શું ટીબી અને પોલિયોની રસીથી હટી શકશે કોરોના ??

વિશ્વભરના વૈજ્ઞાનિકો કોરોના વાયરસ (Corona Virus)ને નાબૂદ કરવા રાત-દિવસ કામ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો આ જીવલેણ રોગને દૂર કરવાના તમામ સંભવિત પગલાઓનો અભ્યાસ કરી રહ્યા છે. આ શ્રેણીમાં હવે યુ.એસ. (US) માં સંશોધનકારો જીવલેણ કોરોનાને રોકવા માટે ટીબી (TB) અને પોલિયો (Polio) માટે વપરાતી રસીનો ઉપયોગ કરવાની સંભાવના પર સંશોધન કરી રહ્યા છે.

શું ટીબી અને પોલિયોની રસીથી હટી શકશે કોરોના ??

ધ વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં જણાવ્યા અનુસાર વૈજ્ઞાનિકો પરીક્ષણ કરી રહ્યા છે કે ટીબીની રસી કોરોના વાયરસની અસરોને ધીમી બનાવી શકે છે કે નહીં ? રિપોર્ટમાં ટેક્સાસ એ એન્ડ એમ હેલ્થ સાયન્સ સેન્ટર (ઇમ્યુનોલોજી)ના પ્રોફેસર જ્યોફ્રી ડી સિરીલોને ટાંકીને જણાવ્યું છે કે વિશ્વની આ એકમાત્ર રસી છે જેનો ઉપયોગ હાલમાં કોરોના વાયરસ સામે લડવા માટે થઈ શકે છે.

શું ટીબી અને પોલિયોની રસીથી હટી શકશે કોરોના ??

ડો.સિરીલો બીસીજી તરીકે ઓળખાતી રસી સંબંધિત ટીબી રસી સબંધી પરીક્ષણનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા બીસીજીને પહેલાથી જ મંજૂરી મળી ગઈ છે અને તેનો સલામત વપરાશ હોવાનો જૂનો રેકોર્ડ છે.અહેવાલ મુજબ વૈજ્ઞાનિકોના એક ગ્રુપે કોવિડ -19 (Covid19) ની અસર ઓછી કરવા પોલિયો રસીનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરી છે. આ ગ્રુપે કહ્યું કે કરોડો લોકો ટીબી અને પોલિયો સામે રક્ષણ માટે રસીનો ઉપયોગ કરે છે અને આ કોરોના વાયરસ સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે.

Related Posts