Gujarat

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જન્મદિનની ઉજવણી રાજકોટમાં કરી, અનાથ બાળકો સાથે ભોજન લીધું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 65 વર્ષ પૂરા કરીને 66માં વર્ષમાં પ્રવેશ સાથે પોતાના જન્મ દિનની ઉજવણી રાજકોટમાં વિવિધ સમારંભોમાં હાજરી આપીને કરી હતી. આજે દિવસભર રાજકોટમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રૂપાણીએ હાજરી આપી હતી. ભાજપના સાંસદો, ધારાસભ્યો, મનપાના નેતાઓ સ્થાનિક પાર્ટીના અગ્રણીઓએ પણ સીએમ રૂપાણીને જન્મદિનની શુભેચ્છા આપી હતી.

આજે સવારે રાજકોટમાં રૂપાણીએ સૌ પ્રથમ કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાને મળીને તેમના આશીર્વાદ લીધા હતા. તે પછી તેમણે રાજકોટની ડીએસ કોલેજ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.આ ઉપરાંત દિવ્યાંગ બાળકો માટે નિવાસી ગૃહના ભૂમિ પૂજન કરવામાં આવ્યુ હતું.

અનાથ બાળકોને પણ સહાય આપવામાં આવી હતી. પુજીત રૂપાણી ટ્રસ્‍ટ દ્વારા ભાવનગર રોડ પર યોજાયેલા સમારંભમાં તેમણે હાજરી આપી હતી. કોરોનામાં માતા કે પિતા બેમાંથી એકને ગુમાવનાર એવા તેમજ અનાથ થઈ ગયેલા બાળકો 79 બાળકો સાથે રૂપાણી તેમજ તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ એકજ પંગતમાં બેસીને ભોજન લીધુ હતું. અહીં વિધવા બહેનોને પુનઃલગ્ન માટે 50 હજારની સહાયની જાહેરાત પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી.

Most Popular

To Top