52 વર્ષ પહેલાં થયેલ જમીનનો વેચાણ-દસ્તાવેજ રદ્દ કરવા અંગેની અપીલ બોટાદ કોર્ટે રદ કરી

ગાંધીનગર : બોટાદ જિલ્લામાં અલમપુર ગામે આજથી 52 વર્ષ પહેલા કરવામાં આવેલા દસ્તાવેજને રદ કરવાની દાગ માંગતી અપીલ પ્રીન્સીપાલ ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વ્રારા રદ કરી દેવામાં આવી હતી. આ કેસની ટૂંકમાં વિગતો એવી છે કે બોટાદના અમલપુર ગામની 50 વિઘા જમીન ભગવાનભાઈ દલુભાઈ પ્રજાપતિએ 1968ના વર્ષમાં કાયદેસર વેચાણ દસ્તાવેજ કરીને વેચાણથી આ જમીન રાખી હતી.તે પછી ભગવાનભાઈના સીટી લીટીના વારસદારોના નામો રેવન્યુ રેકર્ડમાં દાખલ થયા હતા.જો કે જમીન વેચનાર ગુજરી ગયા પછી એટલે કે 2012માં આશરે 44 વર્ષ પછી આ જમીન સંબંધિત પાવર ઓફ એટર્ની હોલ્ડર દ્વ્રારા આ કેસમાં કાનુની લડત શરૂ કરાઈ હતી. જેમાં 52 વર્ષ પહેલા કરાયેલા દસ્તાવેજને રદ કરવાની દાદ માંગવામા આવી હતી.

52 વર્ષ પહેલાં થયેલ જમીનનો વેચાણ-દસ્તાવેજ રદ્દ કરવા અંગેની અપીલ બોટાદ કોર્ટે રદ કરી

સમગ્ર મામલો રેવન્યૂ ઓથોરિટી બાદ છેક ગુજરાત હાઈકોર્ટ સુધી પણ પહોચ્યો હતો. હાઈકોર્ટે એવો આદેશ કરીને બોટાદ નવો જિલ્લો હોવાથી આ કેસ બોટાદ પ્રીન્સીપલ ડિસ્ટ્રીકટ કોર્ટ સમક્ષ આખરી નિકાલ માટે ચલાવવા માટે રિમાન્ડ કર્યો હતો. એડવોકેટ ડો. ડી. બી. દેસાઇ(પી.એચડી) એ બોટાદ પ્રીન્સીપાલ કોર્ટ સમક્ષ જમીન દસ્તાવેજથી ખરીદનાર પ્રજાપતિ પરિવાર તરફથી એવી દલીલ કરી હતી કે 1968નો વેચાણ-દસ્તાવેજ સને 2012માં અર્થાત આશરે 44 વર્ષ પછી ખોટો છે, એવું માનીને પડકારવો, એ પ્રથમ તો કાયદાની જોગવાઇઓ અને કુદરતી ન્યાયના સિધ્ધાંતો વિરૂધ્ધ છે. અપીલકર્તાએ મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ એકમમાં અગાઉ રજૂઆત કરેલ છે, જેથી અમદાવાદ ગ્રામ્ય વિભાગના ડી.એસ.પી.ની કચેરી દ્વ્રારા તપાસ કરીને આ અંગે બંને પક્ષકારોના પોલીસ સમક્ષના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા.

તપાસના અંતે કોઈ કોઇ ફોજદારી ગુન્હો પણ નોંધાયો નથી. આ જમીન એ વડીલોપાર્જીત નહીં, પણ સ્વ-પાર્જીત પ્રકારની છે. વળી, અપીલ દાખલ કરનાર પાવર હોલ્ડરને અપાયેલ અધિકાર એ પણ પાવર ઓફ એટર્ની એકટ-1882ની જોગવાઇ મુજબ પણ થઈ નથી. ભગવાનભાઈ પ્રજાપતિને જમીન વેચનાર હયાત હતા, તે સમયે જો વેચાણ દસ્તાવેજ ખોટો હોય તો તેમણે કોઇ જ લીગલ કાર્યવાહી કરવી જોઇતી હતી, જે પણ કરી નહોતી. ભગવાનભાઈ પ્રજાપતિના વારસોએ કાયદેસર વેચાણ દસ્તાવેજ સબ-રજિસ્ટ્રારની કચેરીમાં નોંધાયા બાદ, આજ દિન સુધી તમામ વેરા-વિધોટી ભરપાઇ કરતા આવ્યા છે અને સંબંધિત જમીનના બોનાફાઈડ પરચેઝર છે. આ ઉપરાંત જમીનમાં કોઈ શરતભંગ પણ થયો નથી. અંતે, જમીન વેચનાર અને ખરીદનાર, એમ બન્ને પક્ષકારોની વિગતવાર રજુઆતો ધ્યાને લેતા, બોટાદ પ્રીન્સીપલ ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વ્રારા આખરી આદેશમાં અલમપુરની 50 વિઘા ખેતીની જમીનના કાયદેસર વેચાણ-દસ્તાવેજને રદ્દ કરવા અંગેની અપીલ રદ કરી હતી.

Related Posts