World

વિડિઓ: ઓપરેશન સિંદૂરના સંગીતે ઝૂમી ઉઠ્યું બ્રાઝિલ, પીએમ મોદીનું શાનદાર વેલકમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસના ચોથા તબક્કામાં બ્રાઝિલ પહોંચ્યા છે. બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમ મોદી બ્રાઝિલમાં ચાર દિવસ વિતાવશે. આ દરમિયાન તેઓ 17મા બ્રિક્સ સમિટમાં પણ ભાગ લેશે.

બ્રાઝિલમાં NRIs એ પરંપરાગત નૃત્ય અને લોકગીતો સાથે PM મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. ખાસ વાત એ છે કે આ નૃત્ય પ્રદર્શનની થીમ ‘ઓપરેશન સિંદૂર’ પર આધારિત હતી, જેમાં લોકો “યે દેશ નહીં મિટને દૂંગા” ગીત પર નાચતા જોવા મળ્યા હતા.

બ્રિક્સ સમિટમાં ભાગ લેશે,પીએમ મોદી:
તમને જણાવી દઈએ કે આજે અને કાલે એટલે કે તા6-7 જુલાઈ 2025ના રોજ બ્રાઝિલમાં 17મું બ્રિક્સ સમિટ યોજાશે. આ સમિટમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના નેતાઓ ભાગ લેશે. પીએમ મોદી આ દેશો સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરી શકે છે.

પીએમ મોદી આ મુદ્દાઓ પર ચર્ચા કરશે:
બ્રિક્સ બેઠકમાં પીએમ મોદી ઘણા મોટા મુદ્દાઓ ઉઠાવી શકે છે. ઉદાહરણ તરીકે, શાંતિ, સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આબોહવા પરિવર્તન, આરોગ્ય અને નાણાં સંબંધિત બાબતો પર પીએમ મોદીની ચર્ચા થઈ શકે છે.

9 જુલાઈએ નામિબિયા જશે:
બ્રાઝિલ પ્રવાસ પૂર્ણ કર્યા પછી, પીએમ મોદી તા.9 જુલાઈએ આફ્રિકન દેશ નામિબિયાની મુલાકાત લેશે. આ સમય દરમિયાન, પીએમ મોદી નામિબિયાની સંસદને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 દિવસમાં 5 દેશોના પ્રવાસે છે. આ પહેલા પીએમ મોદી ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો અને આર્જેન્ટિનાની મુલાકાત લઈ ચૂક્યા છે.

Most Popular

To Top