પેટા ચૂંટણીની તૈયારી: ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક

ગાંધીનગર:(Gandhinagar) આજરોજ ગાંધીનગરના કમલમ(Kamalam) ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને આજે ભાજપ(BJP) કોર કમિટિની બેઠક મળી રહી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડે. સીએમ. નીતિન પટેલ હાજર છે. રાજ્યમાં યોજાનાર વિધાનસભાની પેટાચૂંટણીઓ અંગે કોર ગૃપની બેઠક મળી છે. વર્ષ 2019 માં સંગઠન સંરચના દરમિયાન કોર ગ્રૂપની બેઠક મળ્યા બાદ હવે જૂન માસના અંતિમ દિવસોમાં બેઠક મળી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી સતીષ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા છે. બેઠકમાં આગામી દિવસોમાં રાજ્યમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણી તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે આ બેઠકમાં રણનીતિ ઘડવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા પ્રમાણે સરકારના મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો અને જવાબદારી સોંપવામાં આવશે.

પેટા ચૂંટણીની તૈયારી: ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક

ગાંધીનગર(Gandhinagar)માં કમલમમાં પ્રદેશ ભાજપની મહત્ત્વની કોર ગ્રુપની બેઠક યોજાઈ છે. જેમાં વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા હાથ ધરવામાં આવી. આ ઉપરાંત હવે જિલ્લા–તાલુકા સ્તરે સંગઠનમાં નિમણૂક કરવા અંગે પણ વિચારણા કરવામાં આવનાર છે. આગામી સપ્ટેમ્બરમાં રાજ્યમાં 8 બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે. જેમાં ભાજપ (BJP)અને કોંગ્રેસ (Congress) વચ્ચે મીની રાજકીય જંગ જોવા મળશે. ભાજપની નેતાગીરીએ 8 બેઠકની પેટા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. જે 8 બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે, તેમાં ડાંગ, કપરાડા, કરજણ, ગઢડા, ધારી, મોરબી(Moarbi), લીંબડી અને અબડાસા બેઠકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોરવા હડફ, દ્વારકા અને ધંધુકા સહિતની ત્રણ બેઠક પર કોર્ટના આદેશ છે. જેના પગલે આ બેઠકોની પેટા ચૂંટણી અંગે કોર્ટ દ્વારા આખરી નિર્ણય લેવાશે. ગઢડા બેઠક પર ભાજપના પૂર્વ મંત્રી આત્મારામ પરમાર અને લીંબડી બેઠક કિરીટસિંહ રાણાને ટિકિટ આપવામાં આવે તેવી સંભાવના છે. જ્યારે અન્ય બેઠકો પર કોંગ્રેસ છોડીને આવેલા પૂર્વ ધારાસભ્યોને પુન: ટિકિટ ( Re-ticket) આપવામાં આવે તેવી સંભાવના છે.

પેટા ચૂંટણીની તૈયારી: ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક

મંત્રી મંડળ અને સંગઠનમાં ફેરફાર

તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની બેઠક બાદ હવે રૂપાણી સરકારના મંત્રી મંડળમાં અને ભાજપના સંગઠનમાં ફેરફારની સંભાવના છે. 30મી જૂનની આસપાસ નવા પ્રદેશ પ્રમુખની વરણી કરાશે. જ્યારે 3જી જુલાઈએ જિલ્લા–તાલુકાના પ્રમુખોની વરણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. રૂપાણી સરકારમાં નબળી કામગીરીનો ટ્રેક રેકોર્ડ ધરાવતા બેથી ત્રણ મંત્રીને પડતા મૂકવામાં આવે તેવી સંભાવના છે. જેની સામે પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીને મંત્રી મંડળમાં સમાવાય તેવી સંભાવના છે. ઉપરાંત અન્ય નવા ચહેરાને પણ સ્થાન આપવામાં આવશે. નવા પ્રદેશ પ્રમુખની વરણી માટે ભાજપ(BJP)ની કેન્દ્રિય નેતાગીરી દ્વારા કવાયત હાથ ધરાઈ છે. આ સાથે પ્રદેશ ભાજપના જિલ્લા–તાલુકાના અને શહેરોના નવા પ્રમુખો તેમજ સંગઠનની નવી ટીમ પણ જાહેર કરાશે. ખાસ કરીને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પડતા મૂકવામાં આવે તેવી સંભાવના છે. તેમના સ્થાને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, પ્રદેશ ભાજપ(BJP)ના પ્રમુખ જીતુ વાઘાણી સરકારમાં આવી શકે છે. તેવી જ રીતે ઈશ્વર પરમાર, વિભાવરીબેન દવે અને વડોદરામાંથી યોગેન પટેલને પણ પડતા મૂકવામાં આવે તેવી સંભાવના છે. આત્મારામ પરમારને પણ મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવે તેવી સંભાવના છે.

Related Posts