બિહાર ચૂંટણીનાં નાયક – ખલનાયક

બિહાર વિધાનસભાની હજી હમણાં જ સમાપ્ત થયેલી ચૂંટણીની પ્રથમ અને આગવી હકીકત એ છે કે તે અપેક્ષા મુજબ રસાકસીપૂર્ણ રહી હતી. વિજેતા કે પરાજિત રાજકીય પક્ષો ભલે ગમે તે દાવો કરે પણ બેઠક પર પરિણામ આ વાતની શાખ પૂરે છે.

આ ચૂંટણી રસાકસીપૂર્ણ રહી હતી એ હકીકતને સમર્થન આપનારી આંખે ઊડીને વળગે તેવી હકીકત એ છે કે તે તેજસ્વી યાદવની યુવા અને તાજગીસભર નેતાગીરી હેઠળ રાષ્ટ્રીય જનતા દળ (આર.જે.ડી.) એક સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવ્યો છે.

બિહાર ચૂંટણીનાં નાયક - ખલનાયક

બીજી હકીકત એ છે કે ભારતીય જનતા પક્ષે બીજું સ્થાન ગ્રહણ કર્યું છે અને રાષ્ટ્રીય જનતા દળ અને રાષ્ટ્રીય જનતા દળ વચ્ચેનો તફાવત પણ એક જ બેઠકનો રહ્યો છે જે આ ચૂંટણી કેવી રસાકસીપૂર્ણ રહી હતી તેનો ખ્યાલ આપે છે.

રાષ્ટ્રીય જનતા દળને ૧૭૫ જયારે ભારતીય જનતા પક્ષને ૧૭૪! કોઇનો જંગી વિજય નહીં કે કોઇનો ઘોર પરાજય નહીં!

બિહાર ચૂંટણીનાં નાયક - ખલનાયક

રાષ્ટ્રીય જનતા દળની આગેવાની હેઠળના મહાગઠબંધનને ૧૨૨ મા જાદુઇ આંકડે પહોંચતાં અટકાવવામાં અને ભારતીય જનતા પક્ષને વિજયી થવાની વરમાળા પહેરાવવામાં કોનો ફાળો મોટો!

બંને જોડાણના મુખ્ય પક્ષો વચ્ચેની લડાઇ લગભગ જીવસટોસટની હતી, પણ બંને જોડાણના ટેકેદાર બીજા ક્રમના પક્ષો – રાષ્ટ્રીય જનતા દળ માટે કોંગ્રેસ અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના નેતા ભારતીય જનતા પક્ષ માટે નીતીશકુમારનો જનતા દળ (યુ), ભાગ ભજવી ગયો.

રસપ્રદ એ છે કે કોંગ્રેસ કે જનતા દળ (યુ) એ અપેક્ષા મુજબ દેખાવ કર્યો જ નથી, પણ આખરી સરખામણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સને ફાયદો  એ રહ્યો કે જનતા દળ (યુ)એ કોંગ્રેસ કરતાં સારો દેખાવ કર્યો છે. કોંગ્રેસનો દેખાવ ધારણા કરતાં વધુ નબળો રહ્યો. મહાગઠબંધનમાં પોતાના અસ્તિત્વ કરતાં વધુ એટલે કે ૭૦ બેઠકો પ્રાપ્ત કરવા છતાં કોંગ્રેસે નબળો દેખાવ કર્યો હતો અને તેજસ્વી યાદવનું મુખ્યપ્રધાનપદ તાસકમાં ધરી દીધું.

બિહાર ચૂંટણીનાં નાયક - ખલનાયક

જનતા દળ (યુ)એ પણ પોતાની ગણતરી કરતાં ખરાબ દેખાવ કર્યો છે અને તેને પરિણામે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સમાં તેણે પોતાની ‘બડાભાઇ’ની ભૂમિકા ભારતીય જનતા પક્ષને સોંપી દીધી એ હકીકત હોવા છતાં તેને મળેલી ૪૦ થી વધુ બેઠકોએ સરકાર રચવા માટેનો જાદુઇ આંકડો તેને પાર કરાવી દીધો છે!

