બોલીવુડ પર છવાયો કોરોનાકાળ : અમિતાભ બાદ હવે અનુપમ ખેરનું પરિવાર પણ કોરોનાની ઝપેટમાં

મુંબઈ : થોડાક દિવસથી અનુપમ ખેરની માતા (Anupam Kher’s mother)ની તબિયત નરમ હતી અને તેમનું શરીર કમજોર પડી ગયુ હતુ. તેઓને ભૂખ લાગવાનું પણ બંધ થઈ ગયું હતુ. ડોક્ટરો(Doctors) દ્વારા તેમના માતાનું બ્લડ ચેકઅપ (Blood checkup) કરવામાં આવ્યુ હતું જેમાં તેઓની રીપોર્ટ સામાન્ય આવી હતી, પરંતુ સીટી સ્કેન કરાવ્યા પછી તેમનામાં કોરોના વાયરસ(Corona virus)નાં લક્ષણો સામે આવ્યા હતા. અનુપમ ખેરની માતાને કોકિલાબેન હોસ્પિટલ(Kokilaben Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે અને આની સૂચના બોમ્બે મ્યૂનિસિપલ કોર્પોરેશન(BMC)ને પણ આપવામાં આવી છે જેથી તેમના ઘરનું સેનેટાઈઝ કરવામાં આવશે તથા તેમના દ્વારા સંપર્કમાં આવેલા વ્યકિતઓની માહિતી મેળવશે.

બોલીવુડ પર છવાયો કોરોનાકાળ : અમિતાભ બાદ હવે અનુપમ ખેરનું પરિવાર પણ કોરોનાની ઝપેટમાં

કોરોના(Covid-19) મહામારીએ પોતાના પગ એવી રીતે પ્રસર્યા છે કે તેનાથી હવે ફિલ્મજગત (Film world) પણ બાકાત નથી. શનિવારે જ મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નો કોરોના રીપોર્ટ(Corona Report) પોઝિટિવ આવ્યો છે અને ત્યાર બાદ હવે અનુપમ ખેર(Anupam Kher)ની માતા અને ભાઈ સાથે બીજા ચાર લોકોને કોરોનાએ ઝપેટમાં લીધો છે. અનુપમ ખેરે પણ ટેસ્ટ કરાવ્યો છે તેમની રીપોર્ટ નેગેટીવ આવી છે.

https://twitter.com/AnupamPKher/status/1282181222467162118

આ વાતની પુષ્ટિ તેમના પુત્ર અનુપમ ખેરે રવિવારે સવારે ટ્વીટ કરીને કરી હતી. અનુપમ ખેરે તેની સાથે એક વિડીયો પણ શેયર કર્યો છે જેમાં તેમણે પોતાના માતા અને ભાઈઓના કોરોના પોઝિટિવ હોવાની વાત કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે ડોક્ટરનાં સલાહથી તેમણે પોતાનાં માતાની લોહીની તપાસ કરાવી હતી જેમાં તો રીપોર્ટ સામાન્ય આવ્યો, પરંતુ સીટી સ્કેન કરાવ્યા બાદ તેમનામાં કોરોનાનાં સામાન્ય લક્ષણો સામે આવ્યા હતા. ત્યાર બાદ અનુપમ ખેરના પરિવારનાં સદસ્યોનું પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યુ હતુ. જેમાં તેમના ભાઈની પત્નિ અને બત્રિજી વૃંદામાં હલ્કા કોરોનાનાં લક્ષણો સામે આવ્યા છે. જો કે તેમના ભત્રિજાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અનુપમ ખેરે છેવટે પોતાના ચાહકોને પોતાના પરિવારની સારસંભાળ રાખવાની વાત કરી અને ડોક્ટરોની પણ પ્રસંશા કરી હતી.

બોલીવુડ પર છવાયો કોરોનાકાળ : અમિતાભ બાદ હવે અનુપમ ખેરનું પરિવાર પણ કોરોનાની ઝપેટમાં

દેશમાં હાલ કોરોનાએ વિક્રાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. દરરોજ હજારોની સંખ્યામાં કેસો સામે આવી રહ્યા છે અને લોકો આ રોગચાળાનો ભોગ બની રહ્યા છે. દેશમાં લગભગ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 8 લાખ 49 હજાર 997 થઈ ગઈ છે. ગત 24 કલાકમાં 27 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. દેશમાં સૌથી વધુ કેસો મહારાષ્ટ્ર રાજ્યમાં આવી રહ્યા છે અને અત્યાર સુધી દેશમાં સૌથી વધુ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ મહારાષ્ટ્રમાં જ થઈ છે. મહારાષ્ટ્રનાં મૃત્યુઆંકની વાત કરીએ તો 10 હજારનાં ઉપર મોત થયા છે.

Related Posts