Dakshin Gujarat

પાનોલીના ગોડાઉનમાંથી શંકાસ્પદ બાયોડિઝલ સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપાયું : આ રીતે કરતા હતા ચોરી

વાંકલ: માંગરોળના (Mangrol) અમરકુઈ ઝંખવાવ માર્ગ પર પોલીસે ટાટા જેનોન (Tata Xenon) ગાડી અટકાવી તલાશી લેતાં તેમાંથી 2200 લીટર શંકાસ્પદ બાયો ડીઝલના (Biodiesel) જથ્થા સાથે ચાલક સુખદેવભાઈ ચીમનભાઈ વસાવા (રહે.અમરકુઇગામ, તા.માંગરોળ) પકડાયો હતો. ગાડીમાંથી 11 બેરલ શંકાસ્પદ બાયોડીઝલ₹ રૂા. 1,62,800 અને વાહન કિંમત ₹2,50,000 મળી કુલ ₹.4,19,000નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો. ચાલકની વધુ પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે અંકલેશ્વરના (Ankleswar) પાનોલીમાં (Panoli) લક્ષ્મી વજન કાંટાની બાજુમાં આવેલા ગોડાઉનમાંથી આ બાયોડીઝલનો જથ્થો ભરવામાં આવ્યો હતો અને ઝંખવાવ ગામના સમીર તંબોલીના કહેવાથી રૂપિયા 3000ના ભાડાથી આ જથ્થો લેવા માટે ગયો હતો.

આ જથ્થો રાજક્રિષ્ના કવોરીના કમલભાઈને આપવાનો હતો. વધુમાં ચાલકે જણાવ્યું કે અગાઉ પણ પાંચ વાર શંકાસ્પદ બાયો ડિઝલનો જથ્થો તે લાવ્યો હતો. માંગરોળ પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હાલ ગુનો નોંધવામાં આવ્યો છે આગળની કાર્યવાહી માંગરોળ મામલતદાર કચેરીના અધિકારી ગીરીશભાઈ પરમાર દ્વારા કરવામાં આવી રહી છે.

દહેજ નજીક અટાલી ગામની સીમમાં સ્કીલ અપગ્રેડેશન સેન્ટરના બંધ બિલ્ડીંગમાં મોટાપાયે ચાલતું ગેરકાયદે કેમિકલ (Chemical) ચોરીનું કૌભાંડ ચાર મહિના પહેલા પોલીસે ઝડપી પાડ્યું હતું. આ સંડોવાયેલા વોન્ટેડ મુખ્યસુત્રધાર ઇન્દ્રજીતસિંહ ચાવડાને પોલીસે પકડીને કોવિડ-૧૯ ટેસ્ટ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઇન્દ્રજીતસિંહ ચાવડા દહેજ-વાગરા વિસ્તારમાં હત્યા સહિતના ૭ ગંભીર ગુનામાં સંકળાયેલો છે.

ઓદ્યોગિક વસાહતમાં ગેરકાયદે કેમિકલ ચોરીનું એપી સેન્ટર દહેજ (Dahej) છે. તા-૯/૯/૨૦૨૧ના રોજ રાત્રે ૮.૧૫ કલાકે પોલીસ વિભાગે ૧૨ કલાક સુધીના ઓપરેશનમાં અટાલી ગામની સીમમાં ‘સ્કીલ અપગ્રેડેશન સેન્ટર’ના (Skill Upgradation Center) બંધ બિલ્ડીંગમાં કંપાઉન્ડમાંમાં ગેરકાયદે કેમિકલ સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ (Scam) ઝડપી પાડ્યું હતું. અટાલીમાં કેમિકસ ચોપી કૌભાડ ઝડપાયું છે.

અટાલી કેમિકલ ચોરી કૌભાંડનો વોન્ટેડ મુખ્ય સુત્રધાર ચાર મહિને પકડાયો

આ રેડમાં બી.એમ.રોડ લાઈન્સનું ટેન્કર ચાલકે ૪૦૦ લીટર ફીનોલ કેમિકલ કાઢી આપ્યા સહિત બિલ્ડિંગમાં કુલ ૨૪,૮૦૨ મેટ્રીક ટન ફીનોલ કિંમત રૂ.૨૯ લાખ, ટેન્કર કિંમત રૂ.૧૦ લાખ, પીકઅપ વાન રૂ.૩ લાખ મળી કુલ રૂ.૪૨,૩૨,૮૨૪નો મુદ્દામાલ સાથે આરોપી મોહમદ હસન દિવાન ઝડપાઈ ગયો હતો. આ ગુનામાં ફરાર મુખ્યસુત્રધાર ઇન્દ્રજીતસિંહ ચાવડાને DYSP વિકાસ સુંડા, દહેજ પીઆઈ બી.એન.સગર, પીઆઈ-ડી.પી.ઉનડકટ સહિતની ટીમે અટાલી ગામેથી પકડી પાડ્યો હતો. ઇન્દ્રજીતસિંહ ચાવડા ચાર મહિના ક્યાં રહ્યો હતો એ પોલીસ માટે તપાસનો વિષય બની ગયો હતો. ઇન્દ્રજીતસિંહ ચાવડા પકડાયો, તેની દહેજ-વાગરા વિસ્તારમાં હત્યા સહિતના ૭ ગંભીર ગુનામાં સંડોવણીની જાણકારી પ્રાપ્ત થઈ છે.

Most Popular

To Top