હાલ પૂરતું તેજસ્વીની ખોટ કુમારનો લાભ છે જે અત્યારે પ્રાપ્ત તમામ નિર્દેશો અને વડા પ્રધાનની મંજૂરીથી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના મુખ્ય પ્રધાન બનશે. આ ઘવાયેલા  મુખ્ય પ્રધાન માટે આશ્વાસન કહેવાય પણ વધુ પડતા મહત્ત્વાકાંક્ષી મોટાભાઇ ભારતીય જનતા પક્ષ સાથે તેણે પડયું પાનું નિભાવવાનું છે.

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સમાં પ્રથમ ક્રમે આવીને કુમારની છાયામાંથી બહાર આવવાનું ભારતીય જનતા પક્ષનું સ્વપ્ન અંશત: ફળીભૂત થયું છે પણ ભારતીય જનતા પક્ષના પોતાના મુખ્ય પ્રધાન હોય તો જ આ સ્વપ્ન સંપૂર્ણ સાકાર થાય પણ કુમારે જે ‘સુશાસન બાબુ’નો ખ્યાલ થોડા મહિનાઓ પહેલાં સજર્યો હતો તે મુશ્કેલીરૂપ બની રહેશે.

આ ચૂંટણીમાં મોદી બ્રાન્ડની પ્રજાની સ્વીકૃતિ યથાવત્ રહી છે એ સૌથી મોટી ઉપલબ્ધિ છે. આ બ્રાન્ડનું ટકાઉપણું સરકારના ગેરવહીવટ અને કોવિડ-૧૯ ને કારણે કામદારોનું, કામના સ્થળે પુનરાગમન, નોટબંધી તથા જી.એસ.ટી.નો અયોગ્ય અમલ અને તેને પરિણામે ફુગાવો તેમજ ખરેખરી અંકુશરેખા પર ભારત-ચીન વચ્ચેની મડાગાંઠ જેવા મુદ્દાઓની માઠી અસર ઢંકાઇ ગઇ.

સરકારવિરોધી સમગ્ર પ્રવાહનો, મુખ્ય પ્રધાન કુમાર તરફ વાળી દેવાના કુનેહભર્યા વ્યૂહથી મોદીબ્રાન્ડ લોકોમાં વધુ ટકાઉ દેખાઇ અને સૌના મગજમાં એવું ઠસી ગયું કે મોદીબ્રાન્ડ કંઇ ખોટું નહીં કરી શકે. નીતીશકુમાર તેમની લાક્ષણિકતા મુજબ શાંત રહ્યા અને મોદીની ટોળકીએ આ ધ્યાન ફંટાવવાની વ્યૂહરચનાથી પોતાની કામગીરી કરી લીધી.

‘મહાગઠબંધન’ સ્પષ્ટ વિજેતા નહીં હોવા છતાં તેજસ્વી યાદવના વિજયને અવગણી ન શકાય. ૩૧ વર્ષની વયે મુખ્યપ્રધાન બનવાની તક ગુમાવવા છતાં તેજસ્વી યાદવનો પોતાના પક્ષની આગેવાની હેઠળના ગઠબંધન અને મોખરે રાષ્ટ્રીય જનતા દળના દેખાવમાં તેજસ્વી દેખાવ નજરે પડે છે. તેણે પોતાના ટીકાકારોને પણ બોલતા બંધ કરી દીધા.

ચૂંટણી કામગીરીના મોરચા ઉપરાંત તેજસ્વી યાદવે બે મોરચે વિજય પ્રાપ્ત કર્યો છે. પ્રથમ તો તેણે પોતાના દેખાવ અને નેતૃત્વના ગુણોનાં પ્રદર્શનથી લાલુ-રાબરીદેવીનાં સંતાનોમાં રાજકીય વારસાનો પ્રશ્ન આપોઆપ ઉકેલી આપ્યો છે. તેના ભાઇબેન પરિવારમાં આ મુદ્દો ભલે ઉઠાવતા રહે, પણ જે રીતે પિતાની ગેરહાજરીમાં તેજસ્વી યાદવે ગઠબંધન, ખાસ કરીને પોતાના પક્ષનું નેતૃત્વ કર્યું છે તેણે લોકનજરમાં તેનું નેતૃત્વ પણ સ્થાપિત કર્યું છે અને તેમને તેમનાં ભાઇ-બહેનો કરતાં ઘણાં અગ્રસ્થાને મૂકયા છે.

