Entertainment

બોલીવુડ ડ્રગ રેકેટ: ગુજરાત FSLએ 5TB નો ડેટા રિકવર કર્યો, મોટા ખુલાસો થવાની સંભાવના

ગાંધીનગર (Gandhinagar): ગત આખુ વર્ષ કોરોનામાં (Corona Pandemic) નીકળી ગયુ. વિશ્વમાં દરેક ક્ષેત્રે, દરેક વર્ગની વ્યકતિના જીવનમાં કોરોનાને કારણે મોટા મોટા ઉતાર -ચઢાવ આવ્યા હતા. થોડા સમય પહેલા સોશિયલ મિડીયા પર એક મેસેજ વાયરલ થઇ રહ્યો હતો. જેમાં 12 મહિનાઓને કંઇક આ રીતે રજૂ કરાયા હતા- જાન્યુઆરી, ફેબ્રુઆરી, કોરોના, લોકડાઉન, લોકડાઉન, સુશાંત, રિયા, બોલીવુડ ડ્રગ કેસ, અનલૉક, કંગના… જો કે આ વાત તો સાચી છે, ગત વર્ષ આપણું આવું જ ગયુ છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના (Late Sushant Singh Rajput) મોત પછી બોલીવુડમાં ભૂકંપ આવી ગયો હતો.

ત્રણ કેન્દ્રીય તપાસ એજન્સીઓ- CBI, ED, NCB, કુલ 5 કરોડ જેટલો ખર્ચ છતાં આજની તારીખમાં સુશાંત રાાજપૂતના કથિત આત્મહત્યા કેસનું સત્ય બહાર આવ્યુ નથી. જો કે દેશમાં ટોચની મિડીયા ચેનલોએ અને રાજકારણે આ આખા કેસને એટલી હદે ડાયવર્ટ (divert) કરી નાંખ્યો છે કે હવે ઘણા બધા લોકો સુશાંતના કેસને સાવ ભૂલી જ ગયા છે. જો કે આ કેસમાં AIIMSની ટીમે ભલે એમ કહી દીધું હોય કે આ કેસ આત્મહત્યાનો હતો અને આ રીતે કેસ કથિત રીતે બંધ કરી દેવાયો પણ સુશાંતના મોત પછી બોલીવુડનો જે રીતે ડ્રગ કેસમાં પર્દાફાશ થયો છે. તે કેસ હજી બંધ થયો નથી.

બોલીવુડમાં ડ્રગ લેવાના ચલણનો પર્દાફાશ સુશાાંતના કેસથી થયો હતો. અને NCB પછી હાથ ધોઇને બોલીવુડ અને મનોરંજન ક્ષેત્રની હસ્તીઓ પાછળ પડી ગઇ હતી. NCB ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ (Sameer Wankhede) દિવસ રાત મહેનત કરીને મુંબઇને ‘ડ્રગ ફ્રી’ (drug free drive) બનાવવાનું બીડુ ઉપાડ્યુ હતુ. અને તેમની આ ઝુંબેશ ઘણા અંશે પણ સફળ પણ થઇ એનું કારણ છે કે બોલીવુડમાં ડ્રગ રેકેટ (Bollywood Drug Racket) ઉઘાડું પડ્યા પછી દેશભરમાં NCBની ટીમે આ ડ્રગ રેકેટના દરેક છેડાની તપાસ કરી, જેમાં સુરત સહિત દેશના મોટા મોટા શહેરોમાં થતું ડ્રગનું કાળું બજાર ઝડપાયુ હતુ.

ડ્રગ કેસમાં ટોચની જે બોલીવુડ હસ્તીઓના નામ સામે આવ્યા હતા – રિયા ચક્રવર્તી (Rhea Chakraborty), દીપિકા પાદુકોણ (Deepika Padukone), સારા અલી ખાન (Sara Ali Khan), શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor), રકુલ પ્રીત સિંઘ (Rakul Preet Singh), દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશ (Deepika’s manager Karishma Prakash) અને અર્જુન રામપાલ (Arjun Rampal) – આ હસ્તીઓના ફોન, લેપટોપ, મેકબુક, પેનડ્રાઈવ જેવા ડિવાઇસીસ NCB ની ટીમે જપ્તા કર્યા હતા અને ગુજરાતમાં FSL (Forensic Science Laboratory Division -FSL) ની ટીમને મોકલ્યા હતા. FSLની ટીમ પાસે આ હસ્તીઓના કુલ 84 ડિવાઈસ છે, જેમાંથી તેમણે 5 TB જેટલો ડેટા રિકવર કર્યો છે. જેમાં કોલ લોગ્સ, સોશિયલ મિડીયા, ફોટોઝ સહિતનો બધો ડેટા સામેલ છે. અને આમાં વોટ્સએપ ચેટ અને કોલ લોગ્સના આધારે આ હસ્તીઓ ડ્રાગ ડીલર્સના સતત સંપર્કમાં હોવાનું જાણવા મળ્યુ છે.

પ્રારંભિક તપાસમાં સામે આવ્યુ છે કે આ હસ્તીઓ અને ડ્રગ ડીલર્સ સાથેની કેટલીક વોટ્સએપ ચેટમાં D અને do શબ્દોનો વારંવાર ઉપયોગ થયો છે. અધિકારીઓ D અને do શેના શોર્ટ ફોર્મ છે તેની તપાસ કરી રહ્યા છે. FSLની ટીમ હવે આ ડેટાનો અભ્યાસ કરી રહી છે. FSLનો રિપોર્ટ જ્યારે બહાર આવશે ત્યારે વધુ વિસ્ફોટક માહિતીઓ સામે આવશે એવુ લાગે છે.

જાણવા મળ્યુ છે કે આ હસ્તીઓ અહીંના અધિકારીઓને મળવા માટે ચક્કર પણ લગાવી રહી છે. બીજી એવી પણ માહિતી મળી છે કે દરેક ફોનમાં થ્રી લેયર કોડ (three layered pass code) નાખેલા હતા, જેમાં સ્ક્રીન લોક, ત્યાર બાદ નંબર કોડ અને ત્યાર બાદ એપલોક સોફ્ટવેર પણ સામેલ છે. જો કે કોઇપણ હસ્તીએ આ પાસવર્ડ એજન્સીને આપ્યા નહોતા. FSLની ટીમે હાઇ લેવલ સોફ્ટવેર વાપરીને ડિવાઇસ અનલોક કર્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top