બાંગ્લાદેશના ઢાકામાં બુઢીગંગા નદીમાં બોટ ડૂબવાથી 23થી વધુનાં મોત

ઢાકા:(Dhaka) બાંગ્લાદેશમાં(Bangladesh) સોમવારે ભયાનક બોટ અકસ્માતમાં ઓછામાં ઓછા 23 લોકોનાં મોત નીપજ્યાં હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો હજી ગુમ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બોટ અકસ્માતમાં ઓછામાં ઓછા 23 બોટ મુસાફરોનાં મોત નીપજ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે બુઢીગંગા નદીમાં બોટ બીજી બોટ સાથે ટકરાઈ હતી, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ સમયગાળા દરમિયાન કુલ 100 લોકો બોટમાં સવાર હતા. મૃતકોમાં છ મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ છે. બાંગ્લાદેશ(Bangladesh)ની ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (BIWTA) ના વડા ગોલામ સાદિકે જણાવ્યું હતું કે સવારે મુસાફરોથી ભરેલી બોટ બીજી બોટ સાથે ટકરાઈ હતી, જેના કારણે તે પાણીની અંદર ડૂબી ગઈ હતી. વહીવટીતંત્રે કહ્યું, ‘કેટલા લોકોનો બચાવ થયો છે અને કેટલા લોકો ગુમ થયા છે તે જાણી શકાયું નથી. રાહત કાર્ય હજુ પણ ચાલુ છે. નેવી, કોસ્ટ ગોર્ડ અને ફાયર સર્વિસની ટીમો તૈનાત કરવામાં આવી છે.

બાંગ્લાદેશના ઢાકામાં બુઢીગંગા નદીમાં બોટ ડૂબવાથી 23થી વધુનાં મોત

બાંગ્લાદેશની રાજધાની Dhaka ઢાકા નજીક બુઢીગંગા નદીમાં એક બોટ ડૂબી ગઈ હતી, જેમાં 28 લોકોનાં મોત નીપજ્યાં હતાં. બોટમાં 100 થી વધુ લોકો હતા. 28 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. કેટલાક લોકોએ તરીને પોતાનો જીવ બચાવ્યો હતો અને કેટલાકને બહાર કાઢવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર કહે છે કે કેટલા લોકોનો બચાવ થયો છે અને કેટલા લોકો ગુમ થયા છે તે હાલ જાણી શકાયું નથી. બીજી બોટને ટક્કર મારવાના કારણે આ અકસ્માત થયો હતો.

બાંગ્લાદેશના ઢાકામાં બુઢીગંગા નદીમાં બોટ ડૂબવાથી 23થી વધુનાં મોત

શ્યામબજાર ખાતે સોમવારે સવારે સાડા નવ વાગ્યે આ અકસ્માત થયો હતો. ‘મોર્નિંગ બર્ડ’ નામની બોટ મુનશીગંજથી Dhaka ઢાકા જઇ રહી હતી. તે સદરઘાટ ટર્મિનલ નજીક ‘મોયુર -2’ નામની બીજી બોટ સાથે ટકરાઈ હતી. આના કારણે મોર્નિંગ બર્ડ બોટ ડૂબી ગઈ હતી. કેટલાક લોકો તરીને જીવન બચાવી શક્યા હતા, કેટલાકને બચાવી શકાયા હતા. અત્યાર સુધીમાં 18 પુરુષો, 7 મહિલાઓ અને ત્રણ બાળકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. વહીવટીતંત્રે કહ્યું, ‘કેટલા લોકોનો બચાવ થયો છે અને કેટલા લોકો ગુમ થયા છે તે જાણી શકાયું નથી. રાહત કાર્ય હજુ પણ ચાલુ છે. નેવી, કોસ્ટ ગોર્ડ અને ફાયર સર્વિસની ટીમો તૈનાત કરવામાં આવી છે.

Related Posts