બોલીવૂડ દ્વારા મીડિયાને ઓપન લેટર: “મહિલાઓનો નહીં પણ સમાચારોનો પીછો કરો”

સુશાંત સિંહ રાજપૂત કેસમાં (Sushant Singh Rajput Case) નાર્કોટિક્સ કોન્ટ્રોલ બ્યુરો (Narcotics Control Bureau) દ્વારા કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ ચૂપ બેઠેલ બોલીવૂડ સેલેબ્સ (Bollywood celebs) અચાનકથી રિયા ચક્રવર્તીના (Rhea Chakraborty) સમર્થનમાં સામે આવ્યા છે. રિયાની સાથે મીડિયાનો વર્તાવ જોયા પછી એકવાર ફરી બોલીવૂડ સેલેબ્સ એકસાથે આવ્યા છે. હાલમાં જ બોલિવૂડના કેટલાક સેલેબ્સે એક ઓપન લેટર પર સહી કરી, સુશાંત કેસમાં મીડિયા દ્વારા રિયા સાથે જે વર્તાવ થઇ રહ્યો છે તેને લઈને વાંધો ઉઠાવ્યો છે. આ લેટર પર સહી કરનારમાં અભિનેત્રી સોનમ કપૂર, ફરહાન અખ્તર, ઝોયા અખ્તર, અનુરાગ કશ્યપ વગેરે સેલેબ્સના નામ શામેલ છે.

બોલીવૂડ દ્વારા મીડિયાને ઓપન લેટર: "મહિલાઓનો નહીં પણ સમાચારોનો પીછો કરો"

ફેમિનિસ્ટ વોઇસ (Feminist Voices) નામના એક બ્લોગ પર પ્રકાશિત આ પત્ર પર નિર્દેશક અનુરાગ કશ્યપ, ગૌરી શિંદે, જોયા અખ્તર, અભિનેત્રી સોનમ કપૂર, રસિકા દુગ્ગલ, અમૃતા સુભાષ, મીની માથુર, દિયા મિર્જા અને લગભગ 2500 અન્ય લોકોએ મીડિયાના નામે આ ઓપન લેટર પર સહી કરી છે. 60 સંગઠનો પણ આના સમર્થનમાં આવ્યા છે.

આ સિવાય ફ્રીડા પિન્ટો, અલંકૃત શ્રીવાસ્તવ, રીમા કાગતી, રૂચી નારાયણ, અમૃતા સુભાષ, મીની માથુર અને અન્ય અનેક હસ્તીઓએ પણ પત્રમાં સહી કરી છે. આ લોકોએ પત્રમાં મીડિયાને કહ્યું છે કે તેઓએ મહિલાઓનો નહીં પણ સમાચારોનો પીછો કરવો જોઈએ

બોલીવૂડ દ્વારા મીડિયાને ઓપન લેટર: "મહિલાઓનો નહીં પણ સમાચારોનો પીછો કરો"

પ્રિય સમાચાર ભારતના મીડિયા,
અમને તમારી ચિંતા થઇ રહી છે. શું તમે સારું અનુભવો છો?
કારણ કે, જ્યારે અમે મીડિયાને રિયા ચક્રવર્તીની પાછળ દોડતા જોઈએ છે, ત્યારે અમે સમજી શકતા નથી કે તમે પત્રકારત્વની દરેક વ્યાવસાયિક નીતિશાસ્ત્રને કેમ છોડી દીધી છે. તમે એક મહિલાની નમ્રતા અને ગૌરવ જાળવવાને બદલે, તમે તેના પર કેમેરા વડે હુમલો કરવામાં વ્યસ્ત છો. તમે તેની ગોપનીયતાનું ઉલ્લંઘન કરી રહ્યા છો અને ખોટા આરોપો પર રાત-દિવસ કામ કરો છો. ‘રિયા કો ફંસાઓ’ નાટક ચાલી રહ્યું છે.

તમે ફક્ત એક વાર્તાને લઈને ઓબ્સેસ્ડ થઇ ગયા છો. એક યુવતી જે તેના પોતાના નિર્ણયો લે છે, જે લગ્ન વિના તેના પ્રેમી સાથે રહે છે અને જે કટોકટી કામદારની જેમ કામ કરવાને બદલે પોતાના માટે બોલે છે. તપાસ વિના, કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના, તેને ગુનેગાર માનવામાં આવે છે.

બોલીવૂડ દ્વારા મીડિયાને ઓપન લેટર: "મહિલાઓનો નહીં પણ સમાચારોનો પીછો કરો"

પત્રમાં આગળ લખ્યું છે કે, અમે સલમાન ખાન અને સંજય દત્તના મામલામાં તમારો દયાળુ અને માનભર્યું વલણ જોયું છે, પરંતુ જ્યારે કોઈ મહિલાની વાત આવે છે, જેણે કોઈ ગુનો કર્યો છે તે હજી સુધી સાબિત થયું નથી, તમે તેના ચરિત્ર પર વારંવાર હુમલો કરી રહ્યા છો. તેના અને તેના પરિવાર પર નિશાનો સાધી સોશ્યલ મીડિયા પર લોકોને ઉશ્કેરી રહ્યા છો અને તેની ધરપકડને તમારી જીત ગણાવી રહ્યો છે. આમાં શું જીત છે?

પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે અમે જોઈ રહ્યા છીએ કે તમે રિયા ચક્રવર્તીની પાછળ પડ્યા છો, અમને ખબર નથી પડતી કે તમે પત્રકારત્વના દરેક વ્યવસાયિક મૂલ્યને કેમ છોડી દીધા છે.

Related Posts