ભાજપના નગર સેવકના હિંદુ મંદિરોને ક્ષતિગ્રસ્ત કરવાના ખેલ સામે હિંદુ સંગઠનોના વિરોધ

૧૦૦ ફુટ માર્ગ પરના હીંદુ મંદિરોને ક્ષતીગ્રસ્ત કરવા પાછળ મંદિર વહીવટની સત્તા ભુખ સંતોષવા માટે ખેલ રચ્યા હોવાની ચર્ચા

(પ્રતિનિધિ)આણંદ, તા.૨૩ મોગલ સમયમાં હિંદુ મંદિરોને તોડવામાં આવતા હતા તે શાસનની યાદ અપાવે તેવી ઘટના તાજેતરમાં કહેવાતા હિંદુવાદી પક્ષના સત્તાના નગ્નનાચ મદ બનેલ અને પાલિકામાં પોતાને અહમ બ્રહમાસ્મી સમજતા ભાજપી નગર સેવકના ઈશારે હિંદુ મંદિરોને અતીગ્રસ્ત કરવાના કારસો રચતા હિંદુ સંગઠનો માં ઉગ્ર વિરોધ ઉઠવા પામ્યો છે. ત્યારે આ નેતા પાલિકામાં સત્તા વિહોણા હોય હિંદુ મંદિરોના વહીવટની સત્તા ભુખ માટેના ખેલ રચવામાં આવીરહયાનું ઉજાગર થતા નેતા પ્રત્યે શંકાકુશંકાઓ ઉભી થવા પામી હોવાનું જાણવા મળેલ છે.

પ્રા વિગતો અનુસાર શહેરના ૧૦૦ ફૂટ માર્ગ પર આવેલ ભાથુજી મહારાજા મંદિર તથા ખોડીયાર માતાજી મંદિર નજીક પાલિકામાં પોતાને અહમ બ્રહમાસ્મી સમજતા પુર્વ પાલિકા પ્રમુખ અને વર્તમાન કાઉન્સીલર પ્રજ્ઞેશ પટેલના મૌખીક ઈશારે પાલિકાના ઈજનેર દ્વારા તોડફોડ કરાતા ધાર્મિક સ્થળ ક્ષતીગ્રસ્ત થવા પામતા સત્તાના નગ્નનાચમાં મદ બનેલ પ્રજ્ઞેશ પટેલ વિરૂધ્ધ વિરોધ વંટોળ ઉભો થવા પામ્યો હોય તેમ વિવિધ હિંદુ સંગઠનો દ્વારા પાલિકા ચીફ ઓફીસરને આવેદનપત્ર પાઠવી ત્વરીત તપાસ હાથ ધરવા માંગ કરી હોવાનું જાણવા મળેલ છે.

 બીજી બાજુ પ્રજ્ઞેશ પટેલના ઈશારે હિંદુ ધર્મ સ્થળને ક્ષતીગ્રસ્ત કરવા પાછળ પાલિકામાં સત્તા વિહોણા હોય અગાઉ પણ શહેરના રોકડીયા હનુમાન મંદિરની કમીટીમાં સ્થાન મેળવવા પ્રયાસમાં નિષ્ફળ જતાં મંદિર હસ્તકના ચબૂતરાને ધ્વંશ કરવાના ખેલ રચ્યા હતા. તો બીજીબાજુ જલારામ મંદિર ટ્રસ્ટ પ્રમુખ પદેથી થોડા સમય પુર્વ પાણીચુ આપવામાં આવવા છતાં પોતાના હક્ક ઉભા કરવાના પ્રયાસ હાથ ધરતા મામલો ગરમાવા પામ્યો હતો ત્યારે ૧૦૦ ફુટ માર્ગ પરના હીંદુ મંદિરોને ક્ષતીગ્રસ્ત કરવા પાછળ મંદિર વહીવટની સત્તા ભુખ સંતોષવા માટે ખેલ રચ્યા હોવાની ચર્ચા એરણે ચઢવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ પૂર્વપાલિકા હસ્તકના નવા બસ સ્ટેન્ડ નજીકના સાકાર થયેલ કોમર્શીયલ સંકુલમાં વધારાની પાલિકા જમીન બારોબાર લ્હાણી કરવા મુદ્દે એસીબીથી લઈપાલિકા કમિશનર સુધી ફરીયાદો થવા પામી હતી.

જે પગલે પાલિકા કમિશનરે વર્તમાન ત્રણ પાલિકા કાઉન્સીલર સહિત આઠ વ્યકિતઓ પાસેથી રૂપિયા ૨૯ લાખનું આર્થિક નુકસાન ભરપાઈ કરવાના આદેશ કર્યા હતા. આ ઉપરાંત પ્રજ્ઞેશ પટેલે પોતાના પાલિકા પ્રમુખ કાળ દરમિયાન પોતે જ ટ્રસ્ટના પ્રમુખ હતા તેને આર્થીક ફાયદા કરાવવા માટેના ખેલ રચી પાલિકા હસ્તક કૈલાસભૂમીનો વહીવટના ખેલ રચ્યા હતા.

    જે મુદ્દે પણ શહેરના જાગૃત નાગરીક વિપુલ મેકવાન દ્વારા પાલિકા કમિશનર સમક્ષ કાર્યવાહીની દાદ માંગવામાં આવી હતી. પરંતુ તત્કાલીન કલેકટરે સમગ્ર મામલે તપાસ રીપોર્ટ સોંપવાના બદલે સુઓમોટો દાખલ કરી મામલાને અભરાઈ પર ચઢાવવાના ખેલ રચ્યા હતા ત્યારે તાજેતરમાં ૧૦૦ ફૂટ માર્ગ પરના હીંદુ મંદિરને અતીગ્રસ્ત કરવા મામલે ઉભા થેયલ વિરોધ વંટોળ સામે પાલિકા કાર્યવાહી હાથ ધરશે કે પછી જેથી સરકાર એની દરકારના ખેલ રચી કુલડીમાં ગોળ ભાંગશેની ચર્ચા એરણે ચઢવા પામી હોવાનું જાણવા મળેલ છે.

Related Posts