ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના કેસો 200ને પાર થતા તંત્રની ચિંતા વધી

ભરૂચ: (Bharuch) જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ(Positive Case)નો આંક ગણતરીના દિવસોમાં જ વધતો નજરે પડી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં કોરોના વાયરસના સરેરાશ દસથી બાર જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે હવે જિલ્લામાં કોરોનાના કેસ 200ને પાર કરી જતાં તંત્રની ચિંતા વધી છે. તરફ અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલને ૧૦૦ બેડની કોવિડ-૧૯ હોસ્પિટલ તકેદારીના ભાગરૂપે જાહેર કરવામાં આવી છે. ભારત સરકાર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા હેઠળ અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલ(ESIC Hospital)માં કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર અપાશે.

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના કેસો 200ને પાર થતા તંત્રની ચિંતા વધી

ભરૂચ(Bharuch) જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંક બે સેન્ચ્યુરી વટાવી ચૂક્યો છે.ત્યારે અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલને ૧૦૦ બેડની કોવિડ-૧૯ હોસ્પિટલ(Hospital) તકેદારીના ભાગરૂપે જાહેર કરવામાં આવી છે. ભારત સરકાર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા હેઠળ અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર અપાશે. PPE કીટ સહિત અન્ય આરોગ્ય લક્ષી સુવિધા પ્રાપ્ત કર્યા બાદ કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર માટે ઈએસઆઈસી હોસ્પિટલમાં લવાશે.

જ્યારે કોરોના એ ગુજરાતમાં પગપેસારો કર્યો હતો ત્યારે સૌ પ્રથમ અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલને જ કોવિડ – ૧૯ હોસ્પિટલમાં તબદીલ કરવાની હિલચાલ તંત્ર દ્વારા કરવામાં આવી હતી, જોકે અપૂરતી સુવિધાઓને કારણે તે સમયે આ નિર્ણયને તંત્ર એ પડતો મુકીને જયાબેન મોદી હોસ્પિટલને કોવિડ -૧૯ હોસ્પિટલ નિમણુંક કરી હતી.હજી પણ તંત્ર માટે એક મુંજવણ છે કે ઈએસઆઈસીના લાભાર્થીઓ સારવાર માટે જશે ક્યાં ?

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના કેસો 200ને પાર થતા તંત્રની ચિંતા વધી

અંકલેશ્વર ઇએસઆઈસી હોસ્પિટલનાં મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર પવનકુમારે મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે અગાઉ જ આ હોસ્પિટલને કોવિડ – ૧૯માં તબદીલ કરવાની તૈયારી કરવામાં આવી હતી. અમે દરેક રીતે કોવિડ દર્દીઓની સારવાર માટે તૈયાર છીએ પરંતુ હજી હોસ્પિટલમાં આઇસીયુનું સેટઅપ બાકી છે, તેજ એક્સરે મશીન નથી, મેન પાવરની ઓછો છે, લેબ પણ ફૂલ ટાઈમ કાર્યરત નથી જે બાબતોની દુવિધા છે પરંતુ સરકારની ગાઇડલાઇન મુજબ તેમની ટીમ કોવિડ દર્દીઓની સેવા માટે તૈયાર હોવાનું તેઓએ જણાવ્યુ હતુ, વધુમાં હોસ્પિટલ સેન્ટ્રલ એસી છે તેથી પણ કોવિડ દર્દીઓની સારવારમાં મુશ્કેલ બની શકે છે તે અંગે પણ તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી, અને હજી સુધી ઇએસઆઈસીના લાભાર્થી દર્દીઓની સારવાર કઈ હોસ્પિટલમાં કરવી તે અંગે કોઈ સૂચના મળી નહોવાનું પણ તેઓએ જણાવ્યુ હતુ.

Related Posts