ગઠબંધન યુગની શરૂઆતથી જ લાલુપ્રસાદ યાદવે ભારતીય જનતા પક્ષવિરોધી બળોને એકત્ર કરવામાં ધરીરૂપ કામગીરી કરી હતી અને તેઓ આ હેતુને પ્રતિબદ્ધ રહ્યા છે. ભ્રષ્ટાચારના ખટલાઓમાં જેલની સજા થયા પછી પોતે રાજકીય રીતે નિષ્ક્રય થયા ત્યારથી પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે આ ખાલીપો કોણ ભરશે? કોંગ્રેસ જેવા બિનકાર્યદક્ષ પક્ષને ૭૦ બેઠક ફાળવી દેવાનો પ્રશ્ન તેમને આગામી થોડા સમય માટે કનડગત કરતો રહેશે, છતાં તેજસ્વી યાદવે આ પ્રશ્નનો જવાબ આપી દીધો છે.

બિહારના ચૂંટણીપ્રવાહને ધર્મ – જ્ઞાતિના મુદ્દેથી રોજગારી, આરોગ્ય અને શિક્ષણ જેવા વિકાસના મુદ્દા તરફ વાળ્યાનું ક્ષેય તેજસ્વીને જાય છે. ભલે તેને થોડી બેઠકોની ખોટ ખાવી પડી હોય પણ તેઓ પોતાની કાર્યસૂચિને છેક સુધી વળગી રહ્યા અને તેમના હરીફો – ખાસ કરીને ભારતીય જનતા પક્ષને પણ એ દિશામાં વિચારતા કરી દીધા. તેજસ્વી યાદવ પોતાના પિતાના પછડાયામાંથી બહાર આવી ઇતિહાસના ભારને દૂર રાખવામાં સફળ થયા. તેમણે સમગ્ર ચૂંટણીનો ભાર પોતાના ખભે લઇ લીધો અને પોતાના પિતાને પણ નિરાશ નહીં કર્યા હોય.

જો કે બિહારની ચૂંટણીમાં પોતાની ઉપસ્થિતિ અલબત્ત નકારાત્મક દિશામાં દર્શાવી હોય તો તે લોકજનશકિત પાર્ટીના યુવા પ્રમુખ ચિરાગ પાસવાન છે. બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સાથે છેડો ફાડી દિલ્હીમાં જોડાયેલ રહેવા પાછળનું તેમનું કારણ હજી કોયડારૂપ છે. ભારતીય જનતા પક્ષે પણ આ વ્યવસ્થા કેમ સ્વીકારી લીધી? લોકજનશકિત પાર્ટીએ ભારતીય જનતા પક્ષને મોટા ભાઇ બનવામાં મદદ મળે એ રીતે જનતા દળ (યુ) ની છાવણીમાં ગાબડું પાડયું તેમાં તેનો જવાબ રહેલો છે.

તેજસ્વીની જેમ તેને પણ જુદા કારણસર પિતા રામવિલાસ પાસવાનની છત્રછાયા વગર ચૂંટણીમાં ઝૂકાવવું પડયું હતું, ભલે તેમને થોડી સફળતા મળી હોય પણ તેમણે હજી પોતાની જાતને પુરવાર કરવાની છે.

આ ચૂંટણીનો ખલનાયક કોંગ્રેસ છે. તેણે ૭૦ બેઠકો માંગી છતાં તેને મળી ૧૯ બેઠકો જ. હવે પક્ષ કયા મોંએ રાજકારણમાં ફરશે? એ જ પાછી નબળી વ્યવસ્થા, નેતૃત્વ સંકલનનો અભાવ, ચૂંટણી પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના આક્ષેપો,એ જ જૂનો ખેલ.

            -આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Related Posts