Business

તેજીએ બુધવારે બજારમાં ઉત્સાહ ભર્યો, સેન્સેક્સ 526 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

નવી દિલ્હી: રિલાયન્સ (Reliance) અને મારુતિ સુઝુકીના શેરમાં મજબૂત ઉછાળાને કારણે બુધવારે ટ્રેડિંગ સેશનમાં (Trading session) ભારતીય શેરબજારમાં (Stock market) જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. બેન્કિંગ અને એનર્જી શેર્સમાં ઉછાળાને કારણે બજારમાં તેજી જોવા મળી છે.

આજના કારોબારમાં સ્મોલ કેપ શેર્સમાં પણ ખરીદી જોવા મળી હતી. બજાર બંધ થવાના સમયે BSE સેન્સેક્સ 526 પોઈન્ટના ઉછાળા સાથે 72,996 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 119 પોઈન્ટના ઉછાળા સાથે 22,124 પોઈન્ટ પર બંધ થયો હતો.

આજે બજારમાં ઘટતા શેરોની સંખ્યા વધુ હતી. 1322 શેર ઘટીને અને 936 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. ઓટો, ફિનસર્વિસ, રિયલ્ટી, એનર્જી, પ્રાઈવેટ બેંક, ઈન્ફ્રા અને સર્વિસ સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. તેમજ આઈટી, પીએસયુ બેન્ક, ફાર્મા અને મેટલ શેર દબાણ હેઠળ બંધ થયા છે. તેમજ નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 29 પોઇન્ટ અથવા 0.06 ટકાના નજીવા વધારા સાથે 47,837 પોઇન્ટ પર અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 145.55 પોઇન્ટ અથવા 0.96 ટકાના ઘટાડા સાથે 15,263 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.

ક્ષેત્રની સ્થિતિ
આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી હતી. જ્યારે આઈટી, ફાર્મા, હેલ્થકેર, એફએમસીજી, મેટલ્સ અને મીડિયા શેરો નુકસાન સાથે બંધ થયા હતા. આજના કારોબારમાં સ્મૉલકેપ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી, જેના કારણે નિફ્ટી સ્મૉલકેપ ઈન્ડેક્સ લગભગ 1 ટકાના વધારા સાથે બંધ થયો હતો. જોકે મિડકેપ ઇન્ડેક્સમાં થોડો વધારો જોવા મળ્યો છે. આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 20 વધ્યા અને 10 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 22 શેર ઉછાળા સાથે બંધ થયા હતા. જ્યારે 26 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. બંને શેરના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો.

રોકાણકારોની સંપત્તિમાં વધારો
શેરબજારમાં આવેલી તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું બજાર મૂલ્ય રૂ. 383.85 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા સત્રમાં રૂ. 382.52 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં શેરબજારની માર્કેટ મૂડીમાં રૂ. 1.33 લાખ કરોડનો વધારો થયો છે. BSE ડેટા અનુસાર આજે કુલ 3947 શેરોમાં ટ્રેડિંગ થયું હતું. જેમાં 1518 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 2314 શેરો નુકસાન સાથે બંધ થયા હતા. 115 શેરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

Most Popular

To Top