Vadodara

શહેરીજનો ઉપર 79 કરોડના કરવેરા ઝીંકાયા બજેટ તજજ્ઞો કહે છે કે, આંકડાની માયાજાળ

વડોદરા: વડોદરા કોર્પોરેશન નું વર્ષ 2023 24 નું ડ્રાફ્ટ બજેટ તા.27મી જાન્યુઆરી એ બપોરે 1 કલાકે વડોદરા ના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાનીએ સ્ટેન્ડિંગ સમિતિ ના ચેરમેન હિતેન્દ્ર પટેલ ને ગોળ ખવડાવી ને સ્થાયી સમિતિ સમક્ષ રજુ કર્યું હતું .જેમાં શહેરના વિવિધવિકાસ કામો કરવા માટે વધારાના 70 કરોડનો કરદરનું સૂચન કરવા મા આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ચૂંટણીનું વર્ષ નથી એટલે કરદરમાં વધારો થવાનું અનુમાન પહેલેથી જ હતું.જયારે વડોદરા શહેરની હદમાં વધુ સાત કામોનો સમાવેશ થયો છે. જેથી વિકાસના કામોમાં વધારો કરવાની ફરજ પડી છે. કોર્પોરેશન વિવિધ વિકાસના કામો પાછળ 950 કરોડનો ખર્ચ કરવા જઈ રહ્યું છે. આમ,વડોદરા મનપાનું બજેટ 3838.67 કરોડથી વધી પર 4500 કરોડ પહોંચશે.

વડોદરા ના મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ સ્થાયી સમિતિ સમક્ષ વર્ષ 2023-24નુ રિવાઇઝડ અને ડ્રાફટ બજેટ રજૂ કર્યું હતું.જેમાં ખાસ કરીને છેલ્લા 12 વર્ષથી કોર્પોરેશને વેરાની રકમ ઉપર વધારો ઝીંક્યો નથી. હાલ કોર્પોરેશને વેરામાંથી 542 કરોડની આવક થઈ રહી છે. જે વધીને 900 કરોડ સુધી પહોંચે તેવું અનુમાન છે. આ ઉપરાંત વડોદરા કોર્પોરેશનની હદમાં નવા સમાવેશ થયેલ ગામોમાં કોર્પોરેશન વેરાની વસુલાત કરવાની સાથે પ્રાથમિક સુવિધા પૂરી પાડતું ન હોવાની બૂમો ઉઠી હતી. ત્યારબાદ તંત્રએ હવે ઓજી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનું નેટવર્ક વિસ્તારમાંને પ્રાધાન્ય આપ્યું છે.

વડોદરા કોર્પોરેશન પાણીનું નેટવર્ક વિસ્તાર માટે ભાયલી, ઊંડેરા, તરસાલી, કરોડિયા, બિલ, વેમાલી ગોરવા, નિમેટા લાઈન, બાપોદ જાંબુડીયાપુરા ,ઓજી વિસ્તારમાં અંદાજે 20 જેટલા પ્રોજેક્ટ પાછળ 811.13 કરોડનો ખર્ચ થશે. આ ઉપરાંત રામેશરા કેનાલ તથા રાયકા ફ્રેન્ચવેલથી નવો પાણીનો સ્ત્રોત ઊભો કરવા 505 કરોડનો ખર્ચ કરાશે. જ્યારે ડ્રેનેજ નેટવર્કની વાત કરીએ તો, તરસાલી, ગોરવા, કરોળિયા, બિલ, ઉંડેરા, સેવાસી, શેરખી, ભાયલી સહિતના વિસ્તારોમાં એસટીપી પ્લાન્ટ,એ પી એસ, ડ્રેનેજ ગ્રેવિટી લાઈન, પ્રેશર લાઈન, ઔકસલરી પંપિંગ સ્ટેશન સહિતની જરૂરી સુવિધા ઉભી કરવા અંદાજે 22 પ્રોજેક્ટ પાછળ 795.60 કરોડનો ખર્ચ થશે.

તેમજ શહેરના સયાજીબાગ ગાર્ડનમાં અપગ્રેડેશન પ્રક્રિયા કોર્પોરેશન હાથ ધરશે. જેમાં ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, રમત ગમતના સાધનો, વિકલાંગો માટે જરૂરી સુવિધા પાછળ 1.80 કરોડનો ખર્ચ થશે. આમ ,અંદાજે 46 પ્રોજેક્ટ પાછળ વડોદરા કોર્પોરેશન 1623.53 કરોડનો ખર્ચ કરશે. ખાસ કરીને,સરકારી ગ્રાન્ટ ઉપર જ મોટા ભાગે નિર્ભર સેવાસદન માટે નવા વર્ષમાં નવી આવક કેવી રીતે ઉભી કરવી તે દિશા મા આગળ વધી રહી છે. વેરા વધારા તો કરવા જ પડે તેવી હાલત હતી અને આવકના નવા સ્ત્રોત પણ ઉભા કરવા પડશે તેનું પણ આયોજન કરવું પડશે.

મહાનગર પાલિકા પ્રતિ વર્ષ સવારે ડ્રાફ્ટ બજેટ અને રિવાઇસ બજેટ રજૂ કરવાની વર્ષો જૂની પરંપરા આજે તૂટી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે વડોદરાની મુલાકાતે હતા અને બીજી બાજુ મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ અને બજેટ મહાનગરપાલિકાના મ્યુ. કમિશનર પ્રતિ વર્ષ નિયત સમયે સવારે 10:30 એ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવાનો સિલસિલો છે, પરંતુ મુખ્યમંત્રીનું આગમન આજે સવારે વડોદરામાં થયું હોવાથી મહાનગરપાલિકામાં પ્રતિવર્ષ સવારે ડ્રાફ્ટ બજેટ અને રિવાઇઝ બજેટ રજૂ કરવાની વર્ષો જૂની પરંપરા આજે તૂટી હતી.

બજેટમાં છેવાડાના વિસ્તારોને પ્રાધાન્ય અપાયું છે
વડોદરા શહેર મા નવા આયોજનો પાછળ 4,700,61 કરોડ નો ખર્ચ કરવા મા આવશે ગત વર્ષ કરતા 900 કરોડ વધારે છે વધુ મા કમિશનરે જણાવ્યું હતું કે મીડીયમ ટર્મ ના આયોજનો સહિત ના કામો આ વર્ષે કેવી રીતે કરી શકાય તે બાબતે ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બજેટ મા નગરજનો ના ફીડ બૅંક અને ફરિયાદો ને ધ્યાન મા રાખી ને બજેટ તૈયાર કરવામાં આવ્યું છે આ બજેટ મા આરોગ્ય, શિક્ષણ, આવાસો, રોડ રસ્તા, પાણી, ડ્રેનેજ, સહિત ના વિવિધ વિકાસ ના કામો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ બજેટમાં જે સાત ગામોને પાલિકામાં સમાવાયા છે તેવા છેવાડાના વિસ્તારોને પ્રાધાન્ય અપાયું છે -બંછા નિધિ પાની, મ્યુ.ની કમિશનર

વડોદરા મહાનગર પાલિકાના ઇતિહાસમા સૌથી મોટુ બજેટ
વડોદરા સેવાસદન ના સ્ટેન્ડિગ સમિતિ ના ચેરમેન હિતેન્દ્ર પટેલે વર્ષ 2023-24ના બજેટ ને પાલિકા ના ઇતિહાસ મા સૌથી મોટુ બજેટ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બજેટ નું અધ્યન કરી ને જરુરી સૂચન કરવા મા આવ છે આ વખત ના બજેટ મા અનેક નવા કામો ને મુકવા મા આવ્યા છે. હિતેન્દ્ર પટેલે સૌથી મહત્વ ની વાત કરી હતી કે વડોદરા શહેર ખુબ ઝડપ થી વિકાસ કરી રહીયુ છે. શહેર દરેક વિસ્તારો મા પબ્લિક પાર્ટી પ્લોટ અને નાના અતિથિ ગૃહો હોવા જોઈએ જેથી ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો નજીવા ભાડામાં ઘર આંગણે જ વિવિઘ પ્રસંગો ઉજવી શકે તેમજ કેટલાક વિસ્તારો મા રોડ પર શક માર્કેટ છે તેને શિફ્ટ કરી ને કાયમી શાક માર્કેટ ની જગ્યા ફાળળવવા મા આવશે. તેમણે આજે રજૂ થયેલા બજેટ ને વિકાસલક્ષી બજેટ ગણાવ્યું હતું. – હિતેન્દ્ર પટેલ, સ્થાયી ચેરમેન

દર વખતની જેમ આ વખતે પણ બજેટમાં વિકાસના વાયદા
ગુજરાતમિત્રની ટીમે બજેટ અંગે નાગરિકો અને તજજ્ઞો ને પૂછવા મા આવતા જણાવ્યું હતું કે શહેરમા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ ચોક્કસ આયોજન નથી ઠેર ઠેર ભુવા પડૅ છે, રોડ રસ્તા ની કામગીરી બરાબર થતી ન હોવાથી ખાડા પડી જાય છે. પીવાનું પાણી ચોખ્ખું મળતું નથી. ડ્રેનેજો ઉભરાય છે. બજેટમા કરોડો રૂપિયા ફાળવવામા આવે છે તે પ્રમાણે કામ થતું નથી પ્રજા પર વધારેલા કરાવેરા અંગે પ્રજા નું કહેવું છે. વડોદરા ના લોકો ને લૂંટવા માટે નું બજેટ છે. પ્રજા નું કહેવું છે કે તમે સૂચવેલા કરદર કરતા અમે બમણા કરાવેરા ભરવા તૈયાર છીએ પણ તેની સામે અમોને સુવિધા આપો.જયારે બજેટ તેજજ્ઞો નું કહેવું છે કે દર વર્ષ ની જેમ આ બજેટ પણ આંકડા ની માયાજાળ જેવું છે.

Most Popular

To Top