National

PMની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ બિબેક દેબરોયનું નિધન, 69 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ અને અર્થશાસ્ત્રી બિબેક દેબરોયનું નિધન થયું છે. તેઓ 69 વર્ષના હતા. મળતી માહિતી મુજબ બિબેક દેબરોયનું આજે સવારે નિધન થયું છે. તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અર્થશાસ્ત્રી અને વડાપ્રધાન મોદીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ ડો.બિબેક દેબરોયનું શુક્રવારે અવસાન થયું છે. તેઓ 69 વર્ષના હતા. AIIMS દિલ્હી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ આંતરડાના ચેપથી પીડિત હતા. શુક્રવારે સવારે લગભગ 7 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા દેબરોય નીતિ આયોગના સભ્ય રહી ચૂક્યા છે. તેમણે નવી પેઢી માટે તમામ પુરાણોના અંગ્રેજીમાં સરળ અનુવાદો લખ્યા છે. ડો. દેબરોયનું પ્રારંભિક શિક્ષણ નરેન્દ્રપુર, કોલકાતાની રામકૃષ્ણ મિશન સ્કૂલમાં થયું હતું. આ પછી તેમણે કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજ, દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ અને ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજમાંથી ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું હતું.

દેબરોય (69) એ રામકૃષ્ણ મિશન સ્કૂલ (નરેન્દ્રપુર), પ્રેસિડેન્સી કૉલેજ (કોલકાતા), દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ અને ટ્રિનિટી કૉલેજ (કેમ્બ્રિજ)માં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે પ્રેસિડેન્સી કૉલેજ (કોલકાતા), ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક્સ (પુણે) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન ટ્રેડ (દિલ્હી)માં કામ કર્યું. તેમણે કાયદાકીય સુધારા પર નાણા મંત્રાલયના UNDP પ્રોજેક્ટના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી. તેઓ 5 જૂન, 2019 સુધી નીતિ આયોગના સભ્ય પણ હતા. તેમણે ઘણા પુસ્તકો, પેપર અને લોકપ્રિય લેખો લખ્યા અથવા સંપાદિત કર્યા હતા. તેઓ ઘણા અખબારોમાં સલાહકાર અથવા યોગદાન આપનાર સંપાદક પણ રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ બિબેક દેબરોયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે ડો. બિબેક દેબરોય એક તેજસ્વી વિદ્વાન હતા. તેઓ અર્થશાસ્ત્ર, ઇતિહાસ, સંસ્કૃતિ, રાજકારણ, આધ્યાત્મિકતા અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં પારંગત હતા. તેમના કાર્યો દ્વારા તેમણે ભારતના બૌદ્ધિક પરિદૃશ્ય પર અમીટ છાપ છોડી દીધી. જાહેર નીતિમાં તેમના યોગદાન ઉપરાંત તેઓ આપણા પ્રાચીન ગ્રંથો પર કામ કરવાનું અને તેમને યુવાનો માટે સુલભ બનાવવામાં પણ આનંદ મેળવતા હતા.

Most Popular

To Top