અમદાવાદ: તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં જે ટ્રેનને લીલીઝંડી આપી અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ કરાવી હતી તે હાઈફાઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને (VandeBharatExpressTrainAccident) આજે અમદાવાદ નજીક અકસ્માત નડ્યો છે. અમદાવાદ વટવા વચ્ચે ટ્રેક પર ભેંસ સાથે ટ્રેનની ટક્કર થઈ છે. સૂત્રો અનુસાર 4 ટ્રેન અથડાઈ છે. આ અકસ્માતના લીધે ટ્રેનના એન્જિનને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. ચાર ભેંસ અથડાઈ હોવાના લીધે ટ્રેનને અટકાવી દેવી પડી હતી જેના લીધે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. હજારો મુસાફરો અટવાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે 11.18 કલાકની આસપાસ અમદાવાદના વટવા અને મણીનગર રેલવે સ્ટેશનની વચ્ચે મુંબઇ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો છે. ટ્રેનની આગળના એન્જિનના ભાગે ભેંસ અથડાઈ છે. સેમી હાઈ-સ્પીડ મુંબઈ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસને ઢોર અથડાતા નુકસાન પહોંચ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, વંદેભારત ટ્રેન 180ની સ્પીડ પર મુંબઇથી ગાંધીનગર જઇ રહી હતી. ત્યારે જ અમદાવાદનાં મણિનગર પાસે ટ્રેનના આગળના ભાગમાં ભેંસ અથડાઇ હતી. આ ઘટના બાદ પ્રવાસીઓના જીવ પણ અદ્ધર થયા હતા. જોકે, તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. થોડા સમય માટે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. આ ઘટના બનતા તાત્કાલિક રેલવેના અધિકારીઓની બેઠક મળી હતી.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
ટ્રેન 160 કિમીની ઝડપે દોડતી હતી
16 કોચવાળી વંદે ભારત એક્સપ્રેસમાં 1 ફર્સ્ટ એસી, 4 સેકન્ડ એસી અને 11 થર્ડ એસી કોચ છે. જેમાં 20 કોચવાળી સ્લીપર ટ્રેનમાં 1 ફર્સ્ટ એસી, 4 સેકન્ડ એસી અને 15 થર્ડ એસી કોચ છે. તથા 24 કોચવાળી ટ્રેન 1 ફર્સ્ટ એસી, 4 સેકન્ડ એસી અને 19 થર્ડ એસી કોચમાં મુસાફરી કરી શકાય છે. આનો સીધો અર્થ એ છે કે સ્લીપર વંદે ભારત એક્સપ્રેસનો કોચ મધ્યમ વર્ગ એવા મુસાફરો માટે છે જેઓ થર્ડ એસીમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે.
વંદે ભારત એક્સપ્રેસનું આયુષ્ય 35 વર્ષનું
સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. એટલું જ નહીં તેની સ્પીડને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ સ્લીપર ટ્રેન મુસાફરોને લઈને 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેક પર દોડાવામાં આવી છે. આ સાથે તેનું આયુષ્ય 35 વર્ષનું થયુ છે.
ભારતની પ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેન છે વંદે ભારત એક્સપ્રેસ, જાણો તેની ખાસિયતો
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેન છે. આ ટ્રેનને ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી શરૂ કરાવી હતી. એક જ અઠવાડિયામાં આ ટ્રેન અકસ્માતનો ભોગ બની છે. આ ટ્રેનની મહત્તમ સ્પીડ 200 kmph છે.
વંદે ભારત ટ્રેનમાં 1,123 સીટો છે. તેમાં એક્ઝિક્યુટિવ ચેર કારમાં 104 સીટો અને ચેર કારમાં 1,019 સીટો છે. આ ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ છે અને આ વર્ગની પ્રથમ ટ્રેન નવી દિલ્હી-વારાણસી રૂટ પર શરૂ કરવામાં આવી હતી, જ્યારે બીજી નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા રૂટ પર શરૂ કરવામાં આવી હતી.
ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલની ચેર કાર ટિકિટનું ભાડું રૂ. 1,275 છે અને એક્ઝિક્યુટિવ ચેર કાર ટિકિટનું ભાડું રૂ. 2,455 છે. મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર સુધીની ચેર કારની ટિકિટ 1,440 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 2,650 રૂપિયા હશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે કેટરિંગ ચાર્જિસના કારણે ભાડામાં અને ત્યાંથી ફરક છે.