ભરૂચ, વલસાડ અને નવસારી જિલ્લામાં નોંધાયા કોરોનાના આટલા કેસ

નવસારી, વલસાડ, ભરૂચ: (Navsari, Valsad, Bharuch) નવસારી જિલ્લામાં આજે કોરોનાના વઘુ 4 કેસ પોઝિટિવ અને વલસાડ જિલ્લામાં મંગળવારે કોરોનાના નવા માત્ર 1 કેસ નોંધાયો હતો. નવસારી જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા (Recover) પણ થઇ રહ્યા છે. જેથી નવસારી જિલ્લામાં હાલ કોરોનાના દર્દીઓ ઘટી ગયા છે. મંગળવારે નવસારી જિલ્લામાં વધુ 4 કેસ મળી આવ્યા છે.

ભરૂચ, વલસાડ અને નવસારી જિલ્લામાં નોંધાયા કોરોનાના આટલા કેસ

નવસારી ખેરગામ મુસ્લિમ ફળિયામાં રહેતા યુવાન, ચીખલી (Chikhli) તાલુકાના વંકાલ ગામે મોખા ફળિયામાં રહેતા આધેડ, નવસારીના કુંભારવાડમાં રહેતા આધેડ અને નવસારી તાલુકાના અડદા ગામે કણબીવાડમાં રહેતી મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી હાલ જિલ્લામાં 1322 કેસો નોંધાયા છે. જ્યારે આજે વધુ 8 કોરોના પોઝિટિવ દર્દીઓએ કોરોનાને માત આપતા જિલ્લામાં કુલ 1196 દર્દીઓ સાજા થયા છે. જોકે જિલ્લામાં કુલ 101 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ જિલ્લામાં માત્ર 25 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

વલસાડ જિલ્લામાં મંગળવારે કોરોનાના નવા માત્ર 1 કેસ નોંધાયો હતો. જિલ્લામાં અત્યાર સુધી કુલ 1213 કેસ નોંધાયા છે, જે પૈકી 1053 સાજા થયા છે, જ્યારે 19 દર્દીઓ સારવાર હેઠળ છે. જોકે ઉમરગામ અને ધરમપુર તાલુકાનો એકપણ દર્દી સારવાર હેઠળ નથી. આરોગ્ય વિભાગે કોરોનાના અત્યાર સુધી 17540 ટેસ્ટ કર્યા છે, જે પૈકી 16,327 નેગેટિવ અને 1213 પોઝિટિવ નોંધાયા છે.

અત્યાર સુધી કોરોનાથી 9 અને કોરોના પોઝિટિવ પરંતુ અન્ય કારણોસર મોત 132 આરોગ્ય વિભાગમાં નોંધાયા છે. આજે નવા નોંધાયેલા કેસમાં વલસાડના અબ્રામા ગોકુલધામ સોસાયટીમાં રહેતા 62 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા માત્ર ૩ કેસ

ભરૂચ, વલસાડ અને નવસારી જિલ્લામાં નોંધાયા કોરોનાના આટલા કેસ

ભરૂચઃ ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. મંગળવારે માત્ર 3 કેસ નોંધાતા આરોગ્ય તંત્રએ રાહતનો દમ લીધો હતો. જિલ્લામાં કુલ-૨૬૪૭ દર્દીઓ નોંધાયા છે. મંગળવારે શંકાસ્પદ દર્દીઓના – ૭૦૧ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં કોરોનાના કુલ-૨૬૪૭ પોઝિટિવ કેસ પૈકી ભરૂચ જિલ્લામાં કુલ-૩૦ દર્દીના મોત થયા છે તથા ૨૪૬૭ વ્યક્તિઓને સાજા થતા રજા અપાઈ છે. હજુ ભરૂચ જિલ્લાના ૧૫૦ વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

તાપી જિલ્લામાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા

વ્યારા: તાપી જિલ્લામાં મંગળવારે ત્રણ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં વ્યારાના અણુમાલા KAPS ટાઉનશિપમાં ૪૫ વર્ષિય પુરુષ, નિઝરના વાંકા ગામમાં ૫૪ વર્ષિય પુરુષ, વ્યારાના ગોલવાડમાં ૫૦ વર્ષિય મહિલા કોરોનાની લપેટમાં આવ્યાં છે. હાલમાં કોવિડ-૧૯ હોસ્પિટલમાં ૧૦ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે બે દર્દી સારવાર બાદ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

Related Posts