Entertainment

BIG BOSS-16 ફાઇનલમાં કાંટાની ટક્કર: કોને મળશે ટ્રોફી,આ ગેસ્ટની પણ શોમાં થશે એન્ટ્રી

નવી દિલ્હી : ટેલિવિઝન પરનો સૌથી વિવાદસ્પદ રહી ચૂકેલા બિગબોસ-16નો (Big Boss-16) આજે ફાયનલ (Final) શરુ થશે. આજે શોના વિજેતાઓ (winner) પણ ઘોષણા થવા જઈ રહી છે. રાત્રે બધાજ દર્શકો આ શોના વિજેતા કોણ બનશે તેવી આતુરતા સાથે ટેલિવિઝની સામે ગોઠવાઈ જશે. હાલતો શોમાં ફાઇનલમાં આવેલ પાંચ સ્પર્ધકોમાંથી પ્રિયંકા ચૌધરી (Priyanka Chaudhary) અને રેપર એમ સી સ્ટેન્ટ (MC Stent) વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. શોના મેકર્સ દ્વારા પણ દર્શકોના મનોરંજન પૂરું પાડવાના બધા જ બનૉબસ્ત પુરા કરી લીધા છે.એક તરફ આ શોના બધા જ પ્રતિસ્પર્ધીઓ ફાઇનલમાં ખાસ પરફોર્મ કરવા માટે તૈયાર રહેશે. બીજી તરફ આ શોમાં સરપ્રાઈઝ એન્ટ્રીની પણ જાહેરાતને લઇને દર્શકોનો ઉત્સાહ વધી ગયો છે. શોમાં સૌથી સ્ટ્રોંગ પ્રતિસ્પર્ધી પ્રિયકા ચૌધરી ગ્રાન્ડ ફિનાલેમાં પર્ફોમ માટે તેના મિત્ર અંકિત ગુપ્તા જોડે ખાસ રોમેન્ટિક પર્ફોમન્સ આપીને દર્શકોનું મનોરંજન પૂરું પાડશે.

  • બિગબોસ-16નો 12 ફેબ્રુઆરી 2023ની રાત્રે કલર્સ ટીવી ઉપર ફાઇનલ શરુ થશે
  • શોમાં સરપ્રાઈઝ એન્ટ્રીની પણ જાહેરાતને લઇને દર્શકોનો ઉત્સાહ વધી ગયો છે
  • સૌથી સ્ટ્રોંગ પ્રતિસ્પર્ધી પ્રિયકા ચૌધરી ગ્રાન્ડ ફિનાલેમાં તેના મિત્ર અંકિત ગુપ્તા જોડે કરશે પર્ફોમ

અંકિત ગુપ્તા અને પ્રિયંકા ચહર ચૌધરી ગ્રાન્ડ ફિનાલેમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે અને આખરે બંને ફરી એક થઈ ગયા છે. પ્રિયંકાએ તેને પૂછ્યું કે શું તે તેને યાદ કરે છે. અંકિતે જવાબ આપ્યો કે “મને ખબર પણ ન હતી કે હું તને ખૂબ જ યાદ કરીશ”. પછી તેઓ એકબીજાને હગ કરે છે અને કપલ ડાન્સ કરશે.

5 સ્પર્ધકો પણ ગ્રાન્ડ ફિનાલેમાં પરફોર્મ કરવા માટે તૈયાર છે
બિગબોસ શોમાં ખુબ જ ફેમસ થયેલી મંડળી પણ સાથે મળીને મજેદાર ફ્રેન્ડશીપ ડાન્સ પરફોર્મન્સ આપવા માટે તૈયાર છે. હવે શોમાં માત્ર પાંચ સ્પર્ધકો બાકી છે જેમાં શિવ ઠાકરે, શાલીન ભનૌત, અર્ચના ગૌતમ, પ્રિયંકા ચહર ચૌધરી અને એમસી સ્ટેનનો સમાવેશ થાય છે. આ 5 સ્પર્ધકો પણ ગ્રાન્ડ ફિનાલેમાં પરફોર્મ કરવા માટે તૈયાર છે. ટીવી શોના આગામી એપિસોડમાં, ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી ‘ખતરો કે ખિલાડી’ની આગામી સીઝન માટે સ્પર્ધકોનું ઓડિશન આપે છે. શાલીન ભનોટ તમામ ટાસ્ક જીતી ગયા અને ટીવી શોના પ્રથમ સ્પર્ધક બનવાની ઓફર કરવામાં આવી. જો કે, તેણે આ ઓફરને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તે સ્ટંટ આધારિત શોમાંના કાર્યોથી ડરે છે અને તેથી તે તે કરવા માંગતો નથી.

રોહિત શેટ્ટીની ગુપ્ત મિશન માટે BIG BOSS-16માં મારશે એન્ટ્રી
બિગ બોસની જેમ જ ટીવી પર પ્રસારિત થઈ રહેલા લોકપ્રિય શો ખતરોં કે ખિલાડીની સીઝન 13 પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. સલમાન ખાનના લોકપ્રિય વિવાદાસ્પદ રિયાલિટી ટીવી શો ‘બિગ બોસ 16’ની ફિનાલે આજે થવા જઈ રહી છે. હવે શોમાં માત્ર પાંચ સ્પર્ધકો બાકી છે જેમાં શિવ ઠાકરે, શાલીન ભનૌત, અર્ચના ગૌતમ, પ્રિયંકા ચહર ચૌધરી અને એમસી સ્ટેનનો સમાવેશ થાય છે. ફિનાલે પહેલા જ એક સ્પર્ધકનું નસીબ જબરદસ્ત ચમક્યું છે. અહેવાલ છે કે પાંચ સ્પર્ધકોમાંથી એકને રોહિત શેટ્ટીના સુપર પોપ્યુલર રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ની આગામી સિઝન માટે ઑફર મળી છે! ટૂંક સમયમાં જ રોહિત શેટ્ટીની ‘ખતરો કે ખિલાડી-13’ શરૂ થવા જઈ રહી છે અને તેનો પહેલો સ્પર્ધક પણ બિગ બોસમાંથી પસંદ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top