SURAT

VIDEO: સુરતમાં દોડતી બસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ

સુરત: સુરત (Surat) શહેરમાં આજે સવારે ખૂબ મોટી હોનારત બનતા ટળી હતી. બે બાળક સહિત 15 પેસેન્જરને (Passenger) લઈને જતી એક ખાનગી બસમાં (Fire In School Bus) આજે સવારે આગ લાગી હતી. આગ લાગી ત્યારે બસમાં બે મહિલા, બે બાળકો સહિત કુલ 15 પેસેન્જર બેઠાં હતાં. બસમાં આગ લાગતા જ રસ્તા વચ્ચે ડ્રાઈવરે બસ રોકી દીધી હતી અને બાળકો તથા મહિલાઓ સહિત તમામ પેસેન્જરને નીચે ઉતારી લેવાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર દોડી ગયું હતું અને આગ ઓલવી હતી.

  • સુરતમાં ખાનગી બસમાં આગ લાગી
  • બસમાં બે બાળકો સહિત 15 પેસેન્જર હતા
  • તમામને હેમખેમ બચાવી લેવાયા
  • ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો

આજે સોમવારે તા. 26 ડિસેમ્બર 2022ના રોજ સવારે 11.30 કલાકે ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની હતી. દિપા કોમ્પલેક્સ ખાતે આવેલી જીવનયાત્રા ટ્રાવેલ્સની (JeevanYatra Travels) માલિકીની ડિઝલ આઈસર GJ-21-W-7000 નંબરની બસમાં આગ લાગી હતી. બસમાં આગ લાગી ત્યારે તેમાં બે બાળકો બે મહિલા સહિત 15 પેસેન્જર બેઠાં હતાં. અર્થ ઈન્ટરનેશનલ મલગામા સ્કૂલથી ઈચ્છાપોરથી સ્ટારબજાર તરફ ટાયર બદલવા જતી વખતે પાલ આરટીઓની (Pal RTO) સામે બસની આગળના કેબિનમાં આગ લાગી હતી.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

આ અંગે મળતી માહિતી અનુસાર આ બસ ધી અર્થ યુનિવર્સલ સ્કૂલ (The Earth Universal School) મલગામાથી અડાજણ સ્ટાર બજાર તરફ જઈ રહી હતી. બસના ટાયર બદલવા માટે તે લાવવામાં જઈ રહી હતી. ત્યારે ખાનગી બસમાં ડ્રાઈવરે કેટલાંક મુસાફરોને બેસાડ્યા હતા. બે બાળક, બે મહિલા સહિત કુલ 15 લોકોને બસમાં બેસાડ્યા હતા. બસમાં બે બાળક સહિત 15 મુસાફર બેઠાં હતાં. આ બસ પાલ આરટીઓ પાસે પહોંચી ત્યારે ડ્રાઈવર આગળના કેબિનમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી અને થોડી જ મિનીટોમાં બસમાંથી આગની જવાળા અને ધૂમાડા નીકળવા લાગ્યા હતા. તાત્કાલિક ડ્રાઈવરે પાલ આરટીઓ સામે બસ અટકાવી દીધી હતી અને બસમાંથી બે બાળકો, બે મહિલા સહિત 15 જણાને નીચે ઉતારી દીધા હતા. આગનો કોલ મળતા જ ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર દોડી ગયું હતું અને દોઢ મિનીટના ટૂંકા સમયગાળામાં આગ પર કાબુ મેળવી લીધો હતો.

Most Popular

To Top