કોબીજનાં પાંદડાં ઉખેડવા માંડયા, એણે પહેલી વાર કોબીજ જોઈ હતી. એક પછી […]
મનુષ્ય જન્મને દુર્લભ ગણ્યો છે કારણકે તે વિચારી શકે છે અને બોલી પણ શકે છે. સામાન્યપણે સ્ત્રી પુરુષ પ્રારંભમાં ભણે, ગણે, પરણે અને પૈસા કમાવવામાં જોડાઇ જાય છે. તે પછી કીર્તિ અને સત્તા માટે ના પણ વિચારો તેને જુદી દિશામાં દોરે છે. આમાં જ જીવન પૂરું થઇ જાય છે. મારાથી આ પૃથ્વી થોડી સુગંધિત બને, […]
ધારી લો કે આપણા ગુજરાતના સરદાર સરોવર ડેમ પર અડીખમ ખડી રહેલી લોહપુરુષ સરદાર પટેલની ઐતિહાસિક ‘ સ્ટેચ્યુ ઑફ યુનિટી ‘ પ્રતિમાની કોઈ અદલોદલ કોપી મારીને એને કેનેડાના ટોરેન્ટો સિટીમાં ગોઠવી દે તો? અહીંના જેવો જ માહોલ રચી ટુરિસ્ટોને બોલાવી ફી વસૂલવા માંડે તો ? અથવા તો એવો સિનારિયો વિચારો કે અમેરિકા-કેલિફોર્નિયાના વિખ્યાત ડિઝનીલૅન્ડ જેવો […]
લેખનું શીર્ષક ખરેખર તો ‘રાજીનામું અપાવવાની કળા’ એવું હોય તો લોકોને વધારે રસ પડે પણ હકીકત એ છે કે રાજીનામું અપાવવામાં કોઈ કળાની જરૂર હોતી નથી. એમાં તો, આંખ કાઢીને એક લીટીમાં કહી દેવાય તો પણ કામ થઈ જાય. પછી બાકીના પુસ્તકમાં લખવાનું શું? રાજીનામું અપાવનારને જાહેરમાં કેવો મહાન કહેવો પડે છે અને તેના વિશેનો […]
થોડા વખત પહેલાં એક મિત્રે પૂછ્યું કે, ‘‘આત્મઘાત એ હંમેશાં કાયરતાનું જ પરિણામ હોય છે? શું તે પસંદગી ન હોઈ શકે? જન્મ અથવા જીવન પસંદગી વગરનું, સંજોગો આધારિત હોય છે, માત્ર મૃત્યુમાં જ પસંદગીનો અવકાશ છે તો પછી તેનું ગૌરવ કેમ નહીં?’’ આ લીગલ અને ફિલોસોફિકલ મુદ્દો છે. આનો કોઇ સ્પષ્ટ જવાબ નથી કારણ કે […]
આ જગતમાં એવો એક પણ ધર્મ નથી જેણે પોતાની અનુયાયી પ્રજાને એક તાંતણે બાંધી રાખી હોય. ધર્મનો સ્વભાવ જ એવો છે જેમાં ફણગા ફૂટે અને ફાંટા પડે. ઇસ્લામમાં મુસલમાનોને એકસૂત્રે બાંધી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાંય વરવી વાસ્તવિકતા એ છે કે આજે મુસલમાન મુસલમાનને મારી રહ્યો છે. ધર્મના નામે સૌથી વધુ હિંસા મુસલમાનોમાં અંદરોઅંદર […]
ગરજવાન પોતાનો સ્વાર્થ સાધવા કોઇ પણ સ્તરે જઇ શકે અને તેનું મોટામાં મોટું ઉદાહરણ છે અમેરિકા. યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, વિશ્વની મહાસત્તા, લોકશાહી રાષ્ટ્રના ઇન્ટેલિજન્સ અધિકારીઓએ દિલ્હીના આંટાફેરા શરૂ કરી દીધા છે.  અફઘાનિસ્તાનમાંથી બિસ્તરાં -પોટલાં ઉપાડીને નીકળી ગયેલા USAએ અત્યાર સુધી પોતાના સ્વાર્થ ખાતર મિડલ ઇસ્ટર્ન દેશોનો કચ્ચરઘાણ વાળ્યો. હવે અફઘાનિસ્તાન સાથે બદલેલાં
હકીકતમાં આપણે જ આવી વ્યક્તિઓને પ્રોત્સાહન આપીએ છીએ જે કહેતાં રહે છે કે આ ડ્રેસમાં તું જાડી લાગે છે, આવા ડ્રેસ તને ન શોભે વગેરે વગેરે… આવું સાંભળી સાંભળીને આપણે માની લઇએ છીએ કે આ ડ્રેસ તો મારાથી ન જ પહેરાય. ખાસ કરીને તમે પ્લસ સાઇઝ હો કે તમારી હાઇટ ઓછી કે વધારે હોય ત્યારે […]
ઇનડોર પ્લાન્ટસ ઘરને ખૂબસૂરત તો દર્શાવે જ છે પરંતુ યોગ્ય પ્લાન્ટસની પસંદગી કરીને તમે તમારા ઘરના ખૂણેખૂણાને મહેકતાં પણ રાખી શકો છો. સહેલાઇથી રોપી શકાય એવા કેટલાક ફૂલછોડ જોઇએ જેને તમે ઘરમાં રાખી ઘરને ખુશ્બૂદાર બનાવી શકો છો. ઓર્કિડઓર્કિડ લોકપ્રિય હાઉસ પ્લાન્ટમાં આવે છે. કેટલાંક ફૂલોમાંથી વેનિલા જેવી સુગંધ આવે છે તો કેટલાંક જેસ્મિનની જેમ […]
લગ્ન દીકરીને બીજા ઘર સાથે જોડે છે પણ પિયરથી દૂર કરતું નથી. દીકરી પોતાનું સમગ્ર અસ્તિત્વ બદલીને સાસરિયાના રંગમાં રંગાઈ જાય છે. તેને અનુરૂપ પોતાની જાતને બદલે છે. જેણે બાળપણથી લઈને  પિયરમાં 20 થી 30 વર્ષ વિતાવ્યાં હોય ત્યાર બાદ એક નવા જ રંગરૂપમાં તેને બદલાવાનું આવે છે. શરૂઆતના સમયે લગ્ન બાદ પિયરની યાદ આવે